---
વિષય- ઈડર (સાબરકાંઠા) માં તરાવીહની નમાજ પઢી બાહર આવતા મુસ્લિમ સમુદાયના લોકોને લાકડી થી મારનાર અને બિભત્સ ગાળો બોલનાર પીએસઆઇ જાદવ ને સસ્પેંડ કરવા બાબતે
મહોદય,
આપ શ્રી નાં ધ્યાનમાં લાવવાનું કે અત્યારે પવિત્ર માસ રમજાન ચાલી રહ્યો છે. આ માસ માં સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખે છે અને વિશેષ નમાજ (તરાવીહ) અદા કરે છે. 17 માર્ચ 2024 ના રોજ સાબરકાંઠા જિલ્લાનાં ઈડરના ટાવર વિસ્તારમાં મુસ્લિમ લોકો તરાવીહની નમાજ પઢીને નીકળતા હતા ત્યારે ઈડર પોલિસ સ્ટેશનના પીએસઆઇ જાદવ મુસ્લિમોને જોઈ ને જોર જોર થી બિભત્સ ગાળો બોલવા લાગ્યા અને લોકોને લાકડીથી મારવા લાગ્યા. પોલિસ કર્મીનાં ઉક્ત કૃત્ય કોઈપણ રીતે યોગ્ય કહી શકાય નહીં અને સુપ્રીમ કોર્ટની ડીકે બાસુ ગાઈડલાઇનનાં પણ સ્પષ્ટ ઉલ્લઘન છે.
સાહેબ મુસ્લિમ સમુદાયના લોકોને જાહેર રસ્તા ઉપર ઢોર મારનાર, દૂષિત માનસિકતા ધરાવતા, સમાજમાં ભાગલા પાડવાના ષડયંત્રકારી પીએસઆઇ ને સસ્પેન્ડ કરવા જોઇયે જેથી સમાજમાં પોલિસ પ્રતિ વિશ્વાસ મજબૂત થાય.
હૂઁ આપશ્રી થી નિવેદન કરું છું કે ન્યાય સૌને સમાન દૃષ્ટિએ જુવે છે તે બાબતને ચરિતાર્થ કરીને દોષિત પીએસઆઇને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમની ઉપર FIR કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે. જેથી લોકોનો વિશ્વાસ કાયદા ઉપર વધુ મજબૂત થાય.
મને આશા છે કે આપ એફઆઇઆર નોંધશો તેમજ આરોપીને સસ્પેંડ કરવાનો હુકમ કરશો.
टिप्पणियाँ