આપણો દેશ છઠ્ઠી ડિસેમ્બર 1992ને દિવસે મનુવાદી પરિબળો, હિન્દુમહાસભા, સંઘપરિવારને કારણે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં પ્રવેશી ચૂક્યો છે અને આ કટોકટી આજ દિન સુધી ચાલુ છે.
આપણો દેશ 2014માં ફરીથી મનુવાદી પરિબળો, હિન્દુ મહાસભા અને સંઘ પરિવારની સામાજિક અને રાજકીય ગુલામીમાં બંદીવાન બની ચૂક્યો છે.
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બે મોરચા પર સ્વાતંત્ર્ય આંદોલન લડી રહ્યા હતા.
1. મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થાએ નિર્માણ કરેલા જાતિવાદ અને અસ્પૃશ્યતાની સામાજિક ગુલામીમાંથી મુક્તિ અપાવીને પ્રત્યેક વ્યક્તિની સમાન ભાગીદારી અને સમાન અધિકાર વાળી સામાજિક આઝાદી અપાવવાનો સ્વાતંત્ર્ય સંગ્રામ.
2. અંગ્રેજોની રાજકીય ગુલામીમાંથી મુક્તિ અપાવી સમાન મતાધિકાર, સમાન ભાગીદારી અને સમાન અધિકારવાળી નાગરિક આઝાદી અપાવવાનો સ્વાતંત્ર્ય સંગ્રામ.
ઉપરોક્ત બંને પ્રકારના સ્વાતંત્ર સંગ્રામ પૈકી અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે (સંઘ પરિવાર હિન્દુ મહાસભા અને મુસ્લિમ સિવાય) સમગ્ર ભારત દેશ મહાત્મા ગાંધીની પડખે હતો.
પરંતુ હજારો વર્ષની સામાજિક અને રાજકીય ગુલામીના
કારણરૂપ મનુસ્મૃતિની વર્ણ વ્યવસ્થાએ જે ૮૫ ટકા પ્રજાની જાતિ આધારિત સામાજિક ગુલામી અને અસ્પૃશ્યતાની ગુલામી નિર્માણ કરી હતી તેની સામે મહાત્મા ગાંધીએ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે
પ્રત્યેક વ્યક્તિની સમાન ભાગીદારી અને પ્રત્યેક વ્યક્તિના સમાન અધિકાર સાથેની સામાજિક આઝાદીની વાત કરી
તે સ્વાતંત્ર્ય સંગ્રામ સામે ભારતીય સમાજ વ્યવસ્થાના બ્રાહ્મણો પૈકીના બ્રાહ્મણવાદીઓનો, ક્ષત્રિયો પૈકીના સામંતવાદીઓનો,
વૈશ્યો પૈકીના શોષણખોર મૂડીવાદીઓનો, શુદ્રો પૈકીના ઉપભોક્તાવાદી નવ્યસ્થાપિત પરિબળોનો, તેમજ પુરુષો પૈકીના સ્ત્રીઓને ગુલામ રાખતા પિતૃશત્તાક આધીત્યવાદી પરિબળોનો મહાત્મા ગાંધી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સામે ષડયંત્રકારી,અસહિષ્ણુ અને હિંસક વિરોધ હતો.
મહાત્મા ગાંધીની અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સમાન ભાગીદારી અને સમાન અધિકારવાળી આઝાદીનો વિરોધ કરનારા સ્થાપિત અને પ્રત્યાઘાતિ મનુવાદી પરિબળો સમગ્ર રાષ્ટ્રમાં નાનામાં નાના ગામડાથી લઈને દિલ્હી સુધી છવાયેલા હતા.
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સમાન ભાગીદારી અને સમાન અધિકારવાળી સામાજિક આઝાદીની વાત સાંભળીને પ્રતિશોધની આગમાં સળગતા મનુવાદી પરિબળોએ પુણેરી ચિત પાવન બ્રાહ્મણવાદી પરિબળોના નેતૃત્વમાં 1915 માં હિન્દુ મહાસભા અને 1925 માં સંઘ પરિવારની સ્થાપના કરી.
1915 અને 1925 પછી જેટલા પણ મનુવાદી પરિબળો જુદા જુદા સંગઠનો અને જુદી જુદી સ્થાપિત સત્તાઓમાં વહેંચાયેલા હતા તે ધીમે ધીમે ખાસ કરીને સ્વાતંત્ર્ય આંદોલન પછી હિન્દુ મહાસભા અને સંઘ પરિવારના પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારના સભ્યપદ વગર જોડાવા આવવા માંડ્યા. જે પરિબળો 2014માં પૂર્ણ રૂપે સંગઠિત થઈને સત્તાનસીબ બન્યા છે.
હિન્દુ મહાસભા અને સંઘ પરિવાર આધુનિક વૈશ્વિક લોકતાંત્રિક વ્યવસ્થામાં પ્રત્યેક વ્યક્તિની સમાન ભાગીદારી અને સમાન અધિકારની વાત અને સિદ્ધાંતનો વિરોધ કરી શકે એમ નથી એટલે એમણે મહાત્મા ગાંધી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જે 85% મહિલાઓ, દલિતો ,આદિવાસીઓ, શ્રમિકો, કારીગરો ,ગણોત્યાઓને સમાન ભાગીદારી અને સમાન અધિકાર વાળી આઝાદી અપાવી તેનો વિરોધ કરવા માટે અને તેમને તેમના સામાજિક ન્યાયના અધિકારોથી વંચિત કરવા માટે ધર્મની અવધારણા પર ક્રિમિનલ કોમવાદી રાજકારણ રમવાનું શરૂ કર્યું.
