અખબારોમાંથી માહિતી મળી કે છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવશે. અને 20 માર્કના વસ્તુલક્ષી અને મલ્ટીપલ ચોઈસ પ્રશ્નોને બદલે 30 માર્કના પૂછવામાં આવશે. તેમજ વર્ણનાત્મક પ્રશ્નોમાં પાઠમાંથી આંતરિક વિકલ્પો આપવાને બદલે બધા પાઠો વચ્ચે સામાન્ય વિકલ્પો પૂછાશે.
આવું પગલું લેવાનું કોઈ દેખીતું કારણ નથી જણાતું. પરંતુ, તેની અસરો ખૂબ ઘાતક છે. જો વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાને સાવે સાવ સહેલી બનાવીને ભાર વિનાનું ભણતર બનાવવાની મંછા જો આમાં હોય તો પણ ચેતી જવાની જરૂર છે. આના કારણે તો વિદ્યાર્થી અમુક જ પાઠ પરીક્ષા માટે વાંચશે. બીજા પાઠ વિકલ્પમાં નીકળી જવાના હોવાથી વાંચશે નહીં. તેમજ વસ્તુલક્ષી પ્રશ્નોમાં તો ચાર વિકલ્પ મળે છે એટલે વાંચવામાં સમય વેડફવાને બદલે અડસટે વિકલ્પ પસંદ કરીને પણ પરીક્ષા પાસ કરી લેશે. અને સરવાળે તેનો પાયો કાચો રહી જશે. ક્યાંક આપણે વિદ્યાર્થીઓનું હિત સાધવાની લ્હાયમાં તેમને પારાવાર નુક્સાન ના પહોંચાડી બેસીએ.
ઓલ ઈન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી આપને નમ્ર વિનંતી કરે છે કે પરીક્ષાની પેટર્નમાં આ મુજબના ફેરફાર કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે. અને વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર શિક્ષણના હિતમાં તેને પાછો ખેંચવામાં આવે છે.
---
*સહમંત્રી, ગુજરાત ચેપ્ટર, ઓલ ઈન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી
टिप्पणियाँ