सीधे मुख्य सामग्री पर जाएं

જેને 2015માં ‘રાષ્ટ્રવિરોધી’ કરાર કરવામાં આવ્યો હતો, તેવા પાયલ કપાડિયા... Cannes થી Court?

- સંજય સ્વાતિ ભાવે 

ફ્રાન્સના અતિપ્રતિષ્ઠિત Cannes International Film Festival માં ભારતના દિગ્દર્શક પાયલ કપાડિયાની All We Imagine As Light નામની સ્ત્રી-કેન્દ્રી ફીચર ફિલ્મને Grand Prix નામનો અત્યંત સન્માનનીય પુરસ્કાર મળ્યો છે.
પાયલ એવાં સહુ પ્રથમ ભારતીય મહિલા દિગ્દર્શક છે કે જેમની ફીચર ફિલ્મ Cannes ની મુખ્ય સ્પર્ધામાં બતાવવામાં આવી હોય. વળી આ બીજી જ એવી ભારતીય ફિલ્મ છે કે જે મુખ્ય સ્પર્ધામાં બતાવવામાં આવી હોય.આ પહેલાં 1994માં શાજી એન. કરુણ નામના દિગ્દર્શકની ‘સ્વહમ’ ફિલ્મ બતાવવામાં આવી હતી.
સન્માન સ્વીકારતી વખતે પાયલે સંયત આનંદ સાથે સહુનો આભાર માન્યો.પછી તેમણે ફિલ્મની ત્રણ અભિનેત્રીઓ કની કુસૃતી,દિવ્ય પ્રભા અને છાયા કદમને મંચ પર પોતાની નજીક બોલાવી અને કહ્યું:
‘હું મારી એક્ટર્સને અહીં બોલાવું છું કારણ કે, મને નથી લાગતું કે , તેમનાં વિના આ શક્ય બન્યું હોત.આ સ્ત્રીઓએ મને ઘણું બધું આપ્યું છે અને તેમણે ફિલ્મને પોતાનો પરિવાર ગણીને તેના માટે કામ કર્યું છે,તમણે આ ફિલ્મને પોતાની માની છે.’
ફિલ્મ વિશેની નોંધ વાંચતાં તેમણે કહ્યું: ‘આ ફિલ્મ મૈત્રી વિશેની છે, આ ફિલ્મ એકબીજાથી સાવ અલગ હોય તેવી ત્રણ સ્ત્રીઓ વિશેની છે. આપણા સમાજમાં ઘણી વાર સ્ત્રી સ્ત્રીની દુશ્મન એમ માનવામાં આવે છે.આપણો સમાજ આ રીતે રચાયેલો છે એ આપણી કમનસીબી છે. પણ મારા માટે દોસ્તી બહુ મહત્વનો સંબંધ છે,કારણ કે તે વધુ એકતા,સમાવેશકતા અને સહસંવેદન (solidarity, inclusivity and empathy) જગાવી શકે છે. આ મૂલ્યો માટે આપણે મથતાં રહેવું જોઈએ.’
પાયલે પોતાની ટીમનો અને Cannes Festival ના આયોજન સાથે સંકળાયેલા સહુનો આભાર માન્યો .તદુપરાંત તેમણે ફેસ્ટિવલ સાથે સંકળાયેલા કામદારોનો આભાર માનીને તેમની ચળવળ સાથે સોલિડારિટી વ્યક્ત કરી હતી.
દેશના વડાપ્રધાને પાયલને અભિનંદન આપ્યા છે.યાદ કરાવવું જ રહ્યું કે તેમના જ વડા પ્રધાન પદ હેઠળની ભારતીય જનતા પક્ષની સરકારે આ જ પાયલ અને તેના બીજાં કેટલાક જાગૃત સાથીદાર યુવાઓ પર સરકારના એક તદ્દન ગેરવાજબી પગલાનો વિરોધ કરવા માટે 2015માં ચાર્જશીટ મૂકવામાં આવી હતી.તેમને ‘anti-national’ નો સિક્કો અને ‘go back to Pakistan’ ના નારા વેઠવાના આવ્યા હતા.
પાયલ ફિલ્મકલાના શિક્ષણ માટેની પૂનામાં આવેલી વિખ્યાત સંસ્થા Film and Television Institute of India (FTII)ના વિદ્યાર્થિની છે. ફિલ્મકલાના ધરુવાડિયા સમી આ સંસ્થાએ અનેક સિદ્ધીઓ હાંસલ કરી છે.
આ Cannes Festival માં પાયલ ઉપરાંત FTII ના ત્રણ વિદ્યાર્થીઓને સન્માન મળ્યાં છે. સંસ્થાના ચેરપર્સન/પ્રેસિડેન્ટ તરીકે મૃણાલ સેન, શ્યામ બેનેગલ, અદૂર ગોપાલકૃષ્ણન, ગિરીશ કર્નાડ જેવા દિગ્ગજો રહી ચૂક્યા છે.
સરકારે સંસ્થાના ચેરપર્સન તરીકે સરકારે જૂન 2015માં ભાજપના સભ્ય એવા અભિનેતા ગજેન્દ્ર ચૌહાનની નિમણૂક કરી.તેઓ કેવળ મહાભારત ટેલિવિઝન શ્રેણીમાં યુધિષ્ઠિરની ભૂમિકા માટે જાણીતા હતા.
આવી નજીવી પાત્રતા ધરાવતા વડાની રાજકીય નિમણૂકનો FTII ના વિદ્યાર્થીઓએ મોટા પાયે વિરોધ કર્યો.આંદોલન 202માં જુલાઈથી ઑક્ટોબર 130 દિવસ સુધી ચાલ્યું. વિદ્યાર્થીઓની ધરપકડો થઈ, તેમની પર કેસ દાખલ થયા.