હિન્દુ મહાસભા અને સંઘ પરિવારે આઝાદીના આંદોલન દરમિયાનથી જ 85% સામાજિક વર્ગોની સામાજિક આઝાદીને અવરોધવા માટે મુસ્લિમ લીગ સાથે મળીને ધર્મ આધારિત દ્વિ રાષ્ટ્રવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો અને એકબીજાના ટેકામાં પ્રસાર પણ કરાવી દીધો હતો.
તેની સાથે જ આ ત્રણેય પરિબળોએ સામાજિક ગુલામી ભોગવતા હિન્દુ મુસ્લિમ લોકો પોતાની સામાજિક આઝાદીની વાત ભૂલી જાય તે માટે ક્રિમિનલના કોમવાદના અગ્નિકુડ સાતત્ય પૂર્વક સળગેલા રાખતા હતા અને ધર્મનું અફીણ પીવડાવતા રાખતા હતા.
મહાત્મા ગાંધીના વિભૂતિમત્વને કારણે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠનને કારણે આઝાદી દરમિયાન અને આઝાદી પછી 40 વર્ષ સુધી નેપથ્યમાં દબાઈ રહેલા હિન્દુ મહાસભા વાદીઓ અને સંઘ પર પરિવાર વાદીઓ મનુવાદી પરિબળોના સમર્થનથી ફરીથી પોતાના જાતિવાદી આધિપત્ય માટે પ્રવૃત્ત થયા હતા અને તેમણે ધર્મને નામે અને ભગવાન રામને નામે બુરખો પહેરીને પોતાના જાતિવાદી આધિપત્ય માટે દેશને છઠ્ઠી ડિસેમ્બર 1992 ને દિવસે ગેર બંધારણીય, ગેરકાયદેસર અને અઘોષિત કટોકટીમાં હોમી દીધો છે.
આઝાદીનો આંદોલનનો વિરોધ કરનારા, અંગ્રેજોની ચાપલુસી કરનારા અને દેશના સ્વાતંત્ર આંદોલનની વિરુદ્ધ અંગ્રેજોનું સમર્થન કરનારા, હિંદુ મુસ્લિમ કોમવાદ કરાવનારા તેમજ મહાત્મા ગાંધીની હત્યા કરાવનારા
સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાએ દેશમાં ચાલી રહેલા કોંગ્રેસ પક્ષના વિરોધના રાજકારણમાં સામેલ થઈને રામ મનોહર લોહિયા, જય પ્રકાશ નારાયણ તેમજ વિશ્વનાથ પ્રતાપસિંઘ જેવા નેતાઓનો વિશ્વાસઘાત કરીને પોતાનો ક્રિમિનલ કોમવાદનો એજન્ડા આગળ વધાર્યો અને સામાજિક ન્યાયના શોષિત વર્ગના લોકોને ધર્મના અફીણ પીવડાવીને ષડયંત્રકારી જનાધાર પ્રાપ્ત કર્યો.
સંઘ પરિવાર હિન્દુ મહાસભા ના મનુવાદી પરિબળો ફરીથી પોતાના વર્ણ વ્યવસ્થા વાદી જાતિવાદી અધિકારો મેળવવા માટે 2014માં સત્તાધીશ બની ચૂક્યા છે અને દેશના સમાન ભાગીદારી અને સમાન અધિકારવાળી આઝાદી ઝંખનારા લોકો ફરીથી ગુલામ બની ચૂક્યા છે.
અંગ્રેજો સામેના રાજકીય આઝાદીના ઇતિહાસમાં તેમની સામે લડવું એ ખુબ સરળ હતું પરંતુ જેના કારણે આપણે 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે સામાજિક અને રાજકીય આઝાદી મેળવી શક્યા પરંતુ 2014 ની સંઘ પરિવાર અને હિન્દુ મહાસભાએ નિર્માણ કરેલી મનુવાદી ગુલામી માંથી સફળતા મેળવવી ખૂબ અઘરી અને જટિલ પ્રક્રિયા છે કારણ કે આ દ્વિતિય સ્વાતંત્ર સંગ્રામનો સંઘર્ષ આપણા જ દેશના બે વર્ગો વચ્ચે લડાઈ રહ્યો છે.
આ દ્વિતિય સ્વાતંત્ર્ય સંગ્રામ મનુવાદી પરિબળો વિરુદ્ધ જનવાદી પરિબળો વચ્ચેના લોકો સાથેનો છે. આ આખો સંઘર્ષ ભારતીય સમાજ વ્યવસ્થાના આંતરિક સમુદાયો વચ્ચેનો છે. આ સંગ્રામ મહાત્મા ગાંધીના હિન્દુ ધર્મ વિરુદ્ધ સાવરકરના આત્મઘાતી હિંદુ ધર્મ વચ્ચેનો છે. આ સંગ્રામ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જનવાદી વિચારધારા વિરુદ્ધ સંઘ પરિવારની આત્મઘાતી પુણેરી ચિત્ત પાવન બ્રાહ્મણવાદી વિચારધારા સામેનો છે.
ચાલો આપણે સૌ દ્વિતીય સ્વાતંત્ર સંગ્રામના સેનાનીઓ બનીને હિંદુ મહાસભા સંઘ પરિવાર મુસ્લિમ લીગ અને મનુવાદી પરિબળોએ નિર્માણ કરેલી ગુલામીને પડકારીને ફરી પાછા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપણને અપાવેલી સમાન અધિકાર અને સમાન ભાગીદારી વાળી આઝાદીને પ્રાપ્ત કરીએ.
---
*કીમ
Comments