લોકશાહી અને માનવ અધિકારો વિશે કશી ગતાગમ ન પડતી હોય એવા બધા ધધૂપપૂ ૧૦૦૮ આજકાલ નીકળી પડ્યા છે મોદીની અને ભાજપની ભાટાઈ કરવા. ચેતો, આ ભગવાધારીઓ તમારા પૈસે જાતજાતના મસમોટા આશ્રમોમાં તાગડધિન્ના કરે છે.
આવા શ્વેતધારી કે ભગવાધારી સાધુઓએ મોટે ભાગે રામાયણ, મહાભારત, વેદ કે ઉપનિષદો વગેરે વાંચ્યાં હોતાં જ નથી. કેટલાક એવા સાધુઓના ખાસ્સા પરિચય પછી આ લખી રહ્યો છું. ઉત્તર પ્રદેશના એક મોટા ગજાના કથાકાર સાથે લાંબી વાતચીતમાં મને ખબર પડેલી કે એમને ઉત્તર પ્રદેશમાં પંચાયત કેવી રીતે ચાલે છે એની પણ ખબર નહોતી! આવા કથાકારો પણ હજારો હશે ભારતમાં.
જો એ ધર્મગ્રંથો જ એમણે ન વાંચ્યા હોય તો ભારતનું બંધારણ તો ન જ વાંચ્યું હોય. પોતાને બધા પગે લાગે એટલે તેઓ પોતાની જાતને સર્વજ્ઞ સમજતા હોય છે. એમનામાંના મોટા ભાગનાને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, વ્યક્તિનું ગૌરવ, લોકશાહી, સાર્વભૌમત્વ, પ્રજાસત્તાક, બંધુતા વગેરેનાં આધુનિક મૂલ્યો વિશે કશી જ પતીજ પડતી નથી અને પુષ્પક વિમાનમાં બેઠા બેઠા હજુ બેપાંચ હજાર વર્ષ જૂના ભૂતકાળમાં મોબાઈલ ફોન સાથે ઊડ્યા કરે છે.
જો એમને બંધારણ અને લોકશાહી વિશે કશી સમજણ ન પડતી હોય તો લોકોને આ કે તે પક્ષને કે ઉમેદવારને મત આપવાનું એમણે કહેવું ન જોઈએ અને એ રીતે તેમના દલાલ ન બનવું જોઈએ.
લોકશાહી અને માનવ અધિકારોનું હનન કેવી રીતે છેલ્લાં દસ વર્ષમાં ભારતમાં થયું છે એની એમને કશી ચિંતા છે ખરી? કે પછી તેઓ ઇન્દિરા ગાંધીએ ૪૮ વર્ષ પહેલાં કટોકટી લાદેલી એવી સાચી; અને મહાત્મા ગાંધી એક અનૌરસ મુસ્લિમ સંતાન હતા અને જવાહરલાલ નહેરુ મુસ્લિમ વંશજ હતા એવી ફાલતુ પ્રચારની જ માહિતી છે? એમને મુંબઈમાં સોહરાબુદ્દીન હત્યા કેસ ચલાવનારા સીબીઆઇના જજ હરકિસન લોયા રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા એની ખબર છે, એ યાદ છે?
ચાલો, જવા દો, હરિ હરિ ભજો અને દેશનું સત્યાનાશ થતું નજરે નિહાળો. અયોધ્યામાં રામમંદિર બંધાય અને રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થાય એ જેટલું જરૂરી છે; એના કરતાં બંધારણમાં લખવામાં આવેલાં મૂલ્યો અને ગાંધીવિચારની પ્રાણપ્રતિષ્ઠા થાય એ વધુ આવશ્યક છે.
આ બધા ધર્મ ધૂરંધરોને કદાચ એની ખબર હશે કે RSS પ્રેરિત હિંદુ સ્વયંસેવક સંઘ દુનિયામાં બાવન દેશોમાં કામ કરે છે, પણ મોટે ભાગે એમને એ ખબર નહિ જ હોય કે દુનિયાના ૭૦થી વધુ દેશોમાં મહાત્મા ગાંધીનાં પૂતળાં છે. પૂછો જરા, કે કેમ છે એ પોતડીધારીનાં પૂતળાં ત્યાં? હિંમત છે?
આ જે બાબત મોટા ભાગના શ્વેતધારી કે ભગવાધારી હિંદુ ધધૂપપૂઓને લાગુ પડે છે એ મોટા ભાગના મુસ્લિમ મૌલવીઓ, પાદરીઓ અને મહારાજો વગેરે તમામ ધર્મોના ઠેકેદારોને લાગુ પડે જ છે. ને હાલી નીકળ્યા છે આને કે તેને મત આપવાની સલાહ કે આદેશ આપવા.
રાજસત્તા, ધર્મસત્તા અને અર્થસત્તા કેવી રીતે ભેગી થઈને લોકોનું શોષણ કરી શકે તેનો ઉત્તમ ઇતિહાસ અત્યારે ભારતમાં રચાઈ રહ્યો છે, અને જે થોડીઘણી પણ લોકશાહી મજબૂત થઈ રહી હતી તેનું અવકાશ યાનની ગતિએ ધોવાણ થઈ રહ્યું છે.
(બંધારણ હિંદુ શબ્દમાં જૈન, શીખ, બૌદ્ધ ધર્મનો પણ સમાવેશ કરે છે એ યાદ રાખવું. અને અહીં હું પણ એમ જ કરું છું.)

टिप्पणियाँ