કચ્છના નાના રણમાં શિકારપૂર, કાનમેર રણ વિસ્તારમાં જમીન માફિયા જુથ વચ્ચેની આંધાધૂંધ ગોળીબાર થયો તેમાં એક વ્યક્તિ નો જીવ ગયો. આ ઘટનાથી ફરી એકવાર કચ્છના નાના રણની જમીન પર ગેરકાયદેસર કબજો કરી તેનો સોદો કરનારા જૂથો, ટોળીઓની વાત ચર્ચામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છના મોટા રણમાં ખાવડા થી માંડી નડા બેટ સુધીની જમીન કેટલીક કંપનીઓ ને મીઠું, બ્રોમીન, હાઈડ્રોજન ફ્યુઅલ, પોટાશ વગેરે પકવવા લખો હેક્ટર જમીન સરકારે આપી છે.
જ્યારે કચ્છનું નાનું રણ ‘ઘૂડખર અભયારણ્ય’ છે, ત્યાં પેઢી દર પેઢીથી નાના પાયે મીઠું પકવી હજારો અગરીયાઓ પેટિયું રળે છે. છેલ્લા દાયકા દરમ્યાન કેટલાક વગદાર જૂથો દ્વારા રણની જમીનનો સોદો કરવાના કિસ્સાઓ અખબારોના માધ્યમથી બહાર આવતા જાય છે.
આ જૂથો ઘણા બળવાન છે, અને આટલા વર્ષો, બે-રોકટોક અભયારણ્ય વિસ્તારમાં તેમની અન-અધિકૃત અને ગેર-કાયદેસર પ્રવૃત્તિઓ ચલાવે રાખી છે. આથી ખ્યાલ આવે છે કે, તેમની વગ વહીવટી તેમજ રાજકીય રીતે કેટલી મજબૂત હશે ?
અગરિયાઓ માટે અવાર-નવાર “દબાણ કર્યું” એવા આક્ષેપો હેઠળ રણમાં પ્રવેશ પણ બંધ કરતા વન વિભાગ, અભયારણ્યના તંત્રનું આ ટોળી ઓ સામે ઝાઝું કશું ચાલતું નથી, તે હવે પુરવાર થયું છે.
તંત્રની આ (જાણી બુઝીને) આંખ આડા કાન કરવાની કામગીરી થી કચ્છ ના નાનરણ જેવા બહુમૂલ્ય પર્યાવરણીય રીતે ખુબજ મહત્વપૂર્ણ એવી ઇકોસિસ્ટમ નું “ભરપાઈ કરી ન શકાય” તેવું નુકસાન થઈ રહ્યું છે.
રણ માત્ર અગરિયાઓને તેમના રોજી રોટી માટે રહેવા દેશે તો જ કચ્છનું નાનુંરણ અને “બાયોસ્ફીયર રિઝર્વ” તેમજ ઘૂડખર અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક બચશે....!!
टिप्पणियाँ