અમર ઉજાલાના રિપોર્ટ પ્રમાણે સત્સંગ પૂર્ણ થયાં પછી લગભગ 50 હજાર અનુયાયીઓ જવા માટે ઊભા થયાં પરંતુ બાબાના સેવકોએ બાબાના કાફલાને બહાર કાઢવા માટે લાંબો સમય સમય સુધી ભીડ ગરમી અને ભેજમાં ઊભા રહયાં. ગરમી, ભેજ અને ભીડમાં ગુંગળામણને કારણે અનુયાયીઓ બેભાન થઈ ગયાં અને નીચે પડ્યાં ; સેવકોના ગયાં પછી અનુયાયીઓએ બહાર નીકળવા માટે નાસભાગ મચી અને 127 લોકો મૃત્યુ પામ્યા. (Reason For Hathras Accident Stampede Occurred While Taking Out Baba Convoy Sevadars Stopped 50 Thousand Follow - Amar Ujala Hindi News Live - हाथरस हादसे की वजह:बाबा के काफिले को निकालने के चक्कर में मची भगदड़, सेवादारों ने रोक दिए थे 50 हजार अनुयायी).
એક યૂટ્યૂબ ચેનલ પ્રમાણે હોસ્પિટલમાં લાશ માટે જગ્યા ન હતી એટલે લાશ દાદરાઓ મૂકવામાં આવી હતી અને બાળકો માતાની લાશ પાસે બેસીને રડતાં હતાં. આટલું હ્રદયદ્રાવક દ્રશ્ય !!! એ રાક્ષસ બાબો ભાગી ગયો અને એ રાક્ષસના નામે હજી સુધી એફઆઇઆર પણ નોંધાઈ નથી. આ દ્રશ્યની કલ્પના કરી શકાય કે દાદરાના પગથિયાં પર લાશો પડી હોય અને બાળકો રડતાં હોય! એવું કહ્યું કે પોલીસોનું પણ હૈયું આ જોઈને વલોવાઇ રહ્યું હતું. કેટલું બેફામ મોત!
મને એ સમજ નથી પડતી કે આવા બાબાઓ અને એમના સત્સંગ અને કથાઓ પાછળ આપણે પાગલ કેમ છે ? એ આપણાં કરતાં પણ નબળા છે. એ બંગલામાં એસીવાળી ફાઇવ સ્ટાર ઝુંપડી બાંધીને રહે, એસી મોંઘી ગાડીઓમાં ફરે , માલમલિદા ખાય , અને સૌથી મહત્વની વસ્તુ “ ભેટ “ની મહાલાલચ ! અને આપણે મહાન માનવી અહોભાવથી એમની વાતો કરીએ અને પગે પડીએ.
ધર્મમાં માનવું કે ન માનવું એ દરેકની વ્યક્તિગત બાબત છે પણ આવા આડંબરને તો ઓળખીએ. તીર્થસ્થાનોમાં જઈ પૂનમ ભરવાની , અગિયારસ ભરવાની , વારતહેવારો પર ધાર્મિક સ્થળો પર ઢગલાબંધ લોકોનું ભેગું થવું અને હૈયું દળાઈ જાય એવી ભીડમાં બાળકોને લઈ જવું વગેરે વગેરે .
ધર્મગુરુઓ તો વીવીઆઇપીની જેમ વર્તે અને ફાઇવસ્ટાર સવલતો ભોગવે છે . ભક્તોને આ બધાંની સમજણ કેમ નથી ? હું મારી આજુબાજુના લોકોને જોઉ છુ અને મને ખ્યાલ આવે છે કે એક જાય એટલે બીજો કે બીજી એટલે જાય કે ફરી આવીશું. બસો ભરીને જાય અને લોકો સત્સંગ કમ ઉજાણી કરે.
