ઇ શ્રમ પોર્ટલ પર રજીસ્ટર થયેલ દરેક શ્રમિક ને રાશન કાર્ડ મળવું જોઈએ એ અંગે સર્વોચ્ચ અદાલતે અગાઉ ચુકાદો આપ્યો હતો.
તાજેતરમાં આ જ કેસમાં સુપ્રીમ કોર્ટ માં તેમને 4 અઠવાડિયા ની અંદર એ કાર્ડ ને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) અંતર્ગત સામેલ કરી અનાજ આપવાનો ઑર્ડર કર્યો છે.
ગુજરાતમાં લગભગ 1.16 કરોડ ઇ શ્રમ કાર્ડ રજીસ્ટર થયાનું અગાઊ સરકારે કહ્યું હતું. તે તમામ પાસે NFSA કાર્ડ (જેનાં પર 5 કિલો અનાજ મળી શકે) છે કે કેમ? તેની હવે ચકાસણી કરી (માપદંડ મૂજબ) તેમને NFSA માં સામેલ કરવાની પ્રક્રીયા સરકારે કરવી પડશે.
સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે આ કાર્ડ માટે 2011 ના જનગણના અને NFSA કાયદામાં આપેલ ક્વોટા નો બાધ નડશે નહીં.
ગુજરાતમાં આજની તારીખે 74,18,710 કુટુંબોના 3,60,22,731 લોકોને NFSA માં સામેલ કર્યા છે. જે 2011 ના વસ્તી મૂજબ 59.55% થાય છે. કાયદા અનુસાર રાજ્ય ના 67.5% વસ્તીને NFSA માં શામેલ કરી શકાય.
આજની વસ્તીને ધ્યાને લઈએ તો કાયદા મુજબ 4 કરોડ 90 લાખ જેટલાં લોકોને NFSA અંતર્ગત સસ્તું અનાજ મળી શકે તેમ છે.
વઘુ એક મહત્વનો મુદ્દો એ છે કે એક બાજુ સુપ્રીમ કોર્ટ વધુ ને વધુ લોકો સુઘી રાશન આપવા માટે મથે છે, ત્યારે બીજી બાજુ ગુજરાતમાં આજની તારીખે 44,277 અંત્યોદય કાર્ડ અને 4,59,057 અગત્યાનુક્રમ ના કાર્ડ એમ કુલ 5,03,784 કાર્ડ સાયલંટ કરવામાં આવ્યા છે. જેમને હવે રાશન મળશે નહિ.
વધુ માહિતી માટે આ સાથે રાશન કાર્ડ ડેટાની ફાઈલ બિડેલ છે.
---
*માહિતી અધિકાર ગુજરાત પહેલ
Comments