“લવ જેહાદ”! કેવો લાગ્યો આ શબ્દ?
શું મારુ કે તમારું નાકનું ટેરવું તો ચઢી ગયું નથી ને? લખનાર અને વાંચનાર બે માંથી કોઈના મા-બાપની કોઈ ગરાશ તો લૂંટાઈ ગઈ નથી ને ? એ તો જેને વીતે તેને ખબર પડે? પરોપ દેશે પાંડિત્યમ! કેમ? ખરી વાત ને?
જે દેશમાં બે પુખ્ત ઉંમરના યુવક અને યુવતીનો એકબીજાના કાયમી જીવનસાથી નક્કી કરતાં પહેલા કે પછી લીવ-ઈન રિલેશનમાં રહેવાનું નક્કી કરે તો તેમના મા-બાપોથી માંડીને સમાજમાં બની બેઠેલા ધાર્મિક-નૈતિક-પોલીસો, રાજકીય સત્તાધારીઓ અને ન્યાયતંત્રના પેટમાં કેમ ગોળો ચઢે છે? શું પુખ્ત ઉંમરના માનવીને આપણા દેશમાં નિજી- જિંદગી કાયદાના શાસનમાં રહીને જીવવાનો મૂળભૂત અધિકાર નથી? દેશમાં ન્યાયતંત્ર,બંધારણ અને મૂળભૂત માનવ અધિકારો કોના સંરક્ષણ માટે છે? જે તે ધર્મ,ખાપ પંચાયત, જ્ઞાતિ, વર્ણ જેવા સામુહિક હિતીના રક્ષણ માટે તો નથી તેવું અમને પાંચમા ધોરણના“નાગરિકશાસ્ત્ર“માં નાગરિકોના ક્યા ક્યા હક્કો છે તેમાં શીખવાડવામાં આવેલું હતું.
બે વીધર્મી યુવક યુવતી સાથે લગ્ન પહેલા કે પછી “લિવ-ઈન" માં સાથે રહેવાનું પસંદ કરે તો જે તે રાજ્ય સરકારીની પરવાનગી શા માટે લેવાની? આ તો સંબંