પાનોલી જીઆઇડીસીમાં ઓદ્યોગિક ઘન/પ્રવાહી કચરાનું રીસાયલીંગ કરતી RSPL નામની કમ્પની આવેલ છે. જે અન્ય ઓદ્યોગિક એકમોના રાસાયણિક કચરાને રીસાયલીંગ કરવાનું કામ કરે છે જેમાં અનેક અને દુર –દુર ના એકમોનો રાસાયણિક કચરાને અહિયાં પ્રોસેસ માટે લાવવામાં આવે છે. આ દરમ્યાન 23.03.24 નાં રોજ મોડી સાંજે કોઈ કારણોસર રાસાયણિક કચરામાં આગ લાગતા હોળી પેહલા જ વેસ્ટ કેમિકલ હોળી દહન ના દ્ર્શ્યો સર્જાયા હતા અને તેમાં સોલ્વન્ટ સહીત ના ઝેરી તત્વો શામેલ હોવાના લીધે વાતાવરણ પ્રદુષિત બનતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. આ અગાઉ પણ ગત વર્ષે પણ પાનોલી જી આઈ ડી સી માં આગ અકસ્માત નો બનાવ બનતા કેટલાક ગામો ને ખાલી કરવાની ફરજ પડી હતી જે ઘટના ને યાદ કરી પ્રજા માં ભય નું વાતાવરણ સર્જાયું હતું.
આ અગાઉ પાનોલી ખાતે ના પ્લોટ નંબર ૨૨૩ માં આવેલ RSPL ના અન્ય પ્લાન્ટ માં ૧૮.૧૨.૧૫ ના અને મેં ૨૦૧૮ પણ વગર પરવાનગીએ અમસલ કેમ અંકલેશ્વર નું ટેન્કર સ્વીકારવામાં આવેલ અને તેમાંથી પ્રવાહી ટ્રાન્સફર કરતી વખતે સુરક્ષા ના માન્ય નિયમો નો ભંગ કરી બેદરકારી દાખવતા આગ અકસ્માત નો ગંભીર બનાવ બનેલ જેમાં ૩ થી કામદારો ના મૃત્યુ તેમજ અન્ય ઘાયલ થયા હતા અને તે બાબતે એકમ બંધ કરાવવામાં આવ્યો હતો. જે ને ટુક સમય બાદ અનુક્રમે ૧૦ લાખ, અને ૨૫ લાખ ની બેંક ગેરંટી લઇ ફરીથી પરવાનગી આપવામાં આવી હતી. તેમજ ૨૦૧૯ માં પાનોલી ખાતેજ પ્લોટ ૨૦૮/૨ માં અન્ય પ્લાન્ટ ની પરવાનગી મળેલ હતી અને તેમાં ગઈ કાલે આગ નો બનાવ બન્યો છે. આમ ગંભીર અકસ્માતો બન્યા બાદ તંત્ર તરફથી પ્લાન્ટ ફરીથી શરુ કરવાની પરવાનગી આપવામાં આવેલ અને તેમજ નવા અન્ય પ્લાન્ટ ની પણ પરવાનગી આપવામાં આવેલ છે. આ જોઈ તંત્ર ની વહીવટતા નો ખ્યાલ આવી શકે છે.
અંકલેશ્વર/પાનોલી માં વાંરવાર અકસ્માત ના બનાવો બને છે એ એક ચિંતન નો વિષય છે. દુર દુર થી ઓદ્યોગિક કચરો આ વિસ્તાર માં લાવવામાં આવે છે. અકસ્માતો થાય છે ભયંકર આગ લાગવાના બનાવોથી ઉદ્યોગોને તો પારાવાર નુકશાન થાયજ છે, પરંતુ મૃત્યુ આંક પણ વધી જતો હોય છે અને જો સોલવન્ટ ની આગ લાગી હોય તો એમાંથી ઉદભવતા ઝેરી કેમિકલોથી આસપાસ ના પરિસરની ખેતીવાડી ની જમીન ,વોટર બોડી , માનવ વસાહત અને પાલતુ જનાવારોના સ્વાસ્થ્ય ને અને પર્યાવરણ ને પણ પારાવાર નુકસાન થતું હોય છે, સાવચેતી ના રાખવામાં આવશે તો ભોપાલ ઘટનાનું પુનરાવર્તન થઇ શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઉદ્યોગોની તો ગ્રુપ વીમા પોલિસી હશે એટલે એમના કામદારોને તો લાભ મળતો હશે પણ આસપાસ ના પરિસર ના પર્યાવરણ ને થયેલ નુકસાન ને ભરપાઈ કરવા દંડ ની જોગવાઈ છે પરંતુ નુકસાન ની આકરણી કરવાની જવાબદારી અધિકારીઓ ની હોય છે અને આ થતી આકારણીઓ યોગ્ય થતી નથી, એકમો તો વીમા કમ્પની પાસે તેમને થયેલ નુકસાન નો ક્લેમ પાસ કરાવી લેતા હોય છે, પરંતુ જાન હાની અને પર્યાવરણ ને થયેલ નુકશાન ની યોગ્ય ભરપાઈ થતી નથી.
આવા બનતા અકસ્માતો ના કારણો ની યોગ્ય તપાસ થવી જોઈએ એક વખત હોય તેને અકસ્માત કહી શકાય પરંતુ વારંવાર થતા હોય એવા એકમો પ્રત્યે તંત્ર લાલ આંખ કરે એ સમય ની માંગ છે.
---
*પ્રકૃતિ સુરક્ષા મંડળ
टिप्पणियाँ