ગુજરાતના મહત્ત્વપૂર્ણ બૌદ્ધિક જે માનતા હતા કે જ્ઞાન અને કર્મ એક સાથે સામાજિક બદલાવ તરફ દોરી જવાની શક્તિ ધરાવે છે
- અશોક શ્રીમાળી*
અચ્યુત યાજ્ઞિક સાંપ્રત સમયના ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા સૌથી મહત્ત્વપૂર્ણ બૌદ્ધિક હતા.
ચરોતર પ્રદેશના ધર્મજ ગામમાં તેમનો જન્મ થયો અને બાળપણના પ્રારંભિક વર્ષો તેમણે દાદાની છત્રછાયા હેઠળ વિતાવ્યાં. મધ્ય ગુજરાતના સામાજિક જીવનનાં સાંસ્કૃતિક મૂલ્યો અને સ્વભાવની તેમના જીવન પર ઊંડી અસર હતી. તેમના દાદા એક કર્મકાંડી પૂજારી હતા અને તેમને દક્ષિણારૂપે મળતું અનાજ ઊંચકીને ઘરે પહોંચાડવા માટે અચ્યુતભાઈ તેમની મદદમાં રહેતા.
બાળપણમાં દાદાએ આપેલો ઠપકો અચ્યુતભાઈ માટે તેમના બૌદ્ધિક જીવનની દિશા નિર્ધારિત કરનારો બની ગયો. અચ્યુતભાઈએ ગામના સફાઈકર્મી સાથે તોછડાઈભર્યું કર્યું ત્યારે તેમના દાદાએ તેમને ટપાર્યા અને શીખ આપી હતી કે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને નબળી વ્યક્તિ સાથે ઊંચા અવાજે વાત કરવી એ યોગ્ય નથી.
બાળપણમાં થયેલા આવા અનુભવોએ સમાજજીવનનાં સ્થાપિત વ્યવહારો અને વર્તન વિશે તેમની સમજ વિકસાવી અને યુનિવર્સિટી કક્ષાએ ઍન્થ્રોપૉલૉજી (માનવશાસ્ત્ર) વિષયમાં તેમના શિક્ષણથી વાસ્તવિક સ્થિતિ સાથે જે-તે પ્રદેશના ઐતિહાસિક રાજકારણ અને સમાજશાસ્ત્ર સાથે જોડીને તેનું મૂલ્યાંકન કરવાનો પાયો રચાયો. જોકે તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં ઍન્થ્રોપૉલૉજીનો અભ્યાસ ડિગ્રી પૂર્ણ કર્યા વિના જ છોડી દીધો હતો.
દિલ્હી વસવાટ દરમિયાન અચ્યુતભાઈ એક સંસ્કૃત લાઇબ્રેરીમાં પુસ્તકોની સૂચિ તૈયાર કરવાની પાર્ટ-ટાઇમ નોકરી કરતા હતા. આ દરમિયાન તેઓ ગુજરાતી સમાજ સાથે પણ જોડાયા અને એ સમયે ગુજરાતથી દિલ્હી આવીને ગુજરાતી સમાજમાં રોકાતા અગ્રણી લોકો સાથે તેમનો સંવાદ સધાયો.
દિલ્હી યુનિવર્સિટીમાં તેમનો સંપર્ક કવિ સુંદરમ્ અને ભાષાશાસ્ત્રી પ્રબોધ પંડિત સાથે થયો. પ્રબોધ પંડિતના સામાજિક-ભાષાશાસ્ત્ર અને ગુજરાતી બોલીઓ પરનું કાર્ય જોઈને અચ્યુતભાઈને મળેલી ગુજરાતી ભાષાના સૂક્ષ્મ ભેદની સમજણથી તેમનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ વધુ અર્થપૂર્ણ બન્યો. જેને લીધે મધ્યયુગીન ગુજરાતી કવિતા અને સાહિત્યમાં તેમને ઊંડો રસ પડ્યો અને તે કાયમી બની ગયો.
આ એ સમયગાળો હતો, જ્યારે રામમનોહર લોહિયાએ યુવાન અચ્યુતભાઈને પોતાની સાથે જોડ્યા. આ જોડાણથી અચ્યુતભાઈને પ્રતિનિધિ લોકશાહી અને શાસન વ્યવસ્થાની પ્રક્રિયાના અભ્યાસ માટે લોકસભામાં થતી ચર્ચાઓનું અવલોકન કરવા સંસદની મુલાકાત લેવાની તક મળી.
અચ્યુતભાઈ વર્ષ 1974-75માં ગુજરાતના સામાજિક અને રાજકીય સ્વરૂપને નોંધપાત્ર આકાર આપનારા અને વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ સરકારમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધના 'નવનિર્માણ આંદોલન'માં જોડાયા. જૂન 1975માં દેશમાં કટોકટી જાહેર થઈ અને અચ્યુતભાઈએ સામાજિક કર્મશિલો, લેખકો, પત્રકારો, શિક્ષકો અને નિસ્બત ધરાવતા લોકોને એકસૂત્રતામાં બાંધીને તેમના વિરોધને વ્યક્ત કરવા માટે એક બહોળા નાગરિક સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું.
ઝીણાભાઈ દરજી સાથે મળીને 'ખામ' એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમાજના મતદારોને સંગઠિત કરીને સાથે ચૂંટણીમાં તેમના મત મેળવવાની થિયરી તૈયાર કરનારા માધવસિંહ સોલંકી એ સમયે અચ્યુતભાઈ સાથે ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કાર્યરત્ હતા. આ ખામ થિયરી સોલંકીને ગુજરાતના રાજકારણમાં 1980ના દાયકામાં મુખ્ય મંત્રીપદની સત્તા સુધી દોરી ગઈ. ગુજરાતના એ સામાજિક અને રાજકીય પરિદૃશ્યમાં આવી રહેલાં પરિવર્તન વચ્ચે અચ્યુતભાઈ ગુજરાતમાં ઊભરતા રાજકીય ફલક અને ગુજરાતના સામાજિક તાણાવાણા પર તેની અસરોને નિકટથી જોનારા સાક્ષી બન્યા.
