રાજકીય પક્ષો અને ઉમેદવારો C 2 અને C 7 ફોર્મ માત્ર અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરતાં હતાં.
મતદારોના “જાણવાના અધિકાર” ને મહત્વ આપીને માનનીય સર્વોચ્ચ અદાલતે Writ Petition (Civil) No. 536 OF 2011 અને Contempt Pet. (C) No. 2192 OF 2018 માં તા. 25 સપ્ટેમ્બર 2018 અને 13 ફેબ્રુવારી 2022 ના રોજ ચુકાદો આપ્યો કે મતદારો પાસે ઉમેદવારો વિશે જરૂરી માહિતી હોવી જોઈએ (જેવા કે તેમનં કેટલું શિક્ષણ છે, તેમના પર કેટલા અને કયા કેસ દાખલ કરેલા છે, તેઓ કેટલી સંપત્તિ ધરાવે છે, વગેરે) અને તેથી દરેક ઉમેદવારે તમના પરના ગુનાની વિગતો સમાચાર પત્રો અને સોશ્યલ મીડિયા, અને વેબસાઇટ પર મૂકવી જોઈએ.
ચૂંટણી પંચે ઉમેદવારોની ગુનાની વિગતો પ્રસિદ્ધ કરવા માટે રાજકીય પક્ષો માટે C2 ફોર્મ અને જે તે ઉમેદવારો માટે C7 ફોર્મ બહાર પાડ્યું છે. સાથે વિગતવાર ગાઈડલાઇન પણ આપવામાં આવી છે. પણ તેમ છતાં એ ધ્યાનમાં આવ્યું છે, કે રાજકીય પક્ષો આ બાબતને ગંભીરતાથી લેતા નથી.
વર્ષ 2022 માં થયેલ ચૂંટણી દરમ્યાન પ્રસિદ્ધ કરેલા ફોર્મની નકલ મેળવીને તેનો અભ્યાસ કરતાં મુખ્યત્વે ત્રણ પ્રકારની ક્ષતિઓ બહાર આવી.
1- કેટલાક ઉમેદવારોની ગુનાઇત ઇતિહાસની વિગતો પ્રસિદ્ધ ન કરવી.
2- ગુનાઇત ઇતિહાસની વિગતો માત્ર અંગ્રેજી ભાષામાં જ પ્રસિદ્ધ કરવી.
3- ગુનાઇત ઇતિહાસની વિગતો એક કે બે વાર છાપવી (સર્વોચ્ચ અદાલતે ત્રણ વાર છાપવાનું કહ્યું છે.)
આ ક્ષતિઓ અંગે વિગતવાર પત્ર લખીને રજૂઆત/ફરિયાદ કરવામાં આવી. સાથે RTI માં મળેલ પુરાવા પણ જોડવામાં આવ્યા હતાં. તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં રાજીકીય પક્ષોએ તેમના ઉમેદવારો નક્કી કરવાના શરૂ કર્યા. તેમાંથી જે ઉમેદવારોના ગુનાઇત ઇતિહાસ છે, તેમની વિગતો પક્ષ અને ઉમેદવારે પ્રસિદ્ધ કરવાની થાય. પણ ફરીથી રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા સર્વોચ્ચ અદાલત અને ECI ના આદેશનો ભંગ કરવામાં આવતા માહિતી અધિકાર ગુજરાત પહેલ તરીકે અમે ECI અને CEO ગુજરાત ને પત્ર અને ઈમેલથી ફરિયાદ દાખલ કરી હતી. તેના અનુસંધાનમાં CEO ગુજરાત દ્વારા તા. 28/3/2024 ના રોજ INC, BJP, AAP, BSP, NPP રાજકીય પક્ષોને ગુજરાતી ભાષામાં “ગુનાઇત ઇતિહાસની વિગતો છાપવા” જણાવ્યુ છે.
---
*માહિતી અધિકાર ગુજરાત પહેલ
Comments
Post a Comment
NOTE: While there is no bar on viewpoint, comments containing hateful or abusive language will not be published and will be marked spam. -- Editor