सीधे मुख्य सामग्री पर जाएं

જો બાંગ્લાદેશમાં સરકાર ખરેખર ધર્મનિરપેક્ષ રહી હોય તો હિંદુઓની જે હાલત આજે ત્યાં છે તે ન હોત

- હેમન્તકુમાર શાહ 
  
બાંગ્લાદેશના બંધારણમાં ભારતના બંધારણની જેમ આમુખ છે. એ આમુખના શીર્ષકની ઉપર જ લખવામાં આવ્યું છે કે, “બિસ્મિલ્લાહ-અર-રહેમાન-અર-રહીમ”. એટલે કે “જે સર્જક અને દયાળુ છે તે અલ્લાહને નામે”. આમ, અલ્લાહના નામથી તો બંધારણનો આરંભ થાય છે. આમુખની બીજી લીટીમાં રાષ્ટ્રવાદ, સમાજવાદ, લોકશાહી અને બિન-સાંપ્રદાયિકતાના આદર્શો સ્વીકારવામાં આવ્યા છે. આ બંધારણ તા.૦૪-૧૧-૧૯૭૨ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું કે જ્યારે તેને પાકિસ્તાનથી આઝાદી અપાવનાર શેખ મુજીબુર રહેમાન વડા પ્રધાન અને પછી રાષ્ટ્રપ્રમુખ તરીકે હયાત હતા. તમામ નાગરિકો માટે કાયદાનું શાસન હોય, મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતા હોય, અને સમાનતા અને ન્યાય હોય એવું રાજ્યનું ધ્યેય છે એમ પણ આ આમુખમાં લખવામાં આવ્યું છે. 
બાંગ્લાદેશે 1972માં જ્યારે બંધારણમાં બિન-સાંપ્રદાયિકતા શબ્દ વાપર્યો ત્યારે તે દક્ષિણ એશિયામાં બંધારણમાં એ શબ્દ મૂકનાર પ્રથમ દેશ બન્યો હતો. ભારતમાં એ શબ્દ ૧૯૭૬માં ૪૨મા બંધારણ સુધારાથી ઇન્દિરા ગાંધીએ આમુખમાં દાખલ કરેલો. પછી ૨૦૧૧માં જ બાંગ્લાદેશના બંધારણમાં પંદરમો સુધારો કરવામાં આવ્યો અને રાજ્યનો ધર્મ ઇસ્લામ છે એમ કલમ-૨એમાં કહેવામાં આવ્યું. આમ, બાંગ્લાદેશ ધર્મરાજ્ય બની ગયું. જો કે, એ જ કલમમાં એમ લખવામાં આવ્યું કે હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી અને અન્ય ધર્મોના વ્યવહારમાં સમાન દરજ્જો અને સમાન અધિકારો સુનિશ્ચિત થાય તેની કાળજી રાખશે. 
જો કે, બાંગ્લાદેશની સરકાર ઇસ્લામને પ્રાથમિકતા આપશે એ તો આ સુધારાથી નક્કી થઈ ગયું. એક બાજુ બાંગ્લાદેશ આમુખમાં કહેવામાં આવે તેમ બિન-સાંપ્રદાયિકતાને આદર્શ ગણે છે અને બીજી બાજુ તે ધર્મરાજ્ય છે એમ ઘોષિત કરે છે! આ બંને તદ્દન વિરોધાભાસી બાબતો છે. ત્યાંની સરકારનો વ્યવહાર કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાનો રહ્યો છે કે નહિ અને હિન્દુઓ સહિતની લઘુમતીઓને સમાન અધિકારો પ્રાપ્ત થયા છે કે નહિ તે તો એક જુદો જ મુદ્દો છે. પરંતુ ધર્મરાજ્ય અન્ય ધર્મીઓ સાથે ભેદભાવ આચરે જ એમાં કોઈ શંકા નથી. કોઈ ધર્મરાજ્ય ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ કેવી રીતે હોઈ શકે એ સમજાતું જ નથી.   
