પ્રતિ શ્રી,
પોલિસ મહાનિદેશક શ્રી
ગુજરાત રાજ્ય
ગાંધીનગર, ગુજરાત
વિષય- સિદ્ધપુર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીથી મુસ્લિમ યુવાનની મૃત્યુની સઘન તપાસ થાય તે માટે SIT ની રચના બાબતે.
આપના ધ્યાનમાં લાવવું છે કે તા.૨૮/૦૬/૨૦૨૪ ના રોજ અફવાન સાકીરભાઈ કુરેશી ઉ.૧૭ વર્ષ ત્રણ મિત્રો સાથે સિધ્ધપુર નગર પાલીકા સંચાલીત જય અંબે ચોક નજીક આવેલ સપોર્ટસ કોમ્લેક્ષ સંકુલમાં આવેલ સ્વિમિંગ પુલમાં નાહવા જવાનુ આયોજન કરી સાંજના ચારેક વાગે નાહવા માટે ગયેલ હતા અને ત્યાં જઈ કાઉન્ટર ઉપર હાજર માહિલા પાસેથી એક વ્યકિતદીઠ રૂ.૧૦૦ લેખે ચાર મિત્રોના રૂ.૪૦૦ ચુકવી તેનુ ટોકન લઇ કપડા બદલી સ્વિમિંગ પુલમા નાહવા માટે ગયેલા અને સ્વિમિંગ પુલમાં નાહતા હતા તે દરમ્યાન અફવાન પાણીમાં અચાનક ડુબવા લાગતા મિત્રોએ બચાવો બચાવોની બુમો પાડેલ પરંતુ કોઇ આવેલ નહી અફવાન પાણીમાં ડુબી ગયેલ જેથી મિત્રોએ વધુ બુમાબુમ કરતાં કોઈક ભાઈ આવેલ અને અફવાનને સ્વીમીંગ પુલમાંથી બહાર કાઢેલો અને તે દરમિયાન કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરેલ હોઇ જેથી ફાયર બ્રિગેડની ગાડી આવી જતાં અફવાનને ગાડીમાં બેસાડી ભાર્ગવ સાહેબના દવાખાને સારવાર સારૂ લઈ ગયેલા અને ત્યાં ડોક્ટર સાહેબે અફવાનની તપાસ કરી તે મરણ ગયેલ હોવાનુ જાહેર કરેલ હતુ.
સાહેબ શ્રી સિધ્ધપુર નગરપાલીકા દ્વારા સ્વિમિંગ પુલના સંચાલકને સ્વિમિંગપુલમાં જગ્યા ઉપર માણસ પાણીમાં ડુબે તો તે લગત બચાવના સાધનો નહી રાખેલ હોઈ સ્વિમિંગ પુલના સંચાલક દ્રારા પાણી ઉડુ હોવા છતાં કોઇ સ્વિમર કોચ કે લાઇફ જેકેટ તેમજ હવા ભરેલ રબરની ટયુબ સ્વિમિંગ ટ્યુબ રાખેલ નહી અને પાણીમાં ડુબવાથી કોઈ પણ માણસનુ મૃત્યુ થઈ શકે છે તેવુ જાણવા છતાં પ્રવર્તમાન નિયમો અનુસાર સાધન સામગ્રી ન રાખી તથા પ્રવર્તમાન નિયમોનું ઉલઘન કરી પોતાના આર્થિક ફાયદા સારૂ સ્વિમિંગ પુલ ચાલુ રાખી બેદરકારી ભર્યું કૃત્ય કરેલ છે, જેમાં નાગર પાલિકાના ચીફ ઓફિસર, ફાયર ઓફિસર અન્ય અધિકારીઓની સંડોવણી સ્પષ્ટ થાય છે. આ કેસમાં પોલિસએ એક એફઆઇઆર 11217030240715 પણ કરી છે જેમાં માત્ર 304 આઇપીસી છે અને માત્ર સ્વિમિંગ પૂલના સંચાલક આરોપી છે.
સાહેબ શ્રી એવીજ બેદરકારી થી વડોદરાના હરણી તળાવમાં શાળાના બાળકો સાથે દુર્ઘટના થયી હતી જેમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે અને પછી રાજકોટના ગેમિંગ જોન અગ્નિકાંડમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે. સિદ્ધપુરનો આ બનાવ પણ તેવોજ છે. આ ઘટનામાં સરકારી અધિકારીઓની સંડોવણી હોવાથી એમાં વિશેષ તપાસની જરૂર છે, જેથી સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર બહાર આવે અને ભ્વિષ્યમાં આવી ગુનાહિત દુર્ઘટનાઑ થતી અટકે.
જેથી અમારી માંગ છે કે
1-આ બાબતે IG રેન્ક ના અધિકારીના તબા હેઠળ SIT ની રચના કરીને આગળની તપાસ કરવામાં આવે.
2-તપાસમાં નગરપાલિકા ના પ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર અને પાલિકાના દસ્તવેજોની પણ તપાસ થવી જોઇયે.
3-એફઆઇઆર માં IPC 302, 120(B) જેવી યોગ્ય કલમો ઉમેરવામાં આવે અને નિરીક્ષણ માટે જવાબદાર, ટેન્ડર આપનાર અધિકારીઓનાં નામો પણ ઉમેરવામા આવે.
4-સંચાલકના ફોનની તપાસ થવી જોઇયે, ઘટનાના દિવસે કોને-કોને ફોન, મેસેજ કરવામાં આવેલ છે તેની કોલ ડીટેલ કાઢવીને વધુ તપાસ હાથ ધરવી જોઇયે.
5-આની કોઈ પણ બાબત જે આપના ધ્યાને આવતી હોય તેમજ આવી તપાસ દિન 30 માં કરી લેવા વિનંતી.
સાહેબ શ્રી ઉપરોક્ત મંગોને ધ્યાનમાં લઈને આ બાબતે જડપી કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં હરણીબોટ કે રાજકોટ ગેમ જોન જેવી દુર્ઘટના ના ઘટે ને મૃતક અફવાન ને ન્યાય મળે.
---
*કન્વીનર, માઈનોરિટી કોઓર્ડીનેશન કમિટી
टिप्पणियाँ