વ્યવસાયિક અને રાજકીય પ્રવૃત્તિઓ વચ્ચે અચ્યુતભાઈની સર્જનાત્મકતા ખીલી ઊઠી.
આ દરમિયાન અચ્યુતભાઈ ‘હેવમોર ગ્રૂપ’ના કાયમી સહભાગી બની ગયા. અમદાવાદ ઍલિસબ્રિજના ખૂણે આવેલી હેવમોર રેસ્ટોરાંમાં લેખકો, કવિઓ અને કલાકારો સાહિત્ય, સૌંદર્યશાસ્ત્ર અને કવિતાઓની ચર્ચામાં હંમેશાં જોવા મળતા. ભૂપેન ખખ્ખર અને જેરામ પટેલ જેવા કલાકારો પણ આ જૂથની ચર્ચામાં ભાગ લીધા બાદ રાતની અંતિમ બસ મારફતે બરોડા પાછા જતા.
આ સમય સુધી અચ્યુતભાઈની કવિતાઓ પ્રકાશિત થઈ ચૂકી હતી અને જેના પરિણામે ઉમાશંકર જોશી, નિરંજન ભગત, લાભશંકર ઠાકર, શેખાદમ આબુવાલા અને ચીનુ મોદી જેવા સર્જકો સાથે તેમની મિત્રતા કેળવાઈ.
અચ્યુતભાઈએ નોંધ્યું કે માણસોની પરિસ્થિતિની ઊંડી સમજ કવિતા અને સાહિત્યમાં જોવા મળે છે, જ્યારે સામાજિક વિજ્ઞાનો તો માત્ર એ પરિસ્થિતિની ઉપરછલ્લી ઝલક જ બતાવી શકે છે. છતાં તેમણે સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને રાજ્યશાસ્ત્રી સાથે પણ હાથ મિલાવ્યા. આ ગઠબંધન શૈક્ષણિક જ્ઞાનસર્જનની પ્રક્રિયાનું નિમિત્ત બન્યું.
વર્ષ 1981માં તેઓ સુરતમાં 'સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝ' દ્વારા પ્રકાશિત ગુજરાતી સંશોધન જર્નલ ‘અર્થાત્’ના સ્થાપક તંત્રી બન્યા.
બરાબર આ જ સમયગાળાની આસપાસ તેઓ 'ઇકૉનૉમિક ઍન્ડ પૉલિટિકલ વીકલી'ના ગુજરાતના સંવાદદાતા અને દિલ્હી ખાતેના 'સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ'ના 'લોકાયન' પ્રોજેક્ટના ગુજરાતના સંયોજક હતા. આ પ્રવૃત્તિને કારણે તેઓ સમગ્ર ભારતના શિક્ષણવિદો અને કાર્યકરોના સંપર્કમાં આવ્યા, જે પૈકી ઘણા તેમના આજીવન મિત્રો બની ગયા.
આ પ્રવૃત્તિઓ અને ગઠબંધનો 'સેતુ - સેન્ટર ફૉર સોશિયલ નૉલેજ ઍન્ડ ઍક્શન'ના નિર્માણનાં નિમિત્ત બન્યાં. સેતુ એ વર્ષ 1982માં અચ્યુતભાઈએ સ્થાપેલી બિનસરકારી સંસ્થા છે. અચ્યુતભાઈએ આજીવન આ સંસ્થાના વડાનું પદ શોભાવ્યું.
આ સંસ્થાનું નામ તેની પ્રવૃત્તિઓથી માહિતગાર કરનારાં વૈચારિક મંચ અને નૈતિક પરિધિનો ખ્યાલ આપે છે. અચ્યુતભાઈ નક્કરપણે એ વાત માનતા કે જ્ઞાન અને કર્મ બંને એકબીજાનાં પૂરક છે, તેમજ બંને એક સાથે સામાજિક બદલાવ તરફ દોરી જવાની શક્તિ ધરાવે છે.
જ્ઞાન એ સમાજિક પ્રવૃત્તિઓની પેદાશ છે, જે કર્મને વધુ સમૃદ્ધ બનાવી છેવાડે રહેલા લોકોનાં જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. પાયાના સ્તરે થયેલું કર્મ જ્ઞાનનું સર્જન કરે છે જે શૈક્ષણિક સમુદાય, મીડિયા અને રાજકારણને માહિતગાર કરવા માટે જરૂરી છે.
તેમણે સામાજિક જ્ઞાન અને કર્મને જોડતા એક પુલ તરીકે 'સેતુ'ની કલ્પના કરી હતી, જે જ્ઞાનમીમાંસક ન્યાય, સપાટી પરનું ઍક્ટિવિઝ્મ અને હિમાયતી પ્રવૃત્તિને વરેલો હોય. આ સંસ્થાના ગવર્નિગ બોર્ડમાં દલિતો અને આદિવાસી આગેવાનો તેમજ શૈક્ષણિક સમુદાયના લોકો સામેલ છે.
'સેતુ'એ ગુજરાતના ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં છેવાડાના લોકો અને લઘુમતી સમુદાયો સાથે કામ કરવાની શરૂઆત કરી. જેમાં આ સમુદાયોની મહિલાઓના પ્રતિનિધિત્વનો ખાસ ખ્યાલ રખાતો.
સંસ્થા આ જૂથોને એકસૂત્રમાં બાંધીને, તેમના સ્થાનિક પ્રશ્નો અને પડકારોનો સામનો કરવા માટે તેમનો અલાયદો સમૂહ, સ્થાનિક નેતૃત્ત્વ નિર્માણ અને તેમની સંસ્થાઓને સ્થાપવામાં મદદરૂપ બને છે.
