सीधे मुख्य सामग्री पर जाएं

સંસદીય લોકશાહીનું આગામી ભાવિ જાણવા માટે ચોથી જૂનની સાંજ પડે એની રાહ જોવી પડશે

- બિનીત મોદી*
 
‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે...
અઢારમી લોકસભાની રચના માટે પહેલા તબક્કાના મતદાન સાથે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 1950માં સંસદીય લોકશાહી અપનાવ્યા પછી આજ સુધી સત્તર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ છે. પહેલી લોકસભાની 1952માં રચના થઈ અને 2019માં સત્તરમી લોકસભાની. સામાન્ય ચૂંટણીના આ અવસરે આપણે વાત કરીશું લોકસભાના આયુષ્યની. આયુષ્ય મતલબ મુદત. બંધારણે નક્કી કરી આપ્યા પ્રમાણે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે. ન એક દિવસ ઓછો, ન એક દિવસ વધારે. હા, તેમાં અપવાદ છે.
સત્તરમી લોકસભા તેનો પાંચ વર્ષનો કાર્યકાળ જૂન 2024ની મધ્યમાં પુરો કરશે. એ પહેલા અઢારમી લોકસભાની રચના થઈ જશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર આખરી ચૂંટણી પરિણામોને આધારે નવા ચૂંટાયેલા 543 સભ્યોની પ્રિન્ટેડ યાદી, સારી રીતે બાઇન્ડ અને ડેકોરમ કરેલી સ્થિતિમાં કાસ્કેટમાં મુકી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સોંપશે એ સાથે અઢારમી લોકસભાની રચના પ્રક્રિયા શરૂ થઈ જશે. સામાન્ય ચૂંટણી એ તેનું પ્રથમ પગથિયું છે.
આજ સુધી સત્તરમાંથી અગિયાર લોકસભાએ તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે. પહેલી ત્રણ લોકસભાએ તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી હતી. એ પછી પાંચમી, સાતમી, આઠમી, દસમી અને ચૌદમીથી સત્તરમી લોકસભાએ તેનો નિશ્ચિત કાર્યકાળ પૂર્ણ કર્યો છે. લોકસભા તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ ન કરે તેના કારણો મોટા ભાગે રાજકીય હોય છે. ચોથી લોકસભાની મુદતમાં જવાહરલાલ નેહરૂની ગેરહાજરી હતી અને કૉંગ્રેસમાં રાષ્ટ્રીય કક્ષાએ ભંગાણ પડ્યું એ પછી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેને સવા વર્ષ પહેલા બરખાસ્ત કરી હતી. પાંચમી લોકસભા સમયે કટોકટી / State of Emergency લાદવામાં આવી હોવાથી ઇન્દિરા ગાંધીએ જ તેની મુદત દસ મહિના જેટલી લંબાવી હતી, અલબત્ત લોકસભાની બંધારણીય મંજૂરી સાથે.
છઠ્ઠી લોકસભાએ દેશને પહેલી બીનકૉંગ્રેસી સરકાર આપી પણ તેની બન્ને સરકારો મુદત પુરી ના કરી શકી. વડાપ્રધાન પદે માતા-પુત્રની જોડીએ સાતમી અને આઠમી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ કરાવ્યો. પુનઃ બે બીનકૉંગ્રેસી સરકારોએ નવમી લોકસભાને પાંચ વર્ષ ના જોવા દીધા. આર્થિક સુધારા યુગની પહેલી લોકસભા એવી દસમી લોકસભાએ એક જ વડાપ્રધાનના નેતૃત્વમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા. એમનું નામ પી. વી. નરસિમ્હારાવ. જેમને ગયા મહિને માર્ચ 2024ના અંતે મરણોત્તર ભારત રત્ન સન્માન એનાયત થયું. દેશનું સર્વોચ્ચ રાજકીય સન્માન. એ સન્માન પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને પણ મરણોત્તર અપાયું જેમણે પદ પર રહેતા કદી લોકસભા જોઈ જ નહોતી.
પુનઃ બીનકૉંગ્રેસી સરકારોના યુગમાં અગિયારમી અને બારમી લોકસભા મુદત પહેલા જ બરખાસ્ત થઈ ગઈ. જીવતેજીવ ભારત રત્ન સન્માન મેળવનાર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની તેરમી લોકસભા તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરે એવી પુરતી શક્યતાઓ હતી. પરંતુ વાજપેયીના રાજકીય સલાહકારોએ આઠ મહિના પહેલા લોકસભા બરખાસ્ત કરાવી વહેલી ચૂંટણી કરાવડાવી.
તો 2004માં ચૌદમી લોકસભાથી શરૂ કરીને આ 2024માં સત્તરમી લોકસભાની મુદત પૂર્ણ થવા આરે ભારતની સંસદીય લોકશાહીના આ પહેલા એવા બે દાયકા છે જેમાં ચાર સરકારો અને બે વડાપ્રધાનોએ સ્થિર શાસનના દસ-દસ વર્ષ આપ્યા છે.
સંસદીય લોકશાહીનું આગામી ભાવિ જાણવા માટે ચોથી જૂનની સાંજ પડે એની રાહ જૂઓ. એ સાંજે અઢારમી લોકસભા ચૂંટણીના બહુમતી પરિણામો જાહેર થઈ જશે.
---
*પત્રકાર, અમદાવાદના રાજકીય સંશોધક

टिप्पणियाँ

ट्रेंडिंग

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

નલ સે જલ યોજના અંતર્ગત તમામ ગામોમાં શું કામગીરી થઈ છે? વાસમોની વેબસાઇટ પર જાહેર કરવા માહિતી આયોગનો હુકમ

- પંક્તિ જોગ  રાજ્યના ગ્રામજનો આ યોજના હેઠળ તેમના ગામોમાં થયેલ કામગીરીથી વાકેફ હોય તે માટે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજરના ભાગરૂપ યોજના શરૂ થઈ ત્યારથી અત્યારસુધીની વર્ષવાર જીલ્લા, તાલુકા, ગામપ્રમાણે થયેલા કામગીરીની વિગતો જાહેર કરવી જરૂરી. પ્રો-એક્ટિવ ડિસ્ક્લોજર તૈયાર કરવા અત્યારસુધી GAD દ્વારા અપાયેલ પરીપત્રોનો WASMO એ અમલ કર્યો નથી.

वर्षा की तीव्रता, आवृत्ति और बांध के कारण व्यापक बाढ़ आपदा के प्रति भारत अतिसंवेदनशील है

- राजकुमार सिन्हा*  औसत वैश्विक तापमान वृद्धि के कारण लंबे समय तक बारिश न होने के और अचानक अत्यधिक बारिश की घटना के कारण बाढ़ में बढोतरी हुआ है। आपदा आने से ठीक पहले वायनाड केरल में अभूतपूर्व बारिश हुई थी। जिले की सलाना औसत का 6 प्रतिशत बारिश महज़ एक दिन में बरस गई। विगत कुछ वर्षों से जलवायु परिवर्तन वर्षा की तीव्रता और आवृत्ति को प्रभावित कर रहा है। एकाएक कम समय में भारी बारिश के कारण बाढ़ वृद्धि के जोखिम बढ़ जाते हैं। 

મહાત્માગાંધીની ભારતવર્ષની આઝાદી માટેની ત્રિસુત્રી અહિંસક પ્રેમમય સહજીવનની ઉત્ક્રાંતિ

- ઉત્તમ પરમાર*  ભારતીય આઝાદીનું વિશ્વભરમાં સૌથી મોટું કોઈ પ્રદાન હોય તો તે એ છે કે ભારતીય આઝાદી સૈનિકશક્તિ નિર્માણ કરીને નહીં પરંતુ નાગરિક ચેતનાનું નિર્માણ કરીને મેળવેલી આઝાદી છે. ભારતીય આઝાદી પહેલા વિશ્વભરમાં જેટલા પણ આઝાદીના સંગ્રામ ખેલાયા છે તે બધા જ સૈનિકશક્તિ પર નિર્ભર હતા , જ્યારે માત્ર ભારતીય સ્વાતંત્ર સંગ્રામ એ પોતાની ગુલામ રૈયત પ્રજાનું નાગરિક ચેતનામાં રૂપાંતર કરાતા ઉપલબ્ધ થયેલી આઝાદી છે. 

આવેદન પત્ર - આરોગ્યના ક્ષેત્રે ગુજરાત જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે: ઓછામાં ઓછો 5% કરવામાં આવે

- મીનાક્ષી જોષી*  મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વિષય: આરોગ્યના ક્ષેત્રે ગુજરાત રાજય જીએસડીપીના માત્ર એક ટકા ખર્ચ કરે છે તેમાં વધારો કરીને ઓછામાં ઓછો 5% કરવામાં આવે માનનીયશ્રી,

राहुल गाँधी की अमरीका में टिप्पणियां कहीं से भी विभाजनकारी नहीं हैं, भारतीय संविधान के मूल्यों का प्रतिनिधित्व करती हैं

- राम पुनियानी*  अमरीका की अपनी हालिया यात्रा के दौरान राहुल गांधी (आरजी) ने लोगों के साथ कई बार बातचीत की. ऐसी ही एक बैठक के दौरान उन्होंने दर्शकों के बीच बैठे एक सिक्ख से उसका नाम पूछा. वे भारतीय राजनीति के दो ध्रुवों की चर्चा कर रहे थे और भारत में संकीर्ण कट्टरपंथी राजनीति के ज्यादा प्रबल और आक्रामक होने की ओर बात कह रहे थे. उन्होंने उन सज्जन की ओर मुखातिब होते हुए कहा कि भारत में “संघर्ष इस मुद्दे पर है कि उन्हें सिक्ख होने के नाते, पगड़ी पहनने दी जाएगी या नहीं, या कड़ा पहनने की इजाजत होगी या नहीं. या वे एक सिक्ख के रूप में गुरूद्वारे जा पाएंगे या नहीं. लड़ाई इसी बात की है. और यह मुद्दा सिर्फ उन तक सीमित नहीं है, बल्कि सभी धर्मों के लिए प्रासंगिक है.”