અત્યારે જ્યારે બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી ઊભી થઈ છે ત્યારે જે હિંસા આચરાઈ રહી છે તેમાં હિંદુઓને, તેમનાં ઘરોને અને મંદિરોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે તેવા અહેવાલો વ્યાપકપણે જોવા મળે છે. તે એમ બતાવે છે કે બાંગ્લા મુસ્લિમો ધર્મનિરપેક્ષ નથી. જો કે, આંદોલનકારી મુસ્લિમો જ હિંદુ મંદિરો અને હિંદુઓને રક્ષણ આપી રહ્યાના અહેવાલો પણ છે. હીનતા બધે જ હોય છે એમ શાણપણ ઓછું હોય, અથવા શાણપણભરી રીતે વર્તવાની હિંમત ઓછી હોય, તો પણ તે જગતમાં બધે જ હોય છે એની એ સાબિતી છે. 
એક હકીકત એ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓ કે અન્ય લઘુમતીઓ પ્રત્યે જે વ્યવહાર ૧૯૪૭માં બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા થયા પછી કરવામાં આવ્યો તેનાં ઉદાહરણો ભારતમાં આપવામાં આવે છે. એ બંને દેશોમાં ધર્મનિરપેક્ષતાના સંદર્ભમાં જે કંઈ થાય છે તે ભારતના હિંદુ જનમાનસ પર, આપણે ઈચ્છીએ કે ન ઇચ્છીએ, અસર કરે જ છે. એ બંને તો ઇસ્લામી રાજ્યો છે, પણ ભારત ક્યાં હિંદુ રાષ્ટ્ર છે, આપણે તો ધર્મનિરપેક્ષ રાજ્ય છીએ એટલે તેનાં ઉદાહરણો ભારતમાં લેવાય નહિ એવી દલીલ સાચી છે તેમ છતાં તે ઘણી વાર કારગત નીવડતી નથી અને ખરેખરા અર્થમાં ધર્મનિરપેક્ષ હોય તેવા હિંદુઓ પણ મુસ્લિમો આજે નહિ તો કાલે, દાયકાઓ પછી પણ,  હિંદુઓને હિંદુ નહિ રહેવા દે, અને શાંતિથી હિંદુ તરીકે જીવવા નહિ દે એવી માન્યતા ધરાવતા થઈ જાય છે. 
બાંગ્લાદેશમાં હિન્દુઓને રંજાડવામાં આવતા હોવાના સમાચારો વારંવાર આવ્યા જ કરતા રહ્યા છે. આ બધું શેખ હસીનાના દોઢ દાયકાના શાસનમાં પણ બન્યું છે અને તે પહેલાં પણ બન્યું છે. શેખ હસીના વડાં પ્રધાન બન્યાં પછી જ ૨૦૧૧માં બાંગ્લાદેશ ધર્મરાજ્ય બને તેવો પંદરમો સુધારો ત્યાંના બંધારણમાં થયેલો એ પણ હકીકત છે. 
એ બંધારણની કલમ-૧૨નું શીર્ષક છે: ‘બિન-સાંપ્રદાયિકતા અને ધર્મસ્વાતંત્ર્ય’. તેમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનો અમલ કરવા ચાર મુદ્દા લખવામાં આવ્યા છે: (૧) તમામ સ્વરૂપના કોમવાદનું નિવારણ. (૨) કોઈ પણ ધર્મને રાજકીય દરજ્જો રાજ્ય ન આપે. (૩) રાજકીય હેતુઓ માટે ધર્મનો દુરુપયોગ ન કરવામાં આવે. (૪) કોઈ પણ ધર્મનું પાલન કરનારી વ્યક્તિઓની સતામણી ન કરવામાં આવે કે તેમની સામે કોઈ ભેદભાવ આચરવામાં ન આવે.  
બાંગ્લાદેશમાં જુદા જુદા ધર્મોના લોકો માટે ભારતમાં છે તેમ વ્યક્તિગત કાયદાઓ જુદા જુદા છે પરંતુ ઉપરના ચાર સિદ્ધાંતોનો અમલ કેટલો થયો તે અગત્યનો મુદ્દો છે. શેખ હસીનાની વિદાય પછી બાંગ્લાદેશમાં જેટલી છે તેટલી ધર્મનિરપેક્ષતાનું પણ શું થશે તે મોટો સવાલ છે. તેનું કારણ એ છે કે બેગમ ખાલિદા ઝિયાના પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) જમાતે ઇસ્લામી સાથે ગાઢ રાજકીય સંબંધ ધરાવે છે અને જમાતે ઇસ્લામી એ ત્યાં માત્ર કોઈ ધાર્મિક સંગઠન નથી પણ એક રાજકીય પક્ષ પણ છે. 