આ જૂથોને પ્રાદેશિક અને રાષ્ટ્રીય ફલક પર તેમની મૂંઝવણો અને પડકારોને વ્યક્ત કરવા માટે મંચ પૂરો પાડીને જાહેર ચર્ચાઓમાં તેમનો સમાવેશ થાય એવો આ સંસ્થાનો હેતુ છે.
આમ, ટૂંક સમયમાં જ સેતુ એક સંસ્થા તરીકે ઘણા બધા મુદ્દા સાથે સંકળાઈ. જેમાં નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવાની યોજનાને કારણે આદિવાસીઓનાં સ્થળાંતર અને તેમના ન્યાયિક પુનર્વસનના અધિકારનો મુદ્દો, ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં દલિતો વિરુદ્ધ અત્યાચારનો મુદ્દો, સ્ત્રીઓ સાથે હિંસા અને વિધવા નિર્વાસનનો મુદ્દો, ઉત્તર ગુજરાતમાં આદિવાસી અને દલિતોને જમીન હકનો મુદ્દો અને રાજ્યમાં ઝડપથી વણસી રહેલા કોમી સૌહાર્દને જાળવી રાખવા માટેનાં અભિયાન જેવા મુદ્દા સામેલ હતા.
આ મૂલ્યોને કારણે કાયદાકીય હિમાયત એ સેતુના કામનું એક પાસું બની ગઈ. જે બાદમાં માનવાધિકારોના હિમાયતી વકીલ ગિરીશ પટેલ સાથે અચ્યુતભાઈની લાંબી ભાગીદારીનું નિમિત્ત બની.
આ પ્રયત્નોની એક શાખા ‘ફોરમ 21’ બની. 1990માં સ્થાપિત ફોરમ 21 એ ભારતના બંધારણ દ્વારા અનુચ્છેદ 21 અંતર્ગત અપાયેલ જીવન જીવવાનો અધિકાર અને બધા નાગરિકોને ગૌરવપૂર્ણ કામ થકી આજીવિકા રળવાના અધિકારના અમલ માટે બનાવાયેલું પ્લૅટફૉર્મ હતું.
રાજ્ય પાસેથી ન્યાય માગવાની આ પ્રતિબદ્ધતા અને તેની નિષ્ફળતાની ટીકાને કારણે વારંવાર સત્તાના કેન્દ્રો સાથે સીધું ઘર્ષણ ઊભું થતું. જેને કારણે પોતાનાં મૂલ્યો સાથે કોઈ સમાધાન ન કરનારા અચ્યુતભાઈએ ‘લેખિત બદનક્ષી’ના આરોપો સહિત અન્ય ઘણી ધમકીઓનો સામનો કર્યો. પરંતુ તેઓ આ ભયસ્થાનો સામે પણ કૌશલ્ય અને દૃઢ નિશ્ચય સાથે અડગ રહ્યા.
1990ના દાયકામાં હિંદુત્વની વિચારધારાના ઉદય સાથે વધી રહેલો કોમી તણાવ અચ્યુતભાઈ માટે ખૂબ ચિંતાનો વિષય હતો. તેઓ માનતા હતા કે બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટના ભારતના ‘પ્રથમ પ્રજાતંત્ર’નો અંત હતો.
તેમણે ખૂબ તીક્ષ્ણ અંદાજમાં તેમના નિબંધ ‘હિંદુત્વ એઝ સવર્ણ પુરાણ’માં ગુજરાતી સમાજ અને ઓળખનાં સતત બદલાતાં પરિમાણો નોંધ્યાં છે. આ સિવાય તેમણે વર્ષ 2002ની હિંસાને અનુલક્ષીને સતત પક્ષપાતી વલણ અપનાવતાં જતાં માધ્યમો સાથે ન્યાયતંત્ર, ધારાસભા તથા કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરતી એજન્સીઓના રકાસ તરફ ધ્યાન દોર્યું.
આ બધા મુદ્દે 'ઇકૉનૉમિક ઍન્ડ પૉલિટિકલ વીકલી' અને 'સેમિનાર'માં લખવાની સાથોસાથ તેમણે ગુજરાતની સ્થિતિ પર સામાન્ય લોકોનું ધ્યાન આકર્ષવાના આશયથી ગુજરાતી દૈનિક 'દિવ્ય ભાસ્કર'માં સાપ્તાહિક કૉલમ ‘રાજપથ જનપથ’ લખી.
1990ના દાયકાથી જ સેતુએ ગુજરાતના વિભિન્ન સમાજોના ઐતિહાસિક સહઅસ્તિત્વનાં શિલ્પસ્થાપત્યો, કોતરણીકામ, શણગારલક્ષી કળા, ગુજરાતી ભક્તિ સાહિત્ય અને રોજિંદા જીવનમાં વણાયેલાં ઉદાહરણો પ્રકાશિત કર્યાં છે.
2005 અને 2011માં અચ્યુતભાઈએ ગુજરાતના ઇતિહાસને સમજવા માટેનાં સીમાચિહ્નરૂપ બે પુસ્તકોનું સહલેખન કર્યું છે, જેમાં એક પુસ્તક ગુજરાત અને બીજું પુસ્તક અમદાવાદ શહેરને કેન્દ્રસ્થાને રાખીને લખવામાં આવ્યું છે. આ બંને પુસ્તકોને એક સાથે જોતાં તે આજના ગુજરાતી સમાજની, તેની ચળવળોનો ઇતિહાસ, સ્થળાંતર, વૈવિધ્યતા અને હિંદુત્વની પેલે પાર રહેલી આશાનું વર્ણન કરે છે.
