અન્યાયપૂર્ણ: ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં કોર્ટ કેસ પેન્ડિંગ હોવા છતાં દરગાહોનું ડેમોલિશન કરવામાં આવ્યું
પ્રતિ શ્રી,
માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ જી
મુખ્યમંત્રી શ્રી
ગુજરાત, ગાંધીનગર
વિષય- ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં કોર્ટ કેસ પેન્ડિંગ હોવા છતાં દરગાહોનું ડેમોલિશન રોકવા બાબતે.
મહોદય,
આપશ્રીના ધ્યાન ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલી હાજી માંગરોળિયા દરગાહ, શાહ સિલારની દરગાહ, ગરીબ શાહની દરગાહ, જાફર મુજફ્ફરની દરગાહ, મસ્જિદ કબ્રસ્તાન દરગાહ ઘણા જૂની દરગાહ છે. ગઈ કાલે રાત્રિના સમયે જિલ્લા પ્રશાસન દ્વારા 30-40 બુલડોજર, ટ્રેક્ટર અને 1000 થી વધારે પોલિસ બંદોબસ્ત સાથે ડેમોલિશન કરવા માટે આવ્યું. ત્યાં ગામના લોકો એકઠા થયા અને કલેક્ટર, એસપી અને બીજા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે આગેવાનોની વાતથી જેમાં સમસ્ત અધિકારીઓ દ્વારા આગેવાનોને આશ્વસ્ત કરવામાં આવ્યું કે કોઈ ડેમોલિશન નથી થવાનું જેથી તમે શાંતિથી ઘરે જાઓ. લોકો ઘરે જતા રહ્યા, પ્રશાસન દ્વારા સમસ્ત વિસ્તારોમાં પોલિસ દ્વારા કોર્ડન કરીને વહેલી સવારે 4 થી 5 વાગ્યે ઉપરોક્ત દરગાહ ડેમોલિશ કરી નાખી છે અને આ સમયે પણ ડેમોલિશન ચાલુ છે. વેરાવળ અને પ્રભાસ પાટણના આગેવાનોને ડિટેન કરવામાં આવ્યું છે.
સાહેબ હાજી માંગરોલ શાહ દરગાહ 18-2-1924 જૂનાગઢ સ્ટેટના રેવન્યુ રેકોર્ડમાં છે. બધાના કેસ હાઇકોર્ટ અને વક્ફ ટ્રાયબુનલમાં પેન્ડિંગ હોવા છતાં ડેમોલિશન કરવામાં આવ્યું છે તે ખરેખર અન્યાયપૂર્ણ કૃત્ય છે.
સાહેબશ્રી માનનીય સુપ્રીમ કોર્ટ પણ કહ્યું છે કે કોઈ પણ ડેમોલિશન ઉતાવળમાં નથી થવું જોઇયે.
સાહેબશ્રી જયારે રાત્રે કલેક્ટર અને એસપી કહે કે કોઈ ડેમોલિશન નથી થવાનું અને કોર્ટ અને ટ્રાયબુનલમાં કેસમાં અધિકારીઓ દ્વારા ડેટની માંગણી કરવી અને પેન્ડિંગ હોવાની જાણકારી છતાં ડેમોલિશનની કાર્યવાહી મુસ્લિમ સમુદાયની સાથે ભેદભાવ અને અન્યાય છે. સાહેબ આ કાર્યવાહી દેશના વડાપ્રધાનશ્રી સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને પણ ખોટા ઠહરાવે છે.
આપશ્રી થી વિનંતી છે કે તત્કાળ ડેમોલિશનની કાર્યવાહી રોકવામાં આવે, અને કેસ પેન્ડિંગ હોવા છતાં ડેમોલિશન કરવાના આદેશ આપવા વાળા કલેકટર અને એસપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા આદેશ કરીને મુસ્લીમ સમુદાયની સાથે થયેલ અત્યાચારના વડતરના આદેશ આપવા વિનંતી.
---
*કન્વીનર, માયનોરીટી કોર્ડીનેશન કમેટી (MCC), ગુજરાત
टिप्पणियाँ