તા-૨૬/0૪ ના ઇન્ડિયન એક્સપ્રેસના એક લેખમાં આર..એસ.એસ. દ્વારા સરકારી વહીવટી તંત્ર અને લશ્કર પર ચુપચાપ કાબુ કરવાના ષડ્યંત્રનાં પૂરાવાઓ રજુ થયા છે. મોદી સરકારના ૧૦ પ્રધાનોમાંથી ૭ પ્રધાનો માત્ર આર.એસ.એસ. નાં છે. રાજ્યોના ૧૦ ગવર્નરમાંથી ૪ ગવર્નરો આસ.એસ.એસ.ના પ્રચારક અને સ્વયંમસેવક છે. ભાજપ શાસિત ૧૨ રાજ્યોમાંથી ૮ રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને નાયબ મુખ્ય મંત્રીઓ આર.એસ.એસ.ના સ્વયં સેવકો છે. વહીવટી તંત્રમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાં ચૂપચાપ આર.એસ.એસ.ના સ્વયંમસેવકો અને આર.એસ.એસ.ની વિચારધારાવાળા લોકોને ગોઠવી દેવામાં આવ્યા છે.
દેશની મહત્વની સંસ્થાઓ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રીસર્ચ, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનીકેશન, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડીયા. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફીકેટ, બધું જ આર.એસ.એસ. નાં કબજામાં છે.
અધિક ચિંતા જનક બાબત તો એ છે કે, ભારતના લશ્કરમાં નિયમિત ભરતી બંધ કરી ખાનગી સંસ્થાઓને અર્ધ લશ્કરી તાલીમ સંસ્થાઓમાં સૈનિકો તૈયાર કરવા મંજુરી આપેલ છે. અને તાવી મોટાભાગની સંસ્થાઓ આર.એસ.એસ.ની સંસ્થાઓ છે. રાજ્યસભામાં આપેલ જવાબમાં સરકારે કબુલ કરેલ છે કે, આર.એસ.એસ. અર્થ લશ્કરી તાલીમ આપે છે.
ભૂતપૂર્વ હિંદુ મહાસભાના નેતા બી.એસ.મુંજે ૧૯૩૫ માં તેમના સેન્ટ્રલ હિંદુ મિલેટ્રી સોસાયટી અને તેની મિલેટ્રી સ્કુલની યોજનાની પ્રસ્તાવનામાં લખે છે કે, “ આ તાલીમ આપણા છોકરાઓને લાયક બનાવવા અને સામુહિક હત્યા કરવાના કૃત્યો માટે યોગ્ય બનાવવા માટે છે. મૃતકો અને ઘાયલોની જાનહાની સાથે વિજય મેળવવાની મહત્વાકાંક્ષા ધરાવતા પ્રતિસ્પર્ધીઓ બનાવવા છે.”
હાલ સરકારે આવી ૧૦ માંથી ૬ સ્કૂલો આર.એસ.એસ. ની વિચારવાળા લોકોને ચલાવવા માટે પરવાનગી આપેલ છે. જેમાની બે સ્કુલ તો સંઘના અગ્રણી દ્વારા ચલાવવામાં આવે છે. જે સંચાલકો સામે ૨૦૦૯ ના ‘લિબરહાન કમિશને” દેશમાં કોમી વિખવાદ ફેલાવવાના આરોપ મુકેલા છે. તેમની સેન્ટ્રલ હિંદુ મિલેટ્રી એજ્યુકેશન સોસાયટીએ જેણે નાંદેડ અને માલેગાંવમાં બોમ્બ વિસ્ફોટ કરેલા તે આરોપીઓને ટ્રેઈનિગ આપેલ છે. આ જ સંઘ સંચાલિત ભોંસલે મિલેટરી સ્કૂલને પણ સૈનિક સ્કુલ ચલાવવા માટે સરકારે મંજુરી આપેલ છે.
જ્યારે અંગ્રેજ સરકાર વિરુધ્ધ આઝાદીની લડાઈ ચાલતી હતી ત્યારે અને ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ અને અંગ્રેજો ભારત છોડો નાં સત્યાગ્રહો ચાલતા હતા ત્યારે આર.એસ.એસ. નાં વડા હેડગેવારે જાહેરાત કરેલી કે, સંઘ આ આઝાદીના સંગ્રામમાં નહિ જોડાવાનું એલાન કર્યું હતું. આજે એજ લોકો સાચા દેશભક્ત બની ગયા છે.
આમ આર.એસ.એસ. એક યોજના બદ્ધ રીતે દેશમાં સિવિલ વોર કરવાની તૈયારી કરી રહી છે. જેનો ભોગ દેશના SC,ST.OBC અને મુસ્લીમ-ખ્રિસ્તી લઘુમતી બનવાના છે.
Comments