સામ્રાજ્યવાદી નોંધો અને વિગતો, ગાંધીલિખિત સાહિત્ય, ગાંધીવાદના સમર્થકો અને તેના ટીકાકરોનાં લેખનો, સમકાલીન હિંદી, અંગ્રેજી અને મરાઠી લેખકોએ રચેલાં સાહિત્યોથી આ લાઇબ્રેરી વિસ્તૃત બની છે.
તેમનાં પુસ્તકસંગ્રહમાં સાહિત્ય, ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, જીવનકથાઓ, પ્રવાસકથાઓ, સ્થાપત્ય, કળાનાં પુસ્તકો સાથે સંખ્યાબંધ શબ્દકોશો અને પર્યાયકોશો છે.
વર્તમાનનું વિગતવાર દસ્તાવેજીકરણ પણ તેમને મન એટલું જ મહત્ત્વપૂર્ણ હતું. તેમજ જેમજેમ લાઇબ્રેરીનો વ્યાપ વધતો ગયો તેમતેમ નાગરિક અને લોકતાંત્રિક અધિકારો, આદિવાસી અને દલિત મુદ્દા, મહિલાઓના મુદ્દા, કોમવાદ અને પર્યાવરણલક્ષી ન્યૂઝપેપરોની ક્લિપિંગોનું તેમનું કલેક્શન વધુ સમૃદ્ધ બનતું ગયું.
અચ્યુતભાઈ સપાટી પર કામ કરનારા ઍક્ટિવિસ્ટોને ગુજરાતીમાં લખવા માટે પ્રેરિત કરતા. નાના ઍક્શન ગ્રૂપો થકી જુદાજુદા વિસ્તારોમાં પરસ્પર ભાગીદારીવાળાં સંશોધનો સહિત આ ઍક્ટિવિસ્ટોના જ્ઞાન અને અનુભવોનાં આલેખનો સેતુનાં ગુજરાતી પ્રકાશનોમાં અગ્રિમ પંક્તિમાં રહેતાં.
તેમણે સપાટી પર રહીને કામ કરનારા ઍક્ટિવિસ્ટો માટે 'પાયાના કાર્યકરો' અને લોકહિમાયત માટે 'લોકપેરવી' જેવા શબ્દો આપ્યા, જે હવે ગુજરાતી શબ્દભંડોળનો ભાગ બની ચૂક્યા છે.
સામાજિક કાર્યકરોથી માંડીને, શૈક્ષણિક વર્તુળો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં અચ્યુતભાઈની વિદાય બાદ શ્રદ્ધાંજલિનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો.
ઉપરોક્ત પૈકી ઘણાએ ભારપૂર્વક અચ્યુતભાઈ સાથે થયેલી મુલાકાતોએ તેમની વૈચારિક સમૃદ્ધિમાં ભજવેલ ભાગ અંગે જણાવ્યું. તેમજ ડાંગના અંતરિયાળ વિસ્તારો, ગીરનાં જંગલો, નર્મદા બંધના કારણે જલપ્લાવિત બનેલા વિસ્તારો, કોટ વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર અને સાબરમતીના પૂર્વ છેડે વિકસતા જતા આધુનિક મહાનગર એવા અમદાવાદના પ્રવાસ વખતે ખુલ્લા મને ઘણાને સાથે રાખવાની તેમની ઉદારતાને બધાએ યાદ કરી હતી.
અંજલિ પાઠવનારાઓએ ઐતિહાસિક અને આધુનિક યુગની શરૂઆતના ગુજરાતના પુરાવા રજૂ કરીને મંદિરો, દેરાસરો અને મસ્જિદોના પ્રવાસ પણ યાદ કર્યા.
સંશોધકો અને પત્રકારોના વિચારોના ઘડતર અને લેખનની રજૂઆત માટે રાજ્યની સ્થિતિ જણાવવાની આ અચ્યુતભાઈની અલગ જ શૈલી હતી. પરંતુ આ રીતે ઝૂંપડાં અને ગામોમાં રહેતા લોકોને શિક્ષણવિદો અને પત્રકારો સાથે વાતચીત કરવાની અને જાહેર મત અને શૈક્ષણિક સંલાપના ઘડતરની પ્રક્રિયા અંગે જાણવાની તક મળતી.
ઑગસ્ટ 4, 2023એ અચ્યુતભાઈનું નિધન એ સંઘર્ષના આહ્વાન માટે બ્યુગલ ફૂંકાવા જેવી ઘટના સાબિત થવી જોઈએ. જેમ તેમણે કરી બતાવ્યું એમ, તાત્કાલિક લાભ વગર ઝઝૂમવું, લાંબા સંઘર્ષમાં એક સાથે મળીને કામ કરવું, વાંચવું, લખવું અને હિંમત અને દૃઢ નિશ્ચય સાથે કર્મ કરવું – તેમના સાંનિધ્યનો વિશેષ લાભ મેળવનારા આપણા સૌ માટે આગળનો રસ્તો કંઈક આવો જ છે.
અચ્યુત યાજ્ઞિક સાંપ્રત સમયના ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા સૌથી મહત્ત્વપૂર્ણ બૌદ્ધિક હતા.
ચરોતર પ્રદેશના ધર્મજ ગામમાં તેમનો જન્મ થયો અને બાળપણના પ્રારંભિક વર્ષો તેમણે દાદાની છત્રછાયા હેઠળ વિતાવ્યાં. મધ્ય ગુજરાતના સામાજિક જીવનનાં સાંસ્કૃતિક મૂલ્યો અને સ્વભાવની તેમના જીવન પર ઊંડી અસર હતી. તેમના દાદા એક કર્મકાંડી પૂજારી હતા અને તેમને દક્ષિણારૂપે મળતું અનાજ ઊંચકીને ઘરે પહોંચાડવા માટે અચ્યુતભાઈ તેમની મદદમાં રહેતા.
