ઈસ્લામિક કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને દેશમાંથી કાઢી મૂક્યા છે. 5 ઓગસ્ટ 2024ના રોજ તેમણે રાજીનામું દીધું અને તરત જ ભારતમાં આવી ગયા અને હવે લંડન કે અન્ય જગ્યાએ જવા તૈયારી કરી રહ્યા છે.
શેખ હસિનાને બાંગ્લાદેશ છોડીને કેમ ભાગવું પડ્યું? શેખ હસિનાએ 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનાર સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને સરકારી નોકરીઓમાં 30% અનામતની જોગવાઈ કરી. તેની સામે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. બાંગ્લાદેશની સુપ્રિમકોર્ટે આ અનામત ઘટાડીને 5% કરી. છતાં આંદોલન બંધ ન થયું. 4 ઓગસ્ટ 2024ના રોજ પોલીસ ફાયરિંગમાં 100 વધુ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. ઢાકામાં, બાંગ્લાદેશના જનક શેખ મુજીબુર રહમાનની વિશાળપ્રતિમા આંદોલનકારીઓએ તોડી નાખી ! ઢાંકાની સડક પર લગભગ 4 લાખ દેખાવકારો એકત્ર થયા છે. બાંગ્લાદેશના પ્રમુખ અખબાર ‘ધ ડેઈલી સ્ટાર’ કહે છે કે ‘છેલ્લા 3 અઠવાડિયામાં 300થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા છે !’
મૂળ કારણ તો એ છે કે શેખ હસિનાએ કટ્ટરપંથીઓને મહત્વ આપેલ, તે કટ્ટરપંથીઓ જ તેમના માટે જોખમી બની ગયા ! ભારતમાં આ જોખમ ગોડસેવાદીઓથી છે જ ! કટ્ટપંથીઓએ 1999માં પ્રસિદ્ધ લેખિકા તસ્લિમા નસરિને બાંગ્લાદેશમાંથી ભગાડી મૂકી હતી !
તસ્લિમા નસરિને કહ્યું છે : “જે ઈસ્લામિક કટ્ટરપંથીઓએ મને દેશમાંથી કાઢી મૂકી હતી, એ જ ઈસ્લામી કટ્ટરપંથીઓના કારણે શેખ હસિનાને દેશ છોડવો પડ્યો છે ! હું 1999માં મારા દેશમાં પરત ગઈ ત્યારે હસિનાએ કટ્ટરપંથીઓને ખુશ કરવા મને બાંગ્લાદેશમાં પ્રવેશવા દીધી ન હતી. ત્યાર બાદ મને બાંગ્લા દેશમાં જવાની મંજૂરી મળી નહીં. આજે એ ઈસ્લામિક કટ્ટરપંથી વિદ્યાર્થીઓ આંદોલનનો હિસ્સો બની શેખ હંસિકાને દેશ છોડવા મજબૂર કરી દીધા છે.”
બાંગ્લાદેશમાં મહિલાઓની સમાનતા અને સાંપ્રદાયિકતા પરની તેમની નવલકથા ‘લજ્જા’ (1993) તથા ‘અમર મેયેબેલા’ (1998) પર બાંગ્લાદેશ સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. તસ્લિમા નસરિન હાલ ભારતમાં રહે છે.
કટ્ટરપંથ વાઘ-સવારી જેવો છે, જેવા તેની પરથી ઊતરો એટલે પહેલાં તમને જ ફાડી ખાય !
શેખ હસિનાએ ભારત સાથે અનેક કરાર કર્યા હતા તે હવે કચરાપેટીમાં જતાં રહેશે. જે 1971માં, બાંગ્લાદેશની આઝાદી માટે ભારતના સૈનિકોએ લોહી વહાવેલ અને ભારતના એકેએક નાગરિકોએ વધારાનો ટેક્સ ભરેલ. બાંગ્લાદેશમાં લોકશાહી ટકી રહે તે ભારતના હિતમાં છે. દુ:ખની બાબત એ છે કે આપણા વડાપ્રધાન અને તેમના ગુપ્તચર વડા ડોભાલ બાંગ્લાદેશની સ્થિતિથી વાકેફ પણ ન રહ્યા ! બાંગ્લાદેશ પાકિસ્તાનના રસ્તે જાય તે પહેલા જાગવાની જરુર નથી?
---
સ્રોત: ફેસબુક
टिप्पणियाँ