ઓગસ્ટ-૨૦૧૩માં ત્યાંની સર્વોચ્ચ અદાલતે તો તેની એક રાજકીય પક્ષ તરીકેની નોંધણી રદ કરી હતી અને તેના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હજુ હમણાં જ પહેલી ઓગસ્ટથી શેખ હસીનાની સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પણ તે હવે સત્તામાં ભાગીદાર થાય કે તેનો રાજકીય ગજ વાગે એવી શક્યતાઓ ભરપૂર માત્રામાં ઊભી થઈ છે.   
બાંગ્લાદેશના મુસ્લિમો કેટલા ધર્મનિરપેક્ષ છે? કે પછી તેમને હિન્દુઓનું ધર્માંતરણ કરાવવામાં સક્રિય રસ છે? ૨૦૨૨ની વસ્તી ગણતરી મુજબ બાંગ્લાદેશની વસ્તી ૧૬.૫૨ કરોડ છે અને એમાં હિંદુ વસ્તી ૧.૩૧ કરોડ એટલે કે ૭.૯૫ ટકા છે. ૧૯૭૪માં ત્યાં કુલ વસ્તી ૭.૧૫ કરોડ હતી અને તેમાં હિન્દુઓની વસ્તી ૯૭ લાખ એટલે કે ૧૩.૫ ટકા  હતી. આ આંકડા પરથી કેટલાક સવાલો ઊભા થાય છે: (૧) જો દેશની કુલ વસ્તી 38 વર્ષમાં લગભગ સવા બે ગણી થઈ ગઈ તો હિન્દુઓની વસ્તી એટલી કેમ ના વધી? ટકાવારી પ્રમાણ ઘટ્યું કેમ? (૨) શું લાખો હિંદુઓ બાંગ્લાદેશની  બહાર જતા રહ્યા એટલે તેમની વસ્તીનું ટકાવારી પ્રમણ ઘટી ગયું? (૩) શું ત્યાંના હિંદુઓએ પોતે જ પોતાની વસ્તી નિયંત્રિત કરી? (૪) શું મુસ્લિમોએ હિંદુઓનું ધર્માંતરણ કરાવવાના ભાતભાતના રસ્તા અપનાવ્યા કે પછી એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે જાનમાલ અને ઈજ્જત બચાવવા માટે હિંદુઓએ પોતે જ ઇસ્લામ ધર્મ અપનાવ્યો? 
સ્પષ્ટ છે કે હિંદુઓની વસ્તી આજે બાંગ્લાદેશમાં આશરે ૨.૧૪ કરોડ તો હોય જ, પણ નથી. ઇસ્લામમાં ધર્માંતરણ વાજિબ છે. ઇસ્લામ વિસ્તારવાદી ધર્મ છે. એટલે આજના અખબારી અહેવાલો પ્રમાણે જો બાંગ્લાદેશી હિંદુઓ હવે નવી સરકારથી ડરીને ભારતમાં આવવાની કોશિશ કરે તો રહ્યાસહ્યા હિંદુઓ પણ મુસ્લિમોથી વધુ ડરે છે એમ જ સાબિત થાય. 
સવાલ ભારતની ધર્મનિરપેક્ષતાનો પણ છે કારણ કે ભારતમાં ધર્મનિરપેક્ષતાના અમલ સામે હિન્દુત્વનો ઝંડો ઉગામનારા દ્વારા જે સવાલો ઊભા કરવામાં આવે છે તે પાકિસ્તાન અને બાંગ્લાદેશની કહેવાતી ધર્મનિરપેક્ષતા પર પણ આધાર રાખે છે. જો બાંગ્લાદેશમાં રાજ્ય એટલે કે સરકાર ખરેખર ધર્મનિરપેક્ષ રહી હોય તો હિંદુઓની જે હાલત આજે ત્યાં છે તે ન હોત. બીજા ધર્મોના લોકોને મુસ્લિમ અને ખ્રિસ્તી બનાવવાનો ધંધો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંધ કરે તો દક્ષિણ એશિયામાં, ભારતમાં અને દુનિયાભરમાં શાંતિ ઊભી થવાની શક્યતાઓ ખરેખર વધી જાય તેમ છે એમાં લેશમાત્ર શંકા નથી. પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એવી કોઈ પણ ધર્મના લોકોની દૃઢ માન્યતા અશાંતિનું કારણ બને છે.    