બાળપણમાં દાદાએ આપેલો ઠપકો અચ્યુતભાઈ માટે તેમના બૌદ્ધિક જીવનની દિશા નિર્ધારિત કરનારો બની ગયો. અચ્યુતભાઈએ ગામના સફાઈકર્મી સાથે તોછડાઈભર્યું કર્યું ત્યારે તેમના દાદાએ તેમને ટપાર્યા અને શીખ આપી હતી કે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને નબળી વ્યક્તિ સાથે ઊંચા અવાજે વાત કરવી એ યોગ્ય નથી.
બાળપણમાં થયેલા આવા અનુભવોએ સમાજજીવનનાં સ્થાપિત વ્યવહારો અને વર્તન વિશે તેમની સમજ વિકસાવી અને યુનિવર્સિટી કક્ષાએ ઍન્થ્રોપૉલૉજી (માનવશાસ્ત્ર) વિષયમાં તેમના શિક્ષણથી વાસ્તવિક સ્થિતિ સાથે જે-તે પ્રદેશના ઐતિહાસિક રાજકારણ અને સમાજશાસ્ત્ર સાથે જોડીને તેનું મૂલ્યાંકન કરવાનો પાયો રચાયો. જોકે તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં ઍન્થ્રોપૉલૉજીનો અભ્યાસ ડિગ્રી પૂર્ણ કર્યા વિના જ છોડી દીધો હતો.
દિલ્હી વસવાટ દરમિયાન અચ્યુતભાઈ એક સંસ્કૃત લાઇબ્રેરીમાં પુસ્તકોની સૂચિ તૈયાર કરવાની પાર્ટ-ટાઇમ નોકરી કરતા હતા. આ દરમિયાન તેઓ ગુજરાતી સમાજ સાથે પણ જોડાયા અને એ સમયે ગુજરાતથી દિલ્હી આવીને ગુજરાતી સમાજમાં રોકાતા અગ્રણી લોકો સાથે તેમનો સંવાદ સધાયો.
દિલ્હી યુનિવર્સિટીમાં તેમનો સંપર્ક કવિ સુંદરમ્ અને ભાષાશાસ્ત્રી પ્રબોધ પંડિત સાથે થયો. પ્રબોધ પંડિતના સામાજિક-ભાષાશાસ્ત્ર અને ગુજરાતી બોલીઓ પરનું કાર્ય જોઈને અચ્યુતભાઈને મળેલી ગુજરાતી ભાષાના સૂક્ષ્મ ભેદની સમજણથી તેમનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ વધુ અર્થપૂર્ણ બન્યો. જેને લીધે મધ્યયુગીન ગુજરાતી કવિતા અને સાહિત્યમાં તેમને ઊંડો રસ પડ્યો અને તે કાયમી બની ગયો.
આ એ સમયગાળો હતો, જ્યારે રામમનોહર લોહિયાએ યુવાન અચ્યુતભાઈને પોતાની સાથે જોડ્યા. આ જોડાણથી અચ્યુતભાઈને પ્રતિનિધિ લોકશાહી અને શાસન વ્યવસ્થાની પ્રક્રિયાના અભ્યાસ માટે લોકસભામાં થતી ચર્ચાઓનું અવલોકન કરવા સંસદની મુલાકાત લેવાની તક મળી.
પત્રકાર અને રાજકીય બદલાવોના સાક્ષી
1960ના દાયકાનાં છેલ્લાં વર્ષોમાં દિલ્હીથી અમદાવાદ પરત આવ્યા બાદ અચ્યુતભાઈ ગુજરાત સમાચાર અખબારમાં જોડાયા. અહીં તેમને વર્કિંગ જર્નલિસ્ટ યુનિયન અને પ્રેસ વર્કર્સ યુનિયનના સક્રિય સભ્ય તરીકે રાજકારણ અને મીડિયાને જોડતી કડીઓની ઓળખ થઈ.અચ્યુતભાઈ વર્ષ 1974-75માં ગુજરાતના સામાજિક અને રાજકીય સ્વરૂપને નોંધપાત્ર આકાર આપનારા અને વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ સરકારમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધના 'નવનિર્માણ આંદોલન'માં જોડાયા. જૂન 1975માં દેશમાં કટોકટી જાહેર થઈ અને અચ્યુતભાઈએ સામાજિક કર્મશિલો, લેખકો, પત્રકારો, શિક્ષકો અને નિસ્બત ધરાવતા લોકોને એકસૂત્રતામાં બાંધીને તેમના વિરોધને વ્યક્ત કરવા માટે એક બહોળા નાગરિક સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું.
ઝીણાભાઈ દરજી સાથે મળીને 'ખામ' એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમાજના મતદારોને સંગઠિત કરીને સાથે ચૂંટણીમાં તેમના મત મેળવવાની થિયરી તૈયાર કરનારા માધવસિંહ સોલંકી એ સમયે અચ્યુતભાઈ સાથે ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કાર્યરત્ હતા. આ ખામ થિયરી સોલંકીને ગુજરાતના રાજકારણમાં 1980ના દાયકામાં મુખ્ય મંત્રીપદની સત્તા સુધી દોરી ગઈ. ગુજરાતના એ સામાજિક અને રાજકીય પરિદૃશ્યમાં આવી રહેલાં પરિવર્તન વચ્ચે અચ્યુતભાઈ ગુજરાતમાં ઊભરતા રાજકીય ફલક અને ગુજરાતના સામાજિક તાણાવાણા પર તેની અસરોને નિકટથી જોનારા સાક્ષી બન્યા.
વ્યવસાયિક અને રાજકીય પ્રવૃત્તિઓ વચ્ચે અચ્યુતભાઈની સર્જનાત્મકતા ખીલી ઊઠી.
