પોલિસ મહાનિદેશક, ગુજરાત, ને આવનારા રામનવમીના તહેવારમાં નીકળતા જુલૂસમાં આવતા અસામાજિક તત્વોથી મુસ્લિમ ધાર્મિક સ્થળો અને મુસ્લિમ વિસ્તારોના રક્ષણ બાબત પત્ર:
આપ જાણો છો કે આવનારી 17મી એપ્રિલ ના રોજ રામનવમીનો તહેવાર છે. પાછલા વર્ષોના અનુભવ દ્વારા આપણે જાણીએ છીએ કે હિન્દુ ધાર્મિક તહેવારો મુસ્લિમોને હેરાન કરવા અને તેમના ધાર્મિક સ્થળો તેમજ દુકાનો મકાનોને નુકસાન કરવા માટેના માધ્યમ બની ગયા છે.
આવા જુલૂસોમાં ડીજે ઉપર મુસ્લિમો વિરુધ્ધના ગીતો વગાડવામાં આવે છે અને ડીજે મસ્જિદ, દરગાહની સામે ઊભા રાખીને લોકોને ઉશ્કેરવામાં આવે છે જેનાથી રાજયની શાંતિ વ્યવસ્થા ખોરવાય છે અને ભોગ પણ માત્ર ને માત્ર મુસ્લિમો જ બને છે.
સાહેબ હાલમાં લોકસભા ચૂંટણીના કારણે આચારસંહિતા લાગેલ છે, જેથી આ ચૂંટણી કોઈ સાંપ્રદાયિક ભેદભાવ નો ભોગ ના બને અને રાજયમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તેની વિશેષ કાળજી લેવાની જરૂર છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતા અમારી રજૂઆત છે કે
1- કોઈ પણ જગ્યાએ મંજૂરી વગર કોઈ જુલૂસ/યાત્રા ના નીકળે.
2- જુલૂસ/યાત્રા અન્ય રુટ ઉપલબ્ધ હોવા છતાં જાણી જોઈને મુસ્લિમ સ્થળો કે વિસ્તારોમાં યાત્રા લઈ જવાની મંજૂરી આપવામાં આવે નહીં.
3- યાત્રા/જુલૂસમાં વગાડવામાં આવનારા ગીતોની એક કોપી પોલિસમાં ફરજિયાત જમા કરાવ્વામાં આવે.
4- સમસ્ત યાત્રા/જુલૂસના રૂટની તેમજ ગીતોની માહિતી જાહેર માં પ્રસિદ્ધ કરવી
5- સમસ્ત રૂટ ઉપર સીસીટીવી કૅમેરા દ્વારા અને પોલિસ વિભાગ દ્વારા વિડીયો તેમજ ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવે.
6- મસ્જિદ, મજાર ઉપર ખાસ કરીને પોલિસ બંદોબસ્ત રાખવામા આવે અને ત્યાં બોડી વાર્ન કૅમેરા દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવે.
7- મંજૂરી આપતા વખતે આવનારા લોકો, વકતાઓ, નેતાઓ વગેરેના લિસ્ટ રાખવી.
8- મંજૂરીમાં યાત્રામાં આવનાર ગાડીઓ/ ટ્રેક્ટર/ટુવ્હીલર વગેરે તમામ વાહનો નો રેકોર્ડ રાખવો.
9- ડીજે ના કંપનીનું નામ, માલિકનું નામ તેની પરમીશન વગેરે વિગતોની માહિતીનું રેકર્ડ રખવું.
10- ધ્વનિ પ્રદૂષણ ના થાય તે માટે ડીજે ને યોગ્ય નિયમોનું પાલન કરવા સાથે મંજૂરી આપવી.
મને વિશ્વાસ છે કે આપ ઉપરોક્ત બાબતે યોગ્ય દિશાનિર્દેશ જારી કરશો, જેથી રાજયમાં સુલહ શાંતિનો ભંગ ના થાય.
નકલ રવાના
મુખ્ય સચિવ શ્રી, ગાંધીનગર, ગુજરાત
મુખ્ય ચુટણી અધિકારી શ્રી, ગાંધીનગર, ગુજરાત
---
*કનવિનર, માઇનોરી કોર્ડીનેશન કમિટી
टिप्पणियाँ