सीधे मुख्य सामग्री पर जाएं

ગાંધી વારસાનું વિદેશી રત્ન, જેમણે અંગ્રેજી સાશન સામે સંઘર્ષ કરી જેલવાસ ભોગવ્યો

- ગૌરાંગ જાની 

તમે કદી એવું સાંભળ્યું છે કે એક યુવાન અંગ્રેજ મહિલા ભારતના આઝાદી આંદોલનમાં ઝુકાવે અને તેની આત્મકથા માતૃભાષા અંગ્રેજીમાં નહિ પણ હિન્દીમાં લખે? હા એ હકીકત છે! 'વ્યાવહારિક વેદાંત: એક આત્મકથા' ભારતના ગાંધીવાદી સામાજિક કાર્યકર સરલાબહેન કે સરલા દેવી ની આત્મકથા છે. હિન્દી આત્મકથાનું અંગ્રેજી ભાષાંતર A life In Two Worlds નામે પ્રકાશિત થયું છે. ગુજરાતી સાહિત્યકાર શરીફા વીજળીવાળાએ આ આત્મકથાનો સંક્ષેપ કરી ગુજરાતી વાચકોને ભેટ ધર્યો છે. 'ગાંધીની કેડીએ' એ નામની આ અનુવાદિત સંક્ષિપ્ત આત્મકથા યજ્ઞ પ્રકાશને પ્રકાશિત કરી છે.મહાત્મા ગાંધીના અંગ્રેજ શિષ્યા સરલાબહેનના (૧૯૦૧ - ૧૯૮૨) જીવનની દીવાદાંડી સમાન વાત આજે માંડીએ .
સરલાબહેન અર્થાત્ Catherine Marry Heilman નો જન્મ અંગ્રેજ માતા અને જર્મન પિતાના પરિવારમાં પશ્ચિમ લંડનમાં ૫ એપ્રિલ ,૧૯૦૧ ના દિવસે થયો હતો .પિતા જર્મન હોવાને કારણે ઇંગ્લેન્ડમાં તેઓને અને પરિવારને ખૂબ સહન કરવું પડ્યું.પિતાને તો. જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા .શાળા શિક્ષણ બાદ કેથરિને લંડનમાં કામ કરવા માંડ્યું .આ દરમિયાન  તેઓ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા. આ વિદ્યાર્થીઓએ તેમને મહાત્મા ગાંધી અને ગાંધી વિચારધારાનો પરિચય આપ્યો.ગાંધી થી પ્રભાવિત થઈ વર્ષ ૧૯૩૨ માં તેઓ ભારત આવ્યા અને સમગ્ર જીવન ગાંધી વિચાર આચારના અમલમાં અને ભારતની આઝાદી અર્થે સમર્પિત કર્યું હતું. આઝાદ ભારતમાં પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન માટેના વિશ્વ પ્રસિદ્ધ ચિપકો આંદોલનના ઉદભવમાં પાયાનું પ્રદાન કર્યું.
તેઓનો ભારત પ્રવેશ રાજસ્થાનના જાણીતા શિક્ષણધામ વિદ્યા મંદિર દ્વારા થયો. અહીં ગાંધી વિચારના શિક્ષણના બે વર્ષના પ્રયોગોથી તેઓ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા . વુલન ખાદીના અને હાથ વણાટની ખાદી અર્થે તેઓની પસંદગી થઈ અને અલ્મોડા જિલ્લાના ગાંધી આશ્રમમાં તેઓએ કામ શરૂ કર્યું.શાંતિલાલ ત્રિવેદી નામના સત્યાગ્રહી જેઓ ઝંડા સત્યાગ્રહમાં ગંભીર ઘાયલ થયા હતા તેઓની મદદ અને માર્ગદર્શનથી  કેથરિન ખાદીકામ અને સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવે છે.
૧૯૪૧-૪૨ માં એક નિર્ણય લેવાયો અને ઉત્તરાખંડના કસૌનીમાં એક શાળા જ્યાં સ્વાતંત્ર્ય સૈનિકોની દીકરીઓને ભણી શકે એવી શાળાનું  સુકાન વર્ષ ૧૯૪૮ માં સરલાબહેનને સોંપાયું .આ સંસ્થા લક્ષ્મી આશ્રમ તરીકે શિક્ષણ અને સમાજસેવાનું વટવૃક્ષ બની વિકસી.આજે અહી 'સરલાબહેન સંગ્રહાલય' પણ છે જે સરલાબહેનના પ્રદાનના વારસાને વ્યક્ત કરે છે. એક માન્યતા એવી છે કે સરલાબહેન નામ ગાંધીજીએ આપ્યું હતું પણ તેઓની આત્મકથા પ્રમાણે આ નામ ગાંધીએ નથી આપ્યું પણ લોકો સાથેના સંપર્કમાં એ ઉભરી આવ્યું.ભારત છોડો આંદોલન દરમ્યાન તેઓની ધરપકડ થઈ હતી અને અલ્મોડા અને લખનૌની જેલમાં બે વર્ષનો કારાવાસ ભોગવ્યો હતો. કારાવાસમાં તેમના પર થતાં દમન વિરૂદ્ધ પંડિત નેહરુએ અનેક વખત વિરોધ દર્શાવ્યો હતો.હિન્દી અને અંગ્રેજીમાં તેઓએ ૨૨ પુસ્તકો લખ્યાં છે જેમાં મહિલા સશકિતકરણ,પર્યાવરણ સુરક્ષા અને પહાડોના સંરક્ષણ જેવા વિષયોને વણી લેવામાં આવ્યા છે.
જેલમાં અનેક યાતનાઓ ભોગવી મૃત્યુ પામેલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોના પુનર્વસન માટે સરલાબહેન સતત સક્રિય રહેતા હતા. રક્ષાબંધનના   દિવસે પોતાના હાથે કાંતેલી સુતરની આંટી પર હરદળ પાવડર છાંટી તેઓ રંગીન રાખી બનાવતા અને જેલના સાથીઓને કાંડે બાંધતા ત્યારે લાગણીભર્યા દ્ર્શ્યો સર્જાતા હતા .આઝાદી બાદ તેઓ વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં પણ જોડાયા હતા . ખાસ કરીને બિહારના ગરીબ પરિવારો સાથે વિમલા બહુગુણાએ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી  ગરીબો સર્જન ગાઢ સંબંધ સ્થાપિત કર્યો  હતો.
હિમાલયની ખીણમાં તેઓનો સેવાયજ્ઞ આજીવન રહ્યો અને મોટા પરિવર્તનનું માધ્યમ પણ બન્યો. ત્યાં દારૂ નિષેધનું મોટું અભિયાન બહેનો સાથે છેડ્યું જેમાં તેમના અનુયાયીઓ વિમલા અને સુંદરલાલ બહુગુણાએ પાયાની ભૂમિકા ભજવી. ચંબલ વિસ્તારના ખૂંખાર ડાકુઓને સમજાવી તેઓને આત્મસમર્પણ માટે તૈયાર કર્યા સરલાબહેને.સિતેરના દાયકામાં ઉત્તરાખંડમાં ચિપકો આંદોલન શરૂ.થયું.વૃક્ષોને ભેટી તેનું રક્ષણ કરવા સેંકડો મહિલાઓ ગાંધીના અહિંસક માર્ગે તૈયાર થઈ. આ આંદોલનના નેતા વિમલા અને સુંદરલાલ બહુગુણા અને હજારો કાર્યકરો માટે સરલાબહેન ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બન્યા હતા. આજે આ આંદોલન પર્યાવરણ સુરક્ષા માટેનું પ્રભાવક પ્રેરક બન્યું છે. એક વિદેશી મહિલાએ ભારતીય સમાજને ગાંધી દ્રષ્ટિકોણથી માત્ર સમજ્યો જ નહિ પણ તેના સર્વાંગી પરિવર્તન માટે જીવન સમર્પિત કર્યું. પોતાના જ દેશના અંગ્રેજી સાશન સામે સંઘર્ષ કરી જેલવાસ ભોગવ્યો સરલાદેવીને આઝાદીના અમૃત મહોત્સવે શત શત વંદન! તેઓને રચનાત્મક કાર્યો. માટેનો જમનાલાલ બજાજ એવોર્ડ પણ મળ્યો હતો.આઠમી.જુલાઈ ૧૯૮૨ ના દિવસે ભારતમાં પીઠોરાગઢમાં તેઓનું અવસાન થયું.

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

પ્રત્યુત્તર: સ્વઘોષિત ન્યાયાધીશ બની પ્રમાણપત્રો વહેંચવાનો પ્રોગ્રેસિવ ફોર્સીસ સાથેનો એલિટ એક્ટિવિઝમ?

- સાગર રબારી  મુ. શ્રી રમેશભાઈ સવાણી, આપની ખેત ભવન વિશેની પોસ્ટ બાબતે મારે કહેવું છે કે, સરકારને ખેત ભવન બક્ષિસ આપવાનું કામ શ્રી અમરસિંહભાઈ ચૌધરીએ કર્યું છે. અને, આ સ્થિતિ આવે એ પહેલા હું એમાંથી ટ્રસ્ટી તરીકે રાજીનામુ આપીને નીકળી ગયો એના માટેના જવાબદાર પરિબળો વિષે આપ વાકેફ છો?

जाति जनगणना पर दुष्प्रचार का उद्देश्य: जाति को ऐसी सकारात्मक संस्था बताना, जो हिन्दू राष्ट्र की रक्षा करती आई है

- राम पुनियानी*  पिछले आम चुनाव (अप्रैल-मई 2024) में जाति जनगणना एक महत्वपूर्ण मुद्दा थी. इंडिया गठबंधन ने जाति जनगणना की आवश्यकता पर जोर दिया जबकि भाजपा ने इसकी खिलाफत की. जाति जनगणना के संबंध में विपक्षी पार्टियों की सोच एकदम साफ़ और स्पष्ट है.

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવે એવું પગલું લેવાનું કોઈ દેખીતું કારણ નથી જણાતું

- ડો. કનુભાઈ ખડદિયા*  અખબારોમાંથી માહિતી મળી કે છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવશે. અને 20 માર્કના વસ્તુલક્ષી અને મલ્ટીપલ ચોઈસ પ્રશ્નોને બદલે 30 માર્કના પૂછવામાં આવશે. તેમજ વર્ણનાત્મક પ્રશ્નોમાં પાઠમાંથી આંતરિક વિકલ્પો આપવાને બદલે બધા પાઠો વચ્ચે સામાન્ય વિકલ્પો પૂછાશે.