સોમવાર, 22 ઑગસ્ટ, 2016

જમીનસુધાર કાયદાનો અમલ થાય અને 5% જમીનોનું પુનર્વિતરણ થાય તો પણ 30% ગરીબી ઘટી શકે છે

ચંદુ મહેરિયા/
અષાઢી બીજના દિવસે એ વાડીએ વાવેતર માટે ગયેલા, પણ લોહીતરસ્યા લોકોએ એમને જ મારીઝૂડી ભોંયમાં દાટી દીધા! રથયાત્રાના દિવસે પોરબંદર પાસેના સોઢાણા ગામે રામાભાઈ ભીખાભાઈ સીંગરખિયા નામક દલિતની જઘન્ય હત્યા કરવામાં આવી. રામાભાઈ છેલ્લા ૨૫ વરસોથી સોઢાણા ગામે સરકારી ખરાબાની જમીન ખેડી પેટ ગુજારો કરતા હતા. સરકારી પડતર જમીન ખેડતા સરપંચ સહિતના બિનદલિતોને તે ખૂંચતા હતા.

ઉનામાં નબળા દલિતોને અત્યાચાર સામે સંગઠિત કરીને રૅડિકલ અભિગમથી સરકારને પડકારવાનું કામ ઈતિહાસ નોંધ લેશે

સંજય શ્રીપાદ ભાવે/
‘ગાય કી દુમ તુમ રખો, હમકો હમારી જમીન દો’, ‘જય ભીમ, જય ભીમ’, ‘દલિત-મુસ્લિમ એકતા જિંદાબાદ’, ‘ગૌરક્ષક મુર્દાબાદ’ જેવા નારાઓથી સ્વાતંત્ર્ય દિને સૌરાષ્ટ્રના ઉના ગામની શાહ એચ.ડી. હાઇસ્કૂલનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. દરિયાકાંઠાના આ ગામે હજુ હમણાં, અગિયારમી જુલાઈએ ચાર દલિતોની ચીસો સાંભળી હતી. તેમને ઉપલા વર્ગના પાશવી ગૌરક્ષકોનો બેરહમ માર ખાતાં આખા દેશે જોયા હતા. એ જ ગામમાં આઝાદી દિવસે દસ હજાર કરતાં ય વધુ દલિતોની શક્તિશાળી ‘અસ્મિતા મહાસભા’ પણ આખા દેશે જોઈ. 

મંગળવાર, 16 ઑગસ્ટ, 2016

દલિતો સાથે આભડછેટ: અમદાવાદના ૩૬ ગામોના ૧૫૦૦ દલિત પરિવારો મંદિર અને વાળંદની દુકાનમાં પ્રવેશથી વંચિત

કિરીટ રાઠોડ/
નવસર્જન ટ્રસ્ટના સર્વે અહેવાલમાં ચોકાવનારી હકીકતો બહાર આવી:
· મેગાસીટી અમદાવાદ શહેરી વિસ્તારને અડીને આવેલ બોપલ, ભાત, ભુવાલડી, ઝાણું, પાલડી(કાંકજ) માં દલિતોને મંદિરમાં પ્રવેશ મળતો નથી.
· ગાંધીજીના ગુજરાતમા ડો.બાબા સાહેબ આંબેડકરનું “ આભડછેટ મુક્ત ભારત “ નું સપનું આઝાદીના ૭૦ વર્ષે પણ અધૂરું 

શુક્રવાર, 12 ઑગસ્ટ, 2016

ઉનાનાં પીડિત દલિતોની મુલાકાત લઈને વર્ધા આશ્રમમાં 25 વર્ષ સુધી રહેઠાણ, ખેડવા માટે જમીન આપવાનો પ્રસ્તાવ

નીતા મહાદેવ/ 
સેવાગ્રામ ગાંધી આશ્રમ – વર્ધા, મુંબઈ સર્વોદય મંડળ, સદભાવના સંઘ, સર્વ સેવા સંઘ (અખિલ ભારતીય સર્વોદય મંડળ), અને ગુજરાત લોકસમિતિના પ્રતિનિધિઓએ 10મી ઑગસ્ટ- બુધવારે ઉનાનાં પીડિત દલિત કુટુંબોની મુલાકાત લઈને ઉનાના પીડિતો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે સમાજમાં દલિતો સાથે થતા અન્યાય, અત્યાચાર, હિંસા અને રોજેરોજના ભેદભાવને વખોડી કાઢવા તેમ જ તેનો પ્રતિકાર કરવા સમાજને હાકલ કરી હતી. ત્યાં પીડિત કુટુંબના ફળિયામાં સૌએ સાથે મળીને સર્વધર્મ પ્રાર્થના કરી હતી.