આ આંદોલનના ટેકામાં અમદાવાદના કર્મશીલોએ પણ FTII ના વિદ્યાર્થીઓની સાથે ગોષ્ઠી અને તેમની ફિલ્મો બતાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
FTII આંદોલનના આગેવાનોમાં એક પાયલ હતાં.વિદ્યાર્થીઓએ એક દિવસ માનવ સાંકળ બનાવી અને સંસ્થાના નિયામકને ઘેરાવ કર્યો. તે વખતે કથિત ભાંગફોડ અને અન્ય આરોપો હેઠળ પાંત્રીસેક વિદ્યાર્થીઓ સાથે પાયલની સામે પણ ફરિયાદ દાખલ થઈ.
શિસ્તભંગના પગલાં તરીકે Student Exchange Program માંથી પાયલનું નામ કમી કરવામાં આવ્યું,વીસ હજાર રૂપિયાની સ્કૉલરશીપ રદ કરવામાં આવી. બધા વિદ્યાર્થીઓ પર 2016માં કેસ દાખલ કરવામાં આવ્યો જેની સુનાવણીઓ પૂનાની સેશન્સ કોર્ટમાં દર બે-ત્રણ મહિને ચાલે છે જેમાં પ્રોસિક્યુશન તરફથી ભાગ્યે જ કોઈ રજૂઆત હોય છે.
જોકે 2017માં પાયલની Afternoon Cloud નામની ફિલ્મ Cannes ના વિદ્યાર્થી વિભાગમાં પસંદ પામી ત્યારે FTII એ પાયલને તેના નિર્માણ માટેનું ખર્ચ આપ્યું હતું.
Cannes સન્માન પછીના એક પ્રતિભાવમાં પાયલે કહ્યું : ‘FTII એ જગ્યા છે કે જ્યાં તમે સિનેમાચાહકોની સાથે ખૂબ શેઅરિંગ કરી શકો.સંસ્થામાં મારી સાથે ભણતા વિદ્યાર્થીઓનો મારા વિચારોને ઘાટ આપવામાં ફાળો છે.અહીં અમને દુનિયાભરની ફિલ્મો જોવા મળી અને એ એક્સપોઝર મને મારી ફિલ્મો બનાવવામાં પણ ઘણું ઉપયોગી થયું.’
પાયલે 2021 બનાવેલી A Night of Knowing Nothing નામની ડૉક્યુમેન્ટરિ ફિલ્મને Cannes માં બેસ્ટ ડૉક્યુમેન્ટરિ ફિલ્મનો પુરસ્કાર મળ્યો. Abstract તરફ ઝુકાવ ધરાવતી આ કલાત્મક ફિલ્મ ભારતીય વિદ્યાર્થી જીવન અને યુનિવર્સિટી શિક્ષણ પરની એક સર્વોત્કૃષ્ટ ભારતીય ડૉક્યુમન્ટરિ ફિલ્મ ગણાય છે.
ફિલ્મ વિશેના એક લાંબા આસ્વાદલેખમાં નોંધવામાં એ મતલબનું આવ્યું છે કે FTII ના આંદોલનને એક પ્લૅટફૉર્મ તરીકે લઈને આ ફિલ્મ વિદ્યાર્થી જગતે મોદી સરકાર સામે ચલાવેલા વિરોધ, શાસકોનો મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથેનો ભેદભાવ, દલિત અને બહુજન સમાજના વિદ્યાર્થીઓ તરફનો અભિગમ, યુનિવર્સિટીઓની ફીમાં કમરતોડ વધારો અને ઉચ્ચશિક્ષણ માત્ર ધનિકોનો વિશેષાધિકાર બને તેવી નીતિને ખુલ્લાં પાડે છે.
2014 માં સત્તા પર આવેલી ભાજપ સરકારે જુદું વિચારવા પ્રેરનારી એક રાષ્ટ્રીય કક્ષાની સંસ્થામાં ખુલ્લેઆમ દખલગીરી અને તેના વિરોધનું દમન કરવાની શરૂઆત કરી તે સંભવત: પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂથી. તે પછી બનારસ હિન્દુ યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જામિયા યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી જેવી અનેક શિક્ષણસંસ્થાઓ સરકારની નીતિઓનો વિરોધ કરનાર છાત્રશક્તિને કચડી નાખવાનો સિલસિલો ચાલ્યો. હમણાં રામનવમી પર પણ FTII ના પરિસરમાં ઘૂસીને ત્યાં જોવા મળતાં બાબરી મસ્જિદ તોડવાના બનાવના પોસ્ટરને ફાડવાના અને ધાકધમકીનો બનાવ બન્યો.
પાયલને 26 મેના દિવસે વૈશ્વિક સન્માન મળ્યું. હવે બરાબર એક મહિના બાદ,26 જૂન 2024 ના દિવસે, પાયલ અને તેમનાં સાથીઓએ જૂન 2016માં,આઠ વર્ષ પહેલા સરકારની સામે અવાજ ઊઠાવ્યો હતો તેના માટેના મુકદમાની તારીખ પૂના સેશન્સ કોર્ટમાં છે.
---
*સ્રોત: ફેસબુક   

