- મીનાક્ષી જોશી*
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ને પત્ર: લોકો પ્રત્યે તંત્રની બિનસંવેદનશીલતા અને રાજ્યમાં કાયદા વિહિનતાનું પ્રતિબિંબ...
રાજકોટમાં ગેમઝોન-અગ્નિકાંડની ઘટનાથી અમારો પક્ષ, સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ) (S.U.C.I.(C)) અત્યંત દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. આ દુર્ઘટનામાં બાળકો સહિત 30થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તમામ મૃતકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તથા આ દુર્ઘટના માટે જવાબદારોને દાખલારૂપ સજા કરવાની માંગણી કરીએ છીએ.
રાજકોટમાં બનેલી આ દુર્ઘટના માટે જે બેદરકારીઓ બહાર આવી છે તે જોતા લાગે છે કે આ એક આકસ્મિક દુર્ઘટના નહીં પરંતુ રીતસરનો હત્યાકાંડ છે અને તે માટે સૌથી વધુ જવાબદાર સરકારી તંત્ર છે. અને સૌથી દુઃખની બાબત છે કે આટલી ભયંકર ઘટનામાં આટલાબધા નિર્દોષ લોકોના મૃત્યુ પછી આપની સરકાર દર વખતની જેમ કહે છે કે ઘટનાની તપાસ થશે અને ગુનેગારોને સજા કરવામાં આવશે. સૂરતની તક્ષશીલા, કોરોનાકાળમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ, મોરબી ઝૂલતા પૂલ, વડોદરાના હરણી તળાવ, વગેરે જેવી અનેક ઘટનાઓના ગુનેગારોને હજુ સુધી કોઈ સજા થઈ નથી એટલું જ નહીં તેઓ બધા જામીન ઉપર ખુલ્લાં ફરે છે. આ સંજોગોમાં સરકારી નિવેદનો માત્ર હાસ્યાસ્પદ અને નિષ્ઠુરતાની પરાકાષ્ઠા જેવા લાગે છે. અગાઉની દુર્ઘટનામાંથી કોઈ શીખ લેવાને બદલે જ્યારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવામાં આવે છે.
આવી દરેક ઘટનાઓ સમયે સરકાર દ્વારા એસ.આઈ.ટી.(SIT)ની રચના કરવામાં આવે છે, શરૂઆતમાં ગુનેગારો પકડમાં આવે છે અને પછી ક્લીનચીટ આપીને છોડી મૂકવામાં આવે છે. બસ, હવે બહુ થયું, SITના નામે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરવામાં આવે. સલામત ગુજરાત, સલામત ગુજરાતના ઢોલનગારાં વચ્ચે સામાન્ય લોકો તંત્ર અને નફાખોર ધંધાદારીઓની મીલીભગતથી મરી રહ્યા છે ત્યારે સરકાર હવે તો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે કે નહીં. છેલ્લા પાંચ વર્ષમાં આ રાજકોટ જેવી આગની દુર્ઘટનાઓને કારણે ગુજરાતમાં 3176 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આવી દુર્ઘટનાઓ વારંવાર બનવાનું કારણ છે, સામાન્ય લોકો પ્રત્યે તંત્રની બિનસંવેદનશીલતા, દરેક જગ્યાએ ધંધાદારી માનસિકતા અને રાજ્યમાં કાયદાવિહિનતાનું શાસન. હજુ કેટલી ઘટનાઓ અને કેટલાં લોકોના ભોગ પછી સરકાર અને તંત્રની સંવેદનશીલતા જાગશે?
જો સરકાર અને તંત્ર ખરેખર જ લોકો માટે થોડાંઘણાં પણ સંવેદનશીલ હોય તો લોકોના દુઃખ ઉપર ખાલી નિવેદનબાજી કરવાનું બંધ કરે અને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે.
અમે માંગણી કરીએ છીએ કે,
(1) રાજકોટમાં ગેમઝોન-અગ્નિકાંડની ઘટનાના તમામ મૃતકોને યોગ્ય આર્થિક વળતર અને ઈજાગ્રસ્તોને નિઃશુલ્ક ધોરણે તમામ સારવાર કરવામાં આવે.
(2) આ ઘટનાના તમામ ગુનેગારોને તપાસનું નાટક કરીને છાવર્યા વગર દાખલારૂપ સજા કરવામાં આવે.
(3) અત્યારસુધી આવી જેટલી પણ ઘટનાઓ બની છે તે તમામના આરોપીઓ જે ખુલ્લા ફરી રહ્યા છે તેઓને કડકમાં કડક સજા કરવામાં આવે.
(4) રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવે તથા તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ તેનું પાલન કરે છે કે નહીં તેની કડક દેખરેખ રાખવામાં આવે.
તક્ષશીલા, મોરબી ઝૂલતા પૂલ કે ગેમઝોન.... રાજ્યમાં હવે આવી કોઈ દુર્ઘટના ના બને તે માટે સરકાર અને તંત્ર જાગે, બોધપાઠ લે અને આવી કોઈપણ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી કાયમી વ્યવસ્થા ગોઠવવા અમે માંગણી કરીએ છીએ.

---
સેક્રેટરી, ગુજરાત રાજ્ય સાંગઠનિક કમિટી, Socialist Unity Centre of India (Communist)

टिप्पणियाँ