- મહેશ મકવાણા ફેક્ટરી એક્ટ કાયદાનું યોગ્ય પાલન થાય તો સીલીકોસીસ રોકી શકાયો હોત. ચાકુ અમારું, કરો વાર પણ સીલીકોસીસથી મારો નહી – પીડીતોનો આક્રોશ. સીલીકોસીસ પીડીત સંધ, મોરબી દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નીયામક, ઔધ્યોગીક સલામતી અને આરોગ્યને કાયદાનું પાલન કરવા બાબતે તા. ૨૭/૦૫/૨૪ને રોજ આવેદન પત્ર આવ્યું. મોરબીમાં હાલ ૫૫થી વધુ સીલીકોસીસ દર્દીઓ છે પરંતુ કોઈ પાસે કારખાનામાં કામ કર્યો હોય એવો કોઈ પુરાવો નથી, આને કારણે વળતર દાવો કરી નથી શકતા તો આને માટે જવાબદાર કોણ ? માત્ર માલીકો કે કાયદાનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે તેવા અધીકારીઓની પણ? મજૂરોની સુરક્ષા અને સલામતી માટે અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને તેના પાલન પર દેખરેખ માટે તંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે તંત્ર નીભાવવા પાછળ ટેક્સ ચુકવનારા નાગરીકોના નાણાં વપરાય છે. પણ તંત્ર તો માલિકોનું રક્ષણ કરવામાં વ્યસ્ત છે. મજૂરોની સુરક્ષા અને સલામતી માટે જો કાયદા હોત અને તેનું યોગ્ય પાલન થતું હોત તો ૫૫ દર્દી પૈકી એક પણ પાસે કેમ કોઈ કારખાના દ્વારા આપેલ આઈ.ડી. કાર્ડ નથી ? કેમ સાઅમાજીક સુરક્ષાના કાયદા હેઠળ મળવા પાત્ર લાભ મજૂરોને મળતા નથી? સી