टिप्पणियाँ

ट्रेंडिंग

हिंदी आलोचना जैसे पिछड़ चुके अनुशासन की जगह हिंदी वैचारिकी का विकास जरूरी

- प्रमोद रंजन*   भारतीय राजनीति में सांप्रदायिक व प्रतिक्रियावादी ताकतों को सत्ता तक पहुंचाने में हिंदी पट्टी का सबसे बड़ा योगदान है। इसका मुख्य कारण हिंदी-पट्टी में कार्यरत समाजवादी व जनपक्षधर हिरावल दस्ते का विचारहीन, अनैतिक और  प्रतिक्रियावादी होते जाना है। अगर हम उपरोक्त बातों को स्वीकार करते हैं, तो कुछ रोचक निष्कर्ष निकलते हैं। हिंदी-जनता और उसके हिरावल दस्ते को विचारहीन और प्रतिक्रियावादी बनने से रोकने की मुख्य ज़िम्मेदारी किसकी थी?

नरेन्द्र मोदी देवत्व की ओर? 1923 में हिटलर ने अपनी तुलना भी ईसा मसीह से की थी

- राम पुनियानी*  समाज के संचालन की प्रजातान्त्रिक प्रणाली को मानव जाति ने एक लम्बे और कठिन संघर्ष के बाद हासिल किया. प्रजातंत्र के आगाज़ के पूर्व के समाजों में राजशाही थी. राजशाही में राजा-सामंतों और पुरोहित वर्ग का गठबंधन हुआ करता था. पुरोहित वर्ग, धर्म की ताकत का प्रतिनिधित्व करता था. राजा को ईश्वर का प्रतिरूप बताया जाता था और उसकी कथनी-करनी को पुरोहित वर्ग हमेशा उचित, न्यायपूर्ण और सही ठहराता था. पुरोहित वर्ग ने बड़ी चतुराई से स्वर्ग (हैवन, जन्नत) और नर्क (हैल, जहन्नुम) के मिथक रचे. राजा-पुरोहित कॉम्बो के आदेशों को सिर-आँखों पर रखने वाला पुण्य (सबाब) करता है और इससे उसे पॉजिटिव पॉइंट मिलते हैं. दूसरी ओर, जो इनके आदेशों का उल्लंघन करता है वह पाप (गुनाह) करता है और उसे नेगेटिव पॉइंट मिलते हैं. व्यक्ति की मृत्यु के बाद नेगेटिव और पॉजिटिव पॉइंटों को जोड़ कर यह तय किया जाता है कि वह नर्क में सड़ेगा या स्वर्ग में आनंद करेगा.

