- પંક્તિ જોગ*
આઝાદીના ચળવળમાં જોડાવવા માટે લોકોને કોઈએ ગિફ્ટની લાલચ આપી હતી? એવી ઘોષણા કરી હતી, કે જે સત્યાગ્રહમાં જોડાશે તેમને એક ફ્રી કૂપન આપવામાં આવશે? એમને ફ્રી માં મુસાફરી કરાવશે કે કરિયાણાની ખરીદી પર 20% વળતર મળશે?
ભારત છોડોમાં પોતાનું શિક્ષણ છોડીને ઝંપલાવતા યુવક યુવતીઓને કોઈએ “નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું?”. પોતાના આજ અને આવતી કાલની પર્વા કર્યા વગર તેઓ આઝાદી આંદોલનમાં જોડાઈ ગયા. સાહસથી લડ્યા, અને અમને વારસામાં આઝાદી આપી ગયા.
ચૂંટણીઓ નજીક આવે એટ્લે જુદા જુદા રાજકીય પક્ષો તેમણે વધુ સીટ કેવી રીતે મળશે તેનું ચિંતન અને આયોજન કરવાનું શરૂ કરે છે. તેઓ ચૂંટણી ઢંઢેરાઓ તૈયારી કરે છે, જેમાં 5 વર્ષમાટેના વચનો હોય છે, કે એમનો પક્ષ ચૂંટીને આવ્યા બાદ શું કામો કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચૂંટણી ઢંઢેરાનો મોટો ભાગ સીધો “લાભ” આપની યોજનાઓથી ભરેલો હોય છે. તેમાં ફ્રીમાં અનાજ, એક લાખ રૂપિયા, ફ્રીમાં આરોગ્ય વીમો, ઘર, કે નોકરી વગેરે વગેરે....કોઈ પક્ષે એવી જાહેરાત કરી? કે તેઓ ગેરરકાયદેસર બાંધકામ બિલ્કકુલ નહીં થવા દે? રસ્તો એક વર્ષમાં તૂટી જશે તો કોંટ્રેકટર પર પગલાં લેશે? પ્રદૂષણ કરતાં ઉદ્યોગોને ફટકારશે, રોકશે, મોટી પેનલ્ટી નાખશે? મજૂરોનું શોષણ કરતાં માલિકો સામે પગલાં લેશે? ગટરમાં સફાઈ કામદાર નહીં ઉતરે? જાત, ધર્મના આધારે ભેદભાવ કરનારની સામે કડક પગલાં લેશે? વહીવટમાં ભ્રષ્ટાચાર કરનારને જેલભેગા કરશે? કચેરીઓનો હિસાબ, કિતાબ, કામકાજ નિર્ણયોની વિગતો ખુલ્લી મૂકશે? કોઈ પણ નીતિ, કાયદો બહોળી ચર્ચા કર્યા વગર નહીં કરે?
આઝાદીના 7 દાયકા દરમ્યાન ‘મત લેવા હોય તો કઇંક ઓફર આપવી પડે’ એ સમીકરણ કેવી રીતે બન્યું? ગરીબને અનાજની ઓફર તો મધ્યમ વર્ગને સુરક્ષા આપવાનું વચન..! પણ શું કાયદો અને વ્યવસ્થા જાળવવાની, કે નબળા વર્ગ ને અન્ન સુરક્ષા, સામાજીક સુરક્ષા મળે, થોડો વધુ ટેકો મળે તે જોવાની જવાબદારી બંધારણીય રીતે કોઈ પણ સરકારની નહીં?
મતદાનની ટકાવારી વધે તે માટે ચૂંટણી પંચ દ્વારા છેલ્લા કેટલાક વરસોમાં “જાગૃતિ રથ” ગામેગામ મોકલવામાં આવે છે. સ્કૂલ-કોલેજોમાં જઈને વિવિધ કાર્યક્રમો યોજાય છે. ક્યાંક મતદાનનો સંદેશ આપતી મહેંદી, તો ક્યાંક રંગોળી, તો ક્યાંક માનવ સાંકળ કરીને મતદાન કરવા કહે છે. સાથે સાથે જ્ઞાતિ, જાતિના સંગઠનો, જુદા જુદા સમાજના સંગઠનો લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે કાર્ય કરે.
મતદારોને પ્રોત્સાહિત કરવાના આ અવનવા પ્રયાસો ક્યારે ધીમે રહીને "નિશાન વાળી આંગળી બતાવે તો આઇસ્ક્રીમ, બિલ પર 10 ટકા ડિસ્કાઊંટ, ગાંઠિયા, ભજીયા ફ્રી” વગેરે ઓફરો સુધી પહોંચ્યા તે સમજાયું જ નહીં. મતદારોને પ્રોત્સાહીત કરવાના ભાગરૂપ મધ્ય પ્રદેશમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરનારા માટે લકી ડ્રો ઓજના જાહેર કરી છે. લકી ડ્રોમાં જીતનારને ડાયમંડ રિંગ, ચેન, મોટરસાઇકલ, કિચન સેટ, ફર્નિચર આવા મોઘાધાટ ઇનામો જાહેર કર્યા છે. ચૂંટણી પંચ પાસે આવા ઇનામો આપવા ફંડ ન હોય એટ્લે CSR ફંડમાંથી કંપનીઓ, અને સંસ્થાઓને ઇનામો દાનમાં આપવા માટે હાંકલ કરી છે.
હવે ચૂંટણી પંચે હજુ એક પ્રોત્સાહક યોજના બહાર પાડી. મતદાન કરનારને બૂથ ઉપરથી ઘરે જવા માટે પણ સીએસઆર ફંડમાંથી એક કંપની ફ્રીમાં ટ્રાન્સપોર્ટ સુવિધા આપશે. મતદાનની નિશાનવાળી આંગળી અને “કોડ” આપીએ એટ્લે રાઈડ ફ્રી! આમ “અફલાતૂન” લાગતી આ યોજનાઓ ખરેખર તો ધીમે પગલે ચૂંટણી પ્રક્રિયાનું ઓફિશિયલી થતું ખાનગીકરણ છે!
કંપનીઓના CSR ફંડમાં લકી ડ્રોના ઇનામો આપવાની, અને ફ્રી માં રાઈડ કરવવાની કામગીરી કેવી રીતે માન્ય છે? એ તપાસનો મુદ્દો છે. તેમજ આ CSR ફંડનું, CSR જે કંપનીનું હોય તેમનં બોર્ડ ઓફ ડિરેક્ટરનું, તેમની પ્રવૃત્તિઓન “રાજકીય કનેક્શન” નથી તેની ખાતરી ચૂંટણી પંચે કેવી રીતે કરશે? આ પણ મહત્વનુ છે.
પણ સૌથી વધુ અગત્યનો મુદ્દો છે કે મતદાર તરીકે, નાગરિક તરીકે આપણને શું થયું છે? આપણાં વડવાઓએ આપણને સ્વતંત્ર ભારત સોંપ્યો. એમણે ગોળીઓ ખાધી... હસતાં હસતાં મોત વ્હોરી ... આપણે પોતાની મેળે મતદાન કરવા નથી જઈ શકતાં? તે માટે ભજીયા, બિલમાં ડિસ્કાઊંટ, ફ્રી રાઇડની ઓફર આપવી પડે છે?
7 મી મે એ આપણો મતદાનનો દિવસ.... શું આપણે બધા મતદાન કરીને બહાર આવીને આટલું કહીશું? “મને મતદાન કરવા માટે કોઈ પણ પ્રકારની ઓફરની જરૂર નથી..!! હું આ ઓફરોને પ્રેમથી નકારું છુ... મે મતદાન કર્યું..એ મારી ફરજ હતી... અને હું ખુશ થઈને જાતે ઘરે જઈશ...!”
પ્રોત્સાહન અને લાલચ આ વચ્ચેની પાતળી ભેદરેખા ન ઓળંગાય એ જોવાની ફરજ નાગરિક તરીકે આપની છે...!

---
*માહિતી અધિકાર ગુજરાત પહલ
टिप्पणियाँ