સોમવાર, 1 ઑગસ્ટ, 2016

થાનગઢ હત્યાકાંડ: પૂર્વ કેબીનેટમંત્રીની સી.બી.આઈની ભલામણ અંગે શું કાર્યવાહી થઇ તે મુખ્યમંત્રી જણાવે

કિરીટ રાઠોડ, પ્રમુખ, દલિત અધિકાર મંચ,  વિરમગામ, જીલ્લો અમદાવાદ, દ્વારા આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય, ને  ખુલ્લો પત્ર:
  • વિષય – પૂર્વ દલિત મંત્રી દ્વારા થાનગઢ હત્યાકાંડના બનાવમાં CBI તપાસની ભલામણ નો પત્ર ગૃહ મંત્રીના કાર્યાલય તેમજ ગૃહ વિભાગની ઓફીસમાંથી ગુમ થયેલ રેકર્ડ અંગે ગૃહ મંત્રીના કાર્યાલય તેમજ ગૃહ વિભાગના જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવા બાબત 
૧૫ મી ઓગસ્ટ ૨૦૧૬ એટલે સ્વતંત્ર દિનના ૬૯ વર્ષ થવાના ગણતરીના દિવસો બાકી છે. આઝાદીના ૬૯ વર્ષો પછી ગુજરાતમાં દલિત સમાજ “આભડછેટ” અને “અત્યાચાર” ની ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ નથી.

ચાર વર્ષથી પડતર રહેલ થાનગઢ હત્યાકાંડનાં કેસનો નિકાલ છ માસમાં નિકાલ કરી દોષિતોને સજા આપો

કિરીટ રાઠોડ*/
૧૫ મી ઓગસ્ટ ૨૦૧૬ એટલે સ્વતંત્ર દિનના ૬૯ વર્ષ થવાના ગણતરીના દિવસો બાકી છે. આ દિને દેશના નરેન્દ્રભાઈ મોદી, પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી પોતાની મનની વાત મુકશે. પણ ખુબ દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદીના ૬૯ વર્ષો પછી ગુજરાતમાં દલિત સમાજ “આભડછેટ” અને “અત્યાચાર” ની ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ નથી.
ઉના દલિત અત્યાચારના બનાવમાં આજદિન સુધી અને થાનગઢ હત્યાકાંડના બનાવ સમયે ગુજરાતના ચાલુ મુખ્યપ્રધાન હોવા છતાં થાનગઢના પીડિત દલિત પરિવારો માટે પોતાના મનની વાત ક્યાં કારણથી કહી શક્યા નથી તેનું વ્યાજબી કારણ આ દેશના ૧૬ કરોડ દલિતો જાણવા માંગે છે.

શનિવાર, 30 જુલાઈ, 2016

અત્યાચાર કરનારામાંથી માંડ બેથી ચાર ટકાને સજા મળતી હોય ત્યારે જ અત્યાચારીઓ આટલા છાકટા હશે ને?

ચંદુ મહેરિયા/
ગુજરાતના ઉના પાસેના મોટા સમઢિયાળા ગામના પેલા ચાર દલિત યુવાનો ભાગ્યશાળી છે. ગાયને માતા માનતા કહેવાતા ગૌરક્ષકોએ એમને ગૌહત્યારા ગણીને માત્ર બેરહેમ માર જ માર્યો. ઉત્તર પ્રદેશના એક ગામમાં દલિતે ઘરમાં નીકળેલા ઝેરી સાપને મારી નાંખ્યો, તો સાપને દેવતા માનતા ગામલોકોએ પેલા દલિતને પીટી પીટીને મારી જ નાંખ્યો.