આ દરમિયાન અચ્યુતભાઈ ‘હેવમોર ગ્રૂપ’ના કાયમી સહભાગી બની ગયા. અમદાવાદ ઍલિસબ્રિજના ખૂણે આવેલી હેવમોર રેસ્ટોરાંમાં લેખકો, કવિઓ અને કલાકારો સાહિત્ય, સૌંદર્યશાસ્ત્ર અને કવિતાઓની ચર્ચામાં હંમેશાં જોવા મળતા. ભૂપેન ખખ્ખર અને જેરામ પટેલ જેવા કલાકારો પણ આ જૂથની ચર્ચામાં ભાગ લીધા બાદ રાતની અંતિમ બસ મારફતે બરોડા પાછા જતા.
આ સમય સુધી અચ્યુતભાઈની કવિતાઓ પ્રકાશિત થઈ ચૂકી હતી અને જેના પરિણામે ઉમાશંકર જોશી, નિરંજન ભગત, લાભશંકર ઠાકર, શેખાદમ આબુવાલા અને ચીનુ મોદી જેવા સર્જકો સાથે તેમની મિત્રતા કેળવાઈ.
અચ્યુતભાઈએ નોંધ્યું કે માણસોની પરિસ્થિતિની ઊંડી સમજ કવિતા અને સાહિત્યમાં જોવા મળે છે, જ્યારે સામાજિક વિજ્ઞાનો તો માત્ર એ પરિસ્થિતિની ઉપરછલ્લી ઝલક જ બતાવી શકે છે. છતાં તેમણે સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને રાજ્યશાસ્ત્રી સાથે પણ હાથ મિલાવ્યા. આ ગઠબંધન શૈક્ષણિક જ્ઞાનસર્જનની પ્રક્રિયાનું નિમિત્ત બન્યું.
વર્ષ 1981માં તેઓ સુરતમાં 'સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝ' દ્વારા પ્રકાશિત ગુજરાતી સંશોધન જર્નલ ‘અર્થાત્’ના સ્થાપક તંત્રી બન્યા.
બરાબર આ જ સમયગાળાની આસપાસ તેઓ 'ઇકૉનૉમિક ઍન્ડ પૉલિટિકલ વીકલી'ના ગુજરાતના સંવાદદાતા અને દિલ્હી ખાતેના 'સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ'ના 'લોકાયન' પ્રોજેક્ટના ગુજરાતના સંયોજક હતા. આ પ્રવૃત્તિને કારણે તેઓ સમગ્ર ભારતના શિક્ષણવિદો અને કાર્યકરોના સંપર્કમાં આવ્યા, જે પૈકી ઘણા તેમના આજીવન મિત્રો બની ગયા.
'સેતુ'ની સ્થાપના
તેમણે બાદમાં માનવાધિકારોના હિમાયતી તરીકેની પ્રવૃત્તિમાં ઝંપલાવ્યું અને ગુજરાતમાં 'પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ' (પીયુસીએલ) સંગઠનના જનરલ સેક્રેટરી તરીકેનો પદભાર સંભાળ્યો.આ પ્રવૃત્તિઓ અને ગઠબંધનો 'સેતુ - સેન્ટર ફૉર સોશિયલ નૉલેજ ઍન્ડ ઍક્શન'ના નિર્માણનાં નિમિત્ત બન્યાં. સેતુ એ વર્ષ 1982માં અચ્યુતભાઈએ સ્થાપેલી બિનસરકારી સંસ્થા છે. અચ્યુતભાઈએ આજીવન આ સંસ્થાના વડાનું પદ શોભાવ્યું.
આ સંસ્થાનું નામ તેની પ્રવૃત્તિઓથી માહિતગાર કરનારાં વૈચારિક મંચ અને નૈતિક પરિધિનો ખ્યાલ આપે છે. અચ્યુતભાઈ નક્કરપણે એ વાત માનતા કે જ્ઞાન અને કર્મ બંને એકબીજાનાં પૂરક છે, તેમજ બંને એક સાથે સામાજિક બદલાવ તરફ દોરી જવાની શક્તિ ધરાવે છે.
જ્ઞાન એ સમાજિક પ્રવૃત્તિઓની પેદાશ છે, જે કર્મને વધુ સમૃદ્ધ બનાવી છેવાડે રહેલા લોકોનાં જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. પાયાના સ્તરે થયેલું કર્મ જ્ઞાનનું સર્જન કરે છે જે શૈક્ષણિક સમુદાય, મીડિયા અને રાજકારણને માહિતગાર કરવા માટે જરૂરી છે.
તેમણે સામાજિક જ્ઞાન અને કર્મને જોડતા એક પુલ તરીકે 'સેતુ'ની કલ્પના કરી હતી, જે જ્ઞાનમીમાંસક ન્યાય, સપાટી પરનું ઍક્ટિવિઝ્મ અને હિમાયતી પ્રવૃત્તિને વરેલો હોય. આ સંસ્થાના ગવર્નિગ બોર્ડમાં દલિતો અને આદિવાસી આગેવાનો તેમજ શૈક્ષણિક સમુદાયના લોકો સામેલ છે.
'સેતુ'એ ગુજરાતના ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં છેવાડાના લોકો અને લઘુમતી સમુદાયો સાથે કામ કરવાની શરૂઆત કરી. જેમાં આ સમુદાયોની મહિલાઓના પ્રતિનિધિત્વનો ખાસ ખ્યાલ રખાતો.
સંસ્થા આ જૂથોને એકસૂત્રમાં બાંધીને, તેમના સ્થાનિક પ્રશ્નો અને પડકારોનો સામનો કરવા માટે તેમનો અલાયદો સમૂહ, સ્થાનિક નેતૃત્ત્વ નિર્માણ અને તેમની સંસ્થાઓને સ્થાપવામાં મદદરૂપ બને છે.
