અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989, સુધારા અધિનિયમ 2015 (એટ્રોસિટી એક્ટ) હેઠળ રાજ્યના પોલીસ સ્ટેશનોમા આ ખાસ કાયદા હેઠળ નોંધવામાં આવતા ગુનાઓમાં આરોપીઓને ટેબલ જામીન પર પોલીસ સ્ટેશનમાથી ન છોડવા બાબતે રાજ્યના ડીજીપી સમક્ષ રજુઆત કરવામા આવી.
તા. 30/07/2024 ના રોજ ડી.જી.પી. કચેરી ખાતે ગુજરાત રાજયના જુદાજુદા જીલ્લામાથી આવેલ કર્મશીલો આગેવાનો, દલિત સંસ્થા સંગઠનના પ્રતિનિધીઓએ ભેગા થઇ રજુઆત કરેલ હતી.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ)અધિનિયમ 1989, સુધારા અધિનિયમ 2015 (એટ્રોસિટી એક્ટ) એ ભારતની સંસદ દ્વારા વર્ષ 1989મા પસાર કરી દેશમાં 1 જાન્યુઆરી 1990 થી લાગુ કરવામાં આવેલ કેન્દ્રીય કાયદો છે, જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિઓ પર થતા અત્યાચારોને રોકવા માટેનો ખાસ કાયદો છે. આ કાયદાની કલમ 20 મુજબની જોગવાઈ હેઠળ અન્ય કાયદાઓથી આ કાયદો સર્વોપરી છે.
ગુજરાતમા સરેરાશ એક વર્ષમાં 1300 થી 1400 ગુનાઓ એટ્રોસિટી એક્ટ હેઠળ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે, અને આ ગુન્હાઓમાં સજાનું પ્રમાણ નહિવત છે. મોટાભાગે અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલા ગંભીર કેસોમાં રાજ્ય સરકાર દ્વારા નીચલી કોર્ટમાં છૂટી ગયેલા આરોપીઓ સામેના કેસોમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવતી નથી. જેથી અત્યાચારોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા 2, July, 2014 ના રોજ આપેલ અર્નિશકુમાર વર્સીસ બિહાર સરકાર (Case No Criminal Appeal No. 1277 of 2014)ના ચુકાદો આપવામા આવેલ છે.જે એટ્રોસીટીના ખાસ કાયદાને લાગુ પાડી ના શકાય અને પોલીસ સ્ટેસનમાથી જામીન ન આપી શકાય તેના અનેક કારણો છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989, સુધારા અધિનિયમ 2015 (એટ્રોસિટી એક્ટ) હેઠળ રાજ્યના પોલીસ સ્ટેશનોમા આ ખાસ કાયદા હેઠળ નોંધવામાં આવતા ગુનાઓમાં આરોપીઓને ટેબલ જામીન પર પોલીસ સ્ટેશનમાથી જ નોટિસ આપીને હાજર કરી અરણેશકુમાર વર્સીસ બિહાર સરકારના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી છોડવામા આવે છે. જેના કારણે આરોપીઓ બેફામ બન્યા છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989, એમેન્ડમેન્ટ એક્ટ 2015 ની કલમ 15A મુજબ આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરી ભોગ બનનાર પીડિતને નોટિસ આપી, આરોપીએ કરેલ જામીન અરજીમાં પીડિતને સાંભળી જામીન આપવા કે ન આપવાનો નિર્ણય જજ દ્વારા પોતાની વિવેક બુદ્ધિ પર નિર્ણય કરવાનો હોય છે. આ ગુનામાં સંડોવાય આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવાથી કલમ 15 Aનું હનન થાય છે અને પીડિતના અધિકારોનું પણ હનન થાય છે.
એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપક્ડ કરી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવો ફરજીયાત છે આરોપી જામીન અરજી મુકે ત્યારે અત્યાચારના ભોગ બનેલ પિડિતને નોટીસ આપી અરોપીને જામીન આપતા પહેલા ભોગ બનનારને સાંભળવા અને પછી નિર્ણય કરવો તેવી કાયદકિય જોગવાઇનો ભંગ થાય છે અને પોલીસ સ્ટેશનમાં જ ટેબલ જામીન આપી છોડી દેવામાં આવે તો કાયદાનો હેતુ જ માર્યો જાય છે. જે કાયદાકીય રીતે યોગ્ય નથી અને અત્યાચાર ધારાની જોગવાઈઓની વિરુદ્ધમા છે. અત્યાચારનો ભોગ બનેલ પીડિતોના હકોનું ઉલ્લંઘન થાય છે.
અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલા ગુનાઓમા રાજ્યના અમુક જિલ્લાઓમા જ સુપ્રિમ કોર્ટના ચુકાદાનુ ખોટુ અર્થઘટન કરી આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી જ નોટિસ આપી ટેબલજામીન પર છોડી દેવામા આવે છે અને અમુક જિલ્લાઓમા આ ખાસ કાયદાનુ ચુસ્ત પાલન કરી આરોપીઓને કોર્ટમા જ રજુ કરવામા આવે છે અને જેલ હવાલે કરવામા આવે છે. એક જ કાયદો હોવા છતાય રાજ્યના જિલ્લાઓમા અલગ અલગ રીતે આ કાયદાની અમલવારી કેમ કરવામા આવે છે? તેવો સવાલ પેદા થયેલો છે.
અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલ ગુનાઓના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જ નોટિસ આપી ટેબલજામીન પર છોડી દેનારા આવા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ જાણીબુજીને પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989ની કલમ-4 હેઠળ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળ આવતા ડી. જી. પી. કચેરી, ગાંધીનગર દ્વારા દરેક જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં સૂચના આપી સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામા આવેલ સર્ક્યુલરનુ પાલન કરવા જણાવેલ છે. જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 સંસદ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના રક્ષણ માટે ખાસ કાયદો બનાવવામા આવેલ હોય જે આ કાયદા હેથળ નોંધાયેલા ગુનાઓમા લાગુ પડતુ નથી.
જેથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989 અને સુધારા અધિનિયમ 2015 (એટ્રોસિટી એક્ટ) હેઠળ રાજ્યના પોલીસ સ્ટેશનોમા આ ખાસ કાયદા હેઠળ નોંધવામાં આવતા ગુનાઓમાં આરોપીઓને ટેબલ જામીન પર પોલીસ સ્ટેશનમાથી ન છોડવા બાબતે સબંધિત કચેરીના અધિકારીઓને સુચના આપવા જરૂરી કાર્યવાહિ કરવા આજ રોજ ગુજરાત ના અનુસુચિત જાતિ વર્ગના જુદાજુદા દલિત સંસ્થા, સંગઠનો અને અત્યચારના ભોગ બનેલ પીડીતો ભેગા થઇ ડી.જી.પી.કચેરી ખાતે ડી.જી.પી. સમક્ષ રજુઆત કરવામા આવેલ હતી. જેમા ડી.જી.પી. દ્વારા સાનુકુળ પ્રતિસાદ મળેલ છે અને આ બાબતે તેઓને મળવા ગયેલ પ્રતિનિધિ મંડળને જરૂરી કાર્યવાહી કરી પરીપત્ર કરવા કરવાની ખાતરી આપી હતી.
---
*સામાજિક કાર્યકર, અમદાવાદ
टिप्पणियाँ