ગુજરાતી સાહિત્યકારો જોગ એક ખુલ્લો પત્ર: અરુંધતિ રોય અને સાહિત્યકારની સ્વતંત્રતા

- પ્રો. હેમંતકુમાર શાહ*  માનનીય સાહિત્યકારશ્રીઓ, નમસ્કાર. અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનો વિદ્યાર્થી હોવા છતાં હું ગુજરાતી, હિન્દી અને વૈશ્વિક સાહિત્યનો ચાહક અને વાચક હોવાને નાતે આપ સૌને વિનમ્રભાવે આ ખુલ્લો પત્ર લખી રહ્યો છું. આપને સલાહ આપવાની મારી કોઈ ઓકાત નથી પણ આપ સામે આક્રોશ અને વેદના વ્યક્ત કરી રહ્યો છું.

साहित्य बोध में परिवर्तन: सत्तर के दशक में विचारधारा का महत्व बहुत अधिक था

- अजय तिवारी   सत्तर के बाद वाले दशक में जब हम लोग साहित्य में प्रवेश कर रहे थे तब दाढ़ी रखने, बेतरतीबी से कपड़े पहनने और फक्कड़पन का जीवन जीने वाले लोग बेहतर लेखक हुआ करते थे या बेहतर समझे जाते थे। नयी सदी में चिकने-चुपड़े, बने-ठने और खर्चीला जीवन बिताने वाले सम्मान के हक़दार हो चले हैं। यह फ़र्क़ जनवादी उभार और भूमण्डलीय उदारीकरण के बीच का सांस्कृतिक अंतर उजागर करता है। 

एनडीए सरकार में हिन्दू राष्ट्रवाद की दिशा: मुसलमानों का हाशियाकरण जारी रहेगा

- राम पुनियानी*  लोकसभा आमचुनाव में भाजपा के 272 सीटें हासिल करने में विफल रहने के बाद एनडीए एक बार फिर नेपथ्य से मंच के केंद्र में आ गया है. सन 1998 में अटलबिहारी वाजपेई एनडीए सरकार के प्रधानमंत्री बने थे. उस सरकार के कार्यकलापों पर भी भाजपा की राजनीति का ठप्पा था. उस सरकार ने हिंदुत्व के एजेंडे के अनुरूप संविधान की समीक्षा के लिए वेंकटचलैया आयोग नियुक्त किया, पाठ्यपुस्तकों का भगवाकरण किया और ज्योतिषशास्त्र व पौरोहित्य को विषय के रूप में पाठ्यक्रम में जोड़ा. सन 2014 और 2019 में बनी मोदी सरकारें तकनीकी दृष्टि से भले ही एनडीए की सरकारें रही हों मगर चूँकि भाजपा को अपने दम पर बहुमत हासिल था इसलिए अन्य घटक दल साइलेंट मोड में बने रहे और भाजपा ने बिना रोकटोक अपना आक्रामक हिन्दू राष्ट्रवादी एजेंडा लागू किया. इसमें शामिल था राममंदिर का निर्माण और अनुच्छेद 370 का कश्मीर से हटाया जाना. इसके अलावा सरकार की मौन सहमति से गाय और बीफ के नाम पर मुसलमानों की लिंचिंग की गयी और लव जिहाद और न जाने कितने अन्य किस्मों के जिहादों की बातें की गईं.

ગુજરાતમાં શહેરોને સમકક્ષ ગામડાઓના વીકાસની પબ્લીક ડીમાન્ડ કેમ ઉભી નથી થતી

- કિરણ ત્રિવેદી  હું 1982માં વડોદરાથી ભણીને અમદાવાદમાં સેટલ થવા આવેલો, ત્યારે અમદાવાદ શહેરની વસ્તી 26 લાખ હતી. ત્યારે પણ અમદાવાદ શહેર ગીચ અને અનમેનેજેબલ લાગતું હતું. 20 વર્ષ પછી 2002 આસપાસ શહેરની વસ્તી ડબલ થઈ ગઈ હતી! 52 લાખની! આજે 2024માં વસ્તી અંદાજે 90 લાખની ગણાય છે!

ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...

- રમેશ સવાણી*  ચાલો, નાગરિક ધર્મ નિભાવીએ!  શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ8 પ્રમુખ, તેલુગુ દેશમ પાર્ટી ને પત્ર. વિષય : ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...  ***