આ નિમ્નમાનવ ભાગી ગયો. ભોગવ્યું લોકોએ ! મહેરબાની કરીને “કર્મ કર્યા હોય એવા ફળ મળે “ એવી વાત ન કરશો. please ! આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવાની જરુર છે. દર્શન કરવાં છે તો ભીડ ન હોય ત્યારે જાવ. રજાના દિવસની જગ્યાએ ચાલુ દિવસે જાવ. નાના બાળકોને લઈને નહીં જાવ. “મને કશું જ નહીં થાય “ એવા વહેમમાં રહેવું નહીં. કોઈવાર આપણે કોઈને કહીએ કે તમે આટલી ભીડમાં જશો ? તો કહેશે ભગવાનની ઘેર જ જઈએ છે એ સાચવી લેશે. “ ના , આ અંધશ્રદ્ધા છે. કોઈ ભગવાન એવું નથી કહેતાં કે મારા સ્થાનમાં આવીને ભીડ કરો અને અમાનવીય ત્રાસ ભોગવો . “ “મન ચંગા તો કથરોટમે ગંગા “ !
ધર્મગુરુઓમાં તો હોડ લાગી છે કે હું કેટલા શિષ્ય બનાવું ? મોટાભાગના ધર્મગુરુઓ માટે એનો અનુયાયી એક માથું છે જે સંખ્યા વધારે છે અને ભેંટ ધરે છે. એથી વધારે એને મહત્વ હોય તો આટલા લોકોને ભેગાં કરીને એમની જિંદગી સાથે ન રમે. સાઉદી અરબમાં હજ દરમિયાન 1301 હજયાત્રીઓના ગરમીથી મૃત્યુ થયાં. એમાંના મોટાભાગના લોકો ગેરકાયદેસર ગયાં હતાં ને 50 ડિગ્રીથી ઉપરની ગરમીમાં એમની પાસે રહેવાનું ઠેકાણું ન હતું અને એ મૃત્યુ પામ્યા (1,301 Hajj pilgrims die in Saudi | સાઉદીએ કહ્યું- હજમાં 1,301 યાત્રીઓના મોત: મોટાભાગના ગેરકાયદેસર રીતે મક્કા પહોંચ્યા હતા, અમે 1 લાખથી વધુ ગેરકાયદે હજયાત્રીઓની સારવાર કરી | Divya Bhaskar)
આપણે ખબર છે કે હિમાલયને કોરીકોરીને પોલો અને નબળો બનાવી દીધો છે. ભૂસ્ખલન થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે તો પણ લોકો જાય છે. પછી પોલીસ, આર્મી, માંદગી અને ઘણીવાર મૃત્યુ.મને યાદ છે આસારામબાપુની પૂનમ ભરવા લોકો અન્ય રાજયોમાંથી પણ ટ્રેનમાં આવતાં અને ટ્રેનના પગથિયાં પર બેસીને કે લટકાઈને આવતાં. કેટલાંક ધર્મગુરુને ત્યાં તો છોકરી પરણે એટલે સાસરીવાલા એને પ્રસાદી તરીકે મહારાજને ભેટ ધરે અને અને મહારાજ ભોગવે. (લખતા જ રૂવાડાં ઊભા થઈ જાય છે તો એ છોકરીની હાલત શું થતી હશે! ) તો પણ અનુયાયીઓની સંખ્યામાં ત્રુટિ ન આવે. નૈતિકતા, શિસ્ત , લોભલાલચ જ્યાં હોય ત્યાં ધર્મ હોય ? વિચારવાનું છે . ખૂબખૂબ વિચારવાનું છે. મા મરી જશે તો બાળકનું શું ? દીકરો મરી જશે તો માતપિતાનું ,પત્ની , બહેનનું કોણ ? આવા નિર્ણય લેતાં પહેલાં ખૂબ વિચારીએ. સરકાર પણ ગુનેગાર છે , પરંતુ એનાથી વધારે ધર્મગુરુઓ ગુનેગાર છે અને એનાથી વધારે અંધશ્રદ્ધાગ્રસ્ત લોકો !!
---
*સ્રોત: ફેસબુક
टिप्पणियाँ