આ જૂથોને પ્રાદેશિક અને રાષ્ટ્રીય ફલક પર તેમની મૂંઝવણો અને પડકારોને વ્યક્ત કરવા માટે મંચ પૂરો પાડીને જાહેર ચર્ચાઓમાં તેમનો સમાવેશ થાય એવો આ સંસ્થાનો હેતુ છે.
આમ, ટૂંક સમયમાં જ સેતુ એક સંસ્થા તરીકે ઘણા બધા મુદ્દા સાથે સંકળાઈ. જેમાં નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવાની યોજનાને કારણે આદિવાસીઓનાં સ્થળાંતર અને તેમના ન્યાયિક પુનર્વસનના અધિકારનો મુદ્દો, ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં દલિતો વિરુદ્ધ અત્યાચારનો મુદ્દો, સ્ત્રીઓ સાથે હિંસા અને વિધવા નિર્વાસનનો મુદ્દો, ઉત્તર ગુજરાતમાં આદિવાસી અને દલિતોને જમીન હકનો મુદ્દો અને રાજ્યમાં ઝડપથી વણસી રહેલા કોમી સૌહાર્દને જાળવી રાખવા માટેનાં અભિયાન જેવા મુદ્દા સામેલ હતા.
ધમકીઓ અને બદનક્ષીના આરોપો સામે અડગ
આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે અચ્યુતભાઈ ભારતના નાગરિક તરીકે પોતાના અધિકારો માટે માગ ઉઠાવવાની સાથોસાથ બંધારણે આપેલા સમાનતા, સમાન તક અને ગરિમાના અધિકારો માટે રાજ્યને જવાબદાર ઠેરવે એવા નૈસર્ગિક નેતૃત્વના ઉદયને મદદરૂપ થવાની તેમની પ્રતિબદ્ધતા પર અડગ રહ્યા.આ મૂલ્યોને કારણે કાયદાકીય હિમાયત એ સેતુના કામનું એક પાસું બની ગઈ. જે બાદમાં માનવાધિકારોના હિમાયતી વકીલ ગિરીશ પટેલ સાથે અચ્યુતભાઈની લાંબી ભાગીદારીનું નિમિત્ત બની.
આ પ્રયત્નોની એક શાખા ‘ફોરમ 21’ બની. 1990માં સ્થાપિત ફોરમ 21 એ ભારતના બંધારણ દ્વારા અનુચ્છેદ 21 અંતર્ગત અપાયેલ જીવન જીવવાનો અધિકાર અને બધા નાગરિકોને ગૌરવપૂર્ણ કામ થકી આજીવિકા રળવાના અધિકારના અમલ માટે બનાવાયેલું પ્લૅટફૉર્મ હતું.
રાજ્ય પાસેથી ન્યાય માગવાની આ પ્રતિબદ્ધતા અને તેની નિષ્ફળતાની ટીકાને કારણે વારંવાર સત્તાના કેન્દ્રો સાથે સીધું ઘર્ષણ ઊભું થતું. જેને કારણે પોતાનાં મૂલ્યો સાથે કોઈ સમાધાન ન કરનારા અચ્યુતભાઈએ ‘લેખિત બદનક્ષી’ના આરોપો સહિત અન્ય ઘણી ધમકીઓનો સામનો કર્યો. પરંતુ તેઓ આ ભયસ્થાનો સામે પણ કૌશલ્ય અને દૃઢ નિશ્ચય સાથે અડગ રહ્યા.
1990ના દાયકામાં હિંદુત્વની વિચારધારાના ઉદય સાથે વધી રહેલો કોમી તણાવ અચ્યુતભાઈ માટે ખૂબ ચિંતાનો વિષય હતો. તેઓ માનતા હતા કે બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટના ભારતના ‘પ્રથમ પ્રજાતંત્ર’નો અંત હતો.
તેમણે ખૂબ તીક્ષ્ણ અંદાજમાં તેમના નિબંધ ‘હિંદુત્વ એઝ સવર્ણ પુરાણ’માં ગુજરાતી સમાજ અને ઓળખનાં સતત બદલાતાં પરિમાણો નોંધ્યાં છે. આ સિવાય તેમણે વર્ષ 2002ની હિંસાને અનુલક્ષીને સતત પક્ષપાતી વલણ અપનાવતાં જતાં માધ્યમો સાથે ન્યાયતંત્ર, ધારાસભા તથા કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરતી એજન્સીઓના રકાસ તરફ ધ્યાન દોર્યું.
આ બધા મુદ્દે 'ઇકૉનૉમિક ઍન્ડ પૉલિટિકલ વીકલી' અને 'સેમિનાર'માં લખવાની સાથોસાથ તેમણે ગુજરાતની સ્થિતિ પર સામાન્ય લોકોનું ધ્યાન આકર્ષવાના આશયથી ગુજરાતી દૈનિક 'દિવ્ય ભાસ્કર'માં સાપ્તાહિક કૉલમ ‘રાજપથ જનપથ’ લખી.
1990ના દાયકાથી જ સેતુએ ગુજરાતના વિભિન્ન સમાજોના ઐતિહાસિક સહઅસ્તિત્વનાં શિલ્પસ્થાપત્યો, કોતરણીકામ, શણગારલક્ષી કળા, ગુજરાતી ભક્તિ સાહિત્ય અને રોજિંદા જીવનમાં વણાયેલાં ઉદાહરણો પ્રકાશિત કર્યાં છે.
2005 અને 2011માં અચ્યુતભાઈએ ગુજરાતના ઇતિહાસને સમજવા માટેનાં સીમાચિહ્નરૂપ બે પુસ્તકોનું સહલેખન કર્યું છે, જેમાં એક પુસ્તક ગુજરાત અને બીજું પુસ્તક અમદાવાદ શહેરને કેન્દ્રસ્થાને રાખીને લખવામાં આવ્યું છે. આ બંને પુસ્તકોને એક સાથે જોતાં તે આજના ગુજરાતી સમાજની, તેની ચળવળોનો ઇતિહાસ, સ્થળાંતર, વૈવિધ્યતા અને હિંદુત્વની પેલે પાર રહેલી આશાનું વર્ણન કરે છે.
શિક્ષણવિદો અને પત્રકારોના ઘડતરમાં ભૂમિકા
અચ્યુતભાઈને મન ગુજરાતી ભાષાનું અદ્વિતીય સ્થાન હતું. તેમણે સેતુ ખાતે એક સમૃદ્ધ લાઇબ્રેરી પણ વિકસાવી હતી. જેમાં 19મી સદીનો તેમનો પોતાનો ગુજરાતી ભાષાસામગ્રીનો સંગ્રહ પણ સામેલ હતો.સામ્રાજ્યવાદી નોંધો અને વિગતો, ગાંધીલિખિત સાહિત્ય, ગાંધીવાદના સમર્થકો અને તેના ટીકાકરોનાં લેખનો, સમકાલીન હિંદી, અંગ્રેજી અને મરાઠી લેખકોએ રચેલાં સાહિત્યોથી આ લાઇબ્રેરી વિસ્તૃત બની છે.
તેમનાં પુસ્તકસંગ્રહમાં સાહિત્ય, ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, જીવનકથાઓ, પ્રવાસકથાઓ, સ્થાપત્ય, કળાનાં પુસ્તકો સાથે સંખ્યાબંધ શબ્દકોશો અને પર્યાયકોશો છે.
વર્તમાનનું વિગતવાર દસ્તાવેજીકરણ પણ તેમને મન એટલું જ મહત્ત્વપૂર્ણ હતું. તેમજ જેમજેમ લાઇબ્રેરીનો વ્યાપ વધતો ગયો તેમતેમ નાગરિક અને લોકતાંત્રિક અધિકારો, આદિવાસી અને દલિત મુદ્દા, મહિલાઓના મુદ્દા, કોમવાદ અને પર્યાવરણલક્ષી ન્યૂઝપેપરોની ક્લિપિંગોનું તેમનું કલેક્શન વધુ સમૃદ્ધ બનતું ગયું.
અચ્યુતભાઈ સપાટી પર કામ કરનારા ઍક્ટિવિસ્ટોને ગુજરાતીમાં લખવા માટે પ્રેરિત કરતા. નાના ઍક્શન ગ્રૂપો થકી જુદાજુદા વિસ્તારોમાં પરસ્પર ભાગીદારીવાળાં સંશોધનો સહિત આ ઍક્ટિવિસ્ટોના જ્ઞાન અને અનુભવોનાં આલેખનો સેતુનાં ગુજરાતી પ્રકાશનોમાં અગ્રિમ પંક્તિમાં રહેતાં.
તેમણે સપાટી પર રહીને કામ કરનારા ઍક્ટિવિસ્ટો માટે 'પાયાના કાર્યકરો' અને લોકહિમાયત માટે 'લોકપેરવી' જેવા શબ્દો આપ્યા, જે હવે ગુજરાતી શબ્દભંડોળનો ભાગ બની ચૂક્યા છે.
સામાજિક કાર્યકરોથી માંડીને, શૈક્ષણિક વર્તુળો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં અચ્યુતભાઈની વિદાય બાદ શ્રદ્ધાંજલિનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો.
ઉપરોક્ત પૈકી ઘણાએ ભારપૂર્વક અચ્યુતભાઈ સાથે થયેલી મુલાકાતોએ તેમની વૈચારિક સમૃદ્ધિમાં ભજવેલ ભાગ અંગે જણાવ્યું. તેમજ ડાંગના અંતરિયાળ વિસ્તારો, ગીરનાં જંગલો, નર્મદા બંધના કારણે જલપ્લાવિત બનેલા વિસ્તારો, કોટ વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર અને સાબરમતીના પૂર્વ છેડે વિકસતા જતા આધુનિક મહાનગર એવા અમદાવાદના પ્રવાસ વખતે ખુલ્લા મને ઘણાને સાથે રાખવાની તેમની ઉદારતાને બધાએ યાદ કરી હતી.
અંજલિ પાઠવનારાઓએ ઐતિહાસિક અને આધુનિક યુગની શરૂઆતના ગુજરાતના પુરાવા રજૂ કરીને મંદિરો, દેરાસરો અને મસ્જિદોના પ્રવાસ પણ યાદ કર્યા.
સંશોધકો અને પત્રકારોના વિચારોના ઘડતર અને લેખનની રજૂઆત માટે રાજ્યની સ્થિતિ જણાવવાની આ અચ્યુતભાઈની અલગ જ શૈલી હતી. પરંતુ આ રીતે ઝૂંપડાં અને ગામોમાં રહેતા લોકોને શિક્ષણવિદો અને પત્રકારો સાથે વાતચીત કરવાની અને જાહેર મત અને શૈક્ષણિક સંલાપના ઘડતરની પ્રક્રિયા અંગે જાણવાની તક મળતી.
ઑગસ્ટ 4, 2023એ અચ્યુતભાઈનું નિધન એ સંઘર્ષના આહ્વાન માટે બ્યુગલ ફૂંકાવા જેવી ઘટના સાબિત થવી જોઈએ. જેમ તેમણે કરી બતાવ્યું એમ, તાત્કાલિક લાભ વગર ઝઝૂમવું, લાંબા સંઘર્ષમાં એક સાથે મળીને કામ કરવું, વાંચવું, લખવું અને હિંમત અને દૃઢ નિશ્ચય સાથે કર્મ કરવું – તેમના સાંનિધ્યનો વિશેષ લાભ મેળવનારા આપણા સૌ માટે આગળનો રસ્તો કંઈક આવો જ છે.
---
*સામાજિક કાર્યકર
टिप्पणियाँ