ચુંટણી બૉન્ડ ના કુલ 30 તબક્કામાં SBI જુદાજુદા 19 રાજ્યો માં અધિકૃત કરેલા SBI મુખ્ય શાખાઓ માંથી જે બોન્ડ વેંચવામાં આવ્યા તેના કમિશન પેટે SBI કેન્દ્ર સરકાર (નાણાં મંત્રાલય) પાસે રૂ 12,4,59,043/- માંગ્યા.
સામાન્ય રીતે કોઈ બેંક માં ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવે તો તેનું કમિશન ગ્રાહક પાસેથી લેવાતું હોય છે. IPO mapan પોસ્ટ ખાતું પોસ્ટલ ઑર્ડર લેનાર પાસેથી ચાર્જ વસૂલે. પણ ચુંટણી બોન્ડ યોજનાં માં કરેલી ખાસ જોગવાઈ આ કમિશન નો ભાર સરકાર પર નાખે છે.
આરટીઆઇમાં મળેલ માહિતી અનુસાર અત્યારસુધી માં 8,57,06,831/- રૂપિયા સરકારે ચૂકવી દીધા છે, જ્યારે બાકી રકમ ચૂકવવાની પ્રક્રીયા ચાલી રહી છે.
વધુમાં, અત્યારસુધી પ્રિન્ટ કરાયેલા 6,82,600 EB નો પ્રિન્ટિંગ ખર્ચ રૂ 1,90,01,380/- થયો છે. તેમજ "mask printing device" ના ચાર્જ 6,720/- થયા છે.
કેન્દ્ર સરકારે આ તમામ ખર્ચ ભોગવ્યો છે.
છેલ્લે 2024 માં એક કરોડ 8350 બોન્ડ છાપ્યા છે, જેનું બીલ હજુ સરકારને મળ્યું નથી.
હજારો કરોડો રૂપિયાનું દાન જુદા જુદા રાજકીય પક્ષોના મળે તે માટેની વ્યવસ્થાનો ખર્ચ જનતાના માથે નાખ્યો.
(આ સાથે આરટીઆઇ નો જવાબ બિડેલ છે.)
આમાં એક વાત નોંધવા જેવી છે, કે સર્વોચ્ચ અદાલતે ચુકાદો રિઝર્વ રાખ્યા બાદ પણ નવા બોન્ડ છાપવામાં આવ્યા. એ દર્શાવે છે કે તે લોકસભા ચુંટણી માટેની તૈયારીઓ કરતા હતાં. અને સરકારને વિશ્વાસ હતો કે બોન્ડ ચાલુ જ રહેશે.
સામાન્ય રીતે વર્ષ માં ચાર વાર ચુંટણી બોન્ડ ખૂલે જ્યારે લોકસભા ચુંટણી વખતે 1 મહિના વધારે ઓપન કરી શકાય તેવી જોગવાઈ છે. કોઈ પણ રાજ્ય માં વિધાનસભા ની ચુંટણી હોય તો પણ વધારાના 15 દીવસ માટે બોન્ડ ચાલુ રાખી શકાતા હોય છે.
टिप्पणियाँ