- એક પ્રતિનિધિ
માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા કસ્ટોડિયલ ડેથમા મરનારના માનવ અધિકાર ભંગની ફરિયાદ દિલ્હી માનવ અધિકાર આયોગમાં કરવામાં આવેલ હતી.
રાજકોટ કસ્ટોડિયલ ડેથ કેસમાં અનુસૂચિત જાતિના યુવાન હમીરભાઇ ઉર્ફે ગોપાલભાઈ દેવજીભાઈ રાઠોડની પોલીસ દ્વારા ગેરકાયદેસર પોલીસ કસ્ટડીમાં લઇ ઢોર માર મારી કરાયેલ હત્યાના બનાવમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હીમાં માનવ અધિકાર ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવતા આયોગે ઘટનાને ગંભીરતાથી લઇ તાત્કાલિક આ મુદ્દે રાજકોટના જિલ્લા કલેક્ટર અને રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને નોટિસ ફટકારી આઠ અઠવાડીમાં એક્શન ટેક્ન રિપોર્ કરેલ કાર્યવાહીનો અહેવાલ માંગેલ છે.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હી દ્વારા નોટિસ આપી આ ઘટનામાં કરવામાં આવેલ FIR, અરેસ્ટ મેમો, ઇન્સ્પેકશન મેમો, પરિવારને ધરપકડની જાણકારી, સીઝર મેમો, મરનારનું મેડિકલ લીગલ સર્ટિફિકેટ પોસ્ટ મોર્ટમનું વિડિઓ રેકોર્ડિંગ, કોઝ ઓફ ડેથ, મેજિસ્ટ્રેટ ઈન્કવાયરી રિપોર્ટ, વિશેરા FSL રિપોર્ટ, જ્યાં બનાવ બનેલ છે તે ઘટનાનો નકશો વી. માંગેલ છે.
આ બાબતની જાણકારી સાથેની નોટિસની એક નકલ રાજ્યના ડિજિપી અને રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગરને મોકલવામાં આવેલ છે.
આ ઘટનામાં પીડિત પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે, એટ્રોસિટી અને આઈપીસીની યોગ્ય કલમો લગાડવામાં આવે, SIT ની રચના કરી તપાસ કરાવવામાં આવે, સ્પે. પી. પી. ની નિમણુંક, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો, પીડિત પરિવારનું એટ્રોસિટી એક્ટના નિયમ 15 મુજબ આશ્રિત પરિવારને પેન્શન, રહેવા મકાન, આજીવિકા માટે ખેતીની જમીન, બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા સહીતની સવલતો પુરી પડી પુન:વસન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.
ભારતીય બંધારણના આર્ટિકલ 21 મુજબ દેશના સૌ નાગરિકોને ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાનો અધિકાર આપવામાં આવેલ છે, ગેરકાયદેસર પોલીસ કસ્ટડીમાં લઇ, ઢોર માર મારી હત્યા કરવાની ઘટનામાં માનવ અધિકારનો ભંગ પણ કરવામાં આવેલ છે.

Comments