સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એમ કહે છે કે તેની જુદી જુદી શાખાઓમાં પૈસા જમા થયા છે એટલે તેને કયા પક્ષને કેટલી રકમ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મળી છે તેની માહિતી મળતાં અને તે સુપ્રિમ કોર્ટને આપતાં વાર લાગશે.
કેટલી બેહૂદી વાત છે આ ડિજિટલ ઇન્ડિયામાં!! સ્પષ્ટ છે કે SBI નરેન્દ્ર મોદીની સરકાર નચાવે તેમ નાચી રહી છે.
SBI એ કોઈ દયા, કરુણા, પ્રેમ, સ્નેહ, ઈર્ષા વગેરે જેવું ભાવવાચક નામ નથી. SBI એટલે તેના અધિકારીઓ કે જેઓ માહિતી આપવામાં વિલંબ કરી રહ્યા છે. તેઓ ડરેલા છે. તેમને રાજકીય નેતાઓ દ્વારા આવો આદેશ આપવામાં આવે તો જ તેઓ સુપ્રિમ કોર્ટને આવો જવાબ આપે તે સ્પષ્ટ છે. સમગ્ર દેશમાં જે ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે તેનું જ આ પરિણામ છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ બિનબંધારણીય ઠરાવાયા અને તેની માહિતી આઠમી માર્ચ સુધીમાં SBI સુપ્રિમ કોર્ટને આપે એમ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું. હવે SBI કહે છે કે તે આ માહિતી ૩૦મી જુન સુધીમાં આપશે. ત્યાં સુધીમાં લોકસભાની ચૂંટણી પતી પણ જાય અને પરિણામ પણ આવી જાય. ચૂંટણી માટે રાજકીય પક્ષોને જે પૈસા મળ્યા છે તેની માહિતી ચૂંટણી પછી મળે એ તો સરાસર અન્યાય છે.
હજુ હમણાં જ પૂરા થયેલા બજેટ સત્રમાં લોકસભામાં નાણાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ ₹ ૧૬,૫૧૮ કરોડ ઇલેક્ટોરલ બોન્ડ યોજના હેઠળ પ્રાપ્ત થયા હતા. જો SBI પાસે માહિતી ન હોય તો આ આંકડો આવ્યો કેવી રીતે?
કયા પક્ષને કેટલી રકમ કોના દ્વારા મળી એ માહિતી ભેગી કરવી એ તો SBI માટે એક ઘડીની રમતની વાત છે. કદાચ, એ માહિતી ભેગી કરેલી જ છે, પણ રાજકીય કારણોસર તે નરેન્દ્ર મોદી ઈચ્છતા નથી કે જાહેર થાય, એટલે જ SBI બહાનું કાઢે છે.
માહિતી મેળવવી એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને તે જ મોદી સરકારના પરિવારની SBI નકારી રહી છે.
टिप्पणियाँ