આદર્શ સાંસદ ગ્રામ યોજના ઓકટોબર 2014 થી અમલ માં છે. આ યોજનાં મૂજબ 2019-2024 દરમ્યાન ગુજરાત ના 26 સાંસદોએ 130 ગામો દત્તક લેવાના થતા હતાં.
આ ગામોમાં માળખાકીય સુવિધા ઉપરાંત સર્વાંગી વિકાસ, ગાંધીજીના સપનાના વિકાસની પરિકલ્પના સાકાર કરવાનો હતો.
-છેલ્લા 5વર્ષ માં 106 ગામો દત્તક લેવાયા છે. પોરબંદર અને ડાંગ જિલ્લાનું કોઈ પણ ગામ દત્તક લીધેલ નથી.
દત્તક ગામો અંગે આરટીઆઇમાં મેળવેલ ડેટામાં બહાર આવેલા મુખ્ય પ્રશ્ર્નો:-
- સરકારના આદર્શ ગ્રામ યોજનાના ગામોનો હિસાબ ક્યાં?
- આદર્શ સાંસદ ગ્રામ યોજના ના 106 દત્તક ગામો પૈકી કોઈ પણ ગામનું સોશ્યલ ઓડિટ થયું જ નથી.
- કેન્દ્ર સરકારે આ ગામોમાટે કોઈ વધારાની, વિશેષ ગ્રાન્ટ ફાળવી નથી.
- 2019-2024 સુધી 26 સાંસદો દ્રારા 106 ગામો દત્તક લીધા. એક ગામની કેસ સ્ટડી કરાઈ.
- માનવ વિકાસ, સામાજિક વિકાસના કામો અંગે કોઈ દસ્તાવેજીકરણ નથી.
- મહેસાણાના દત્તક ગામમાં (પઢારિયા ગામ) 1200 મજૂર પણ 22 એક્ટિવ જોબકાર્ડ. આ વર્ષે માત્ર સરેરાશ 30 માનવ દિન કામ આપ્યું.
---
વિગતો માટે અહિયાં ક્લિક કરો
टिप्पणियाँ