મોદીજી 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ગુજરાત ખાતે 1979 બેચના એક IAS અધિકારીની સૂબા તરીકે નિમણૂંક કરી હતી ! તેનું નામ છે કે. કૈલાસનાથન. તેમનું કામ હતું મુખ્યમંત્રી/ ચીફ સેક્રેટરી ઉપર દેખરેખ રાખવાનું ! તેમને ગુજરાતના મુખ્યમંત્રીના Chief Principal Secretaryનો હોદ્દો આપવામાં આવ્યો હતો. તેઓ ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રી મોદીના અગ્ર સચિવ તરીકે હતા. વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત આ હોદ્દા પર ચીટકાવીને રાખવામાં આવ્યા હતા. 30 જૂન 2024ના રોજ તેમનો છેલ્લો દિવસ હતો. કેટલાંય કાળા કામોના સાક્ષી છે આ સૂબાજી ! એટલે મોદીજી તેમને યોગ્ય જગ્યાએ ગોઠવશે !
IAS/IPS અધિકારીઓ જાણતા હતા કે ગુજરાતમાં મુખ્યમંત્રીનું કંઈ ઉપજતુ નથી એટલે તેઓ આ સૂબાનો સંપર્ક કરતા હતા અને પ્રસાદી આપી ક્રીમ પોસ્ટિંગ મેળવતા હતા ! તેના કારણે ભ્રષ્ટ IAS/ IPS બેફામ બન્યા હતા. તેથી જ ગુજરાતમાં ઠેરઠેર દારુ અને જુગારના કેન્દ્રો ધમધમતા હતા, લઠ્ઠાકાંડ થતાં હતા ! બેફામ ખનીજ ચોરીઓ થતી હતી. ગુજરાતની એકેએક નદીને ખનીજ માફિયાઓએ ખોદી નાખી છે. તેના કારણે જ નદીઓ પ્રદૂષિત બની છે. તેના કારણે જ રાજકોટ ગેમ ઝોન જેવા હત્યાકાંડો થતાં હતાં. તેમના કારણે જ દલીતોની હત્યાઓ થતી હતી. આદિવાસીઓની જમીન છીનવાતી હતી. IAS/ IPS અધિકારીઓ રાતદિવસ માત્રને માત્ર પૈસા રળવામાં લાગેલા હતા, તેમને સૂબાનું સંરક્ષણ હતું ! રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ફરિયાદી પાસેથી 75 લાખનો તોડ કર્યો, તેની ફરિયાદ સતાપક્ષના MLA/ MPએ કરી છતાં મનોજ અગ્રવાલનો વાળ પણ વાંકો ન થયો ! કેમકે તેમને સૂબાનું સંરક્ષણ હતું ! વિચિત્રતા એ હતી કે મુખ્યમંત્રી ઈચ્છે તો પણ IAS/ IPS અધિકારીઓ સામે પગલાં લઈ શકતા ન હતા ! વહિવટીતંત્રને સાવ ખોખલું કરવામાં આ સૂબાએ મહત્તમ યોગદાન આપેલ. તેમણે કેટલાંય નિષ્ઠાવાન IAS/ IPS અધિકારીઓ અને મુખ્ય સચિવોની જિંદગી બગાડી નાખી હતી !
કેટલાંય મોટા મોટા સરકારી કોન્ટ્રાક્ટરોના બિલ પેન્ડિંગ રાખવામાં આવતા અને સૂબાજીનો સંપર્ક કર્યા બાદ પેમેન્ટ રીલીઝ થતું. ‘કમલમ’ને આર્થિક તાકાત આપવામાં તેમનું ઐતિહાસિક યોગદાન છે !
ઘણી વખત લોકોને આશ્ચર્ય થતું કે લોકોની વેદના બાબતે હાઈકોર્ટ માથા પછાડે છે, છતાં સરકાર/ મુખ્યમંત્રી કડક પગલાં કેમ લેતા નથી? સરકાર સંવેદનશીલ કેમ નથી? પરંતુ આ એવી લોકશાહી વ્યવસ્થા હતી જેમાં મુખ્યમંત્રીના હાથ સૂબા દ્વારા મોદીજીએ બાંધી રાખ્યા હતા !
વડાપ્રધાન બન્યા છતાં સૂબા દ્વારા ગુજરાતનો વહિવટ કરવાની મનોદશા મોદીજી ત્યાગી શક્યા ન હતા ! મુખ્ય સચિવની પાંખો કાપવા, એક ગેરકાયદેસરનો હોદ્દો ઊભો કરી વ્યવસ્થાને અંગત સ્વાર્થ માટે કંટ્રોલ કરવી તે બિલકુલ ગેરબંઘારણીય કૃત્ય ગણાય. સત્તા માણસને વિવેકહીન પણ બનાવી મૂકે છે !
टिप्पणियाँ