- રમેશ સવાણી* સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સામંતવાદી વ્યવહાર. શિક્ષાપત્રીમાં લોકશાહીનો ખ્યાલ નથી. તેમના મુખ્ય પુસ્તક ‘શિક્ષાપત્રી’ને જોઈએ : શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી, શ્લોક-90. અતિ દલિતોએ તિલક કરવું નહી, માત્ર ચાંદલો જ કરવો, શ્લોક-45. પતિ નપુંસક હોય તો પણ ઈશ્વર માનવો, શ્લોક- 159. વિધવા મહિલાઓએ પતિ બુદ્ધિએ શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા એટલે કે પુન:લગ્ન ન કરવા, શ્લોક-163. વિધવા મહિલાઓએ વ્રત ઉપવાસ કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું, શ્લોક-166. વિધવા મહિલાઓએ એકવાર આહાર કરવો, શ્લોક- 168. મહિલાઓએ વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહીં, અને પોતાનું રજસ્વલાપણું છૂપાવવું નહીં, શ્લોક- 173. મહિલાઓએ અસ્પૃશ્યતા પાળવી, શ્લોક-174. કોઈ પુરુષે મહિલાના મુખેથી જ્ઞાનવાર્તા સાંભળવી નહીં, શ્લોક-34. પતિ પરદેશ ગયો હોય ત્યારે પત્નીએ આભૂષણ ધારણ ન કરવા, શ્લોક-162. જન્મ તથા મરણનું સૂતક પાળવું, શ્લોક-88. વર્ણાશ્રમનો ત્યાગ ન કરવો, શ્લોક-24. જન્મથી બ્રાહ્મણ આચાર્ય પાસેથી જ દીક્ષા ગ્રહણ કરવી, શ્લોક-128. રાજાના દર્શને ખાલી હાથે ન જવું, શ્લોક-37. જે ગામમાં ઉપદ્રવ હોય તે ગામ છોડી દેવું, શ્લોક-154. ધનાઢ્ય ગૃહસ્થોએ યજ્ઞ