- પંક્તિ જોગ* રાજકીય પક્ષો અને ઉમેદવારો C 2 અને C 7 ફોર્મ માત્ર અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરતાં હતાં. મતદારોના “જાણવાના અધિકાર” ને મહત્વ આપીને માનનીય સર્વોચ્ચ અદાલતે Writ Petition (Civil) No. 536 OF 2011 અને Contempt Pet. (C) No. 2192 OF 2018 માં તા. 25 સપ્ટેમ્બર 2018 અને 13 ફેબ્રુવારી 2022 ના રોજ ચુકાદો આપ્યો કે મતદારો પાસે ઉમેદવારો વિશે જરૂરી માહિતી હોવી જોઈએ (જેવા કે તેમનં કેટલું શિક્ષણ છે, તેમના પર કેટલા અને કયા કેસ દાખલ કરેલા છે, તેઓ કેટલી સંપત્તિ ધરાવે છે, વગેરે) અને તેથી દરેક ઉમેદવારે તમના પરના ગુનાની વિગતો સમાચાર પત્રો અને સોશ્યલ મીડિયા, અને વેબસાઇટ પર મૂકવી જોઈએ.