તા.૦૮-૦૮-૨૦૨૪

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

आदिवासी की पुलिस हिरासत में हत्या के लिए ज़िम्मेवार पुलिस कर्मियों को गिरफ्तार करो

- शिवराम कनासे, अंतराम अवासे, माधुरी*  --- पुलिस हिरासत में आदिवासी की मौत: धर्मेंद्र दांगोड़े का परिवार खंडवा एसपी कार्यालय पहुंचा, दोषी पुलिस कर्मियों के गिरफ्तारी की उठाई मांग – आदिवासी संगठनों ने कार्यवाही न होने पर पूरे निमाड में आदिवासी आंदोलन की दी चेतावनी... --- पुलिस हिरासत में आदिवासी की मौत का खंडवा-खरगोन में तीन साल में यह तीसरा मामला – इससे पहले भी पुलिस कर्मियों को दोषी पाए जाने के बावजूद मध्य प्रदेश सरकार द्वारा कोई कार्यवाही नहीं हुई है – मध्य प्रदेश बन चुका है आदिवासियों पर अत्याचार का गढ़... *** धर्मेंद्र दांगोड़े की खंडवा के थाना पंधाना में हुई हत्या के संबंध में, 29.08.2024 को धर्मेंद्र के परिवार सहित आदिवासी संगठन खंडवा एसपी कार्यालय पहुंचे और धर्मेंद्र दांगोड़े की हत्या के लिए जिम्मेदार पुलिस कर्मियों की गिरफ्तारी की मांग उठाई । परिवार के साथ खंडवा, खरगोन और बुरहानपुर के जागृत आदिवासी दलित संगठन, जय आदिवासी युवा शक्ति (जयस), आदिवासी एकता परिषद, भारत आदिवासी पार्टी एवं टंटीया मामा भील समाज सेवा मिशन के सदस्य ने ज्ञापन सौंप कर दोषी पुलिस कर्मियों पर हत्या का मामला दर्ज

સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય

- મુજાહિદ નફીસ*  પ્રતિ શ્રી, પોલિસ મહાનિદેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત

- વાલજીભાઈ પટેલ*  પ્રતિ, મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર  પ્રતિ, મા. શ્રી હર્ષ સંઘવી, ગૃહરાજ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, સચિવાલય, ગાંધીનગર.  વિષય- ટંકારા પોલીસ સ્ટેશન જીલ્લા મોરબીમાં અનુસુચિત જાતિની ફરિયાદો ન નોંધનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબત.  સાદર નમસ્કાર.