- હિદાયત પરમાર જન આંદોલનના શ્રેષ્ઠ અને કુશળ સંગઠક, લૌકપ્રહરી એવા સનત મહેતાનો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૨૫ ના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના જેસર ગામમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો જ્યાં તેમણે ૧૯૪૧ માં ભાવનગર વિદ્યાર્થી સંઘનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ૧૯૪૨માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો અને જેલવાસ ભોગવ્યો હતો. આઝાદી પછી, તેઓ સમાજવાદથી પ્રભાવિત થયા અને રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળની ચળવળોમાં જોડાયા. સનત મહેતા,મહાગુજરાત આંદોલનના નેતા, જેમના કારણે ગુજરાતની રચના થઈ. ગુજરાતમાં સમાજવાદને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર જાહેર જીવન વિતાવનાર એક જબરદસ્ત વ્યક્તિત્વ, સનતભાઇએ રાજ્યમાં સંખ્યાબંધ ચળવળોનું નેતૃત્વ કર્યું હતું અને તેમાં યોગદાન આપ્યું હતું. તેઓ મંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR), ધોલેરા SIR, મીઠી-વિરડી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને ભાવનગરના મહુવામાં નિરમાના સિમેન્ટ પ્લાન્ટ જેવા ખાનગી પ્રોજેક્ટ્સ- સરકારી પ્રોજેક્ટ્સ સામે લડત આપનારા આંદોલનકારીઓમાંના પણ એક હતા. તેઓ સરકાર સામે ખેડૂતોના પ્રતિકારનો પર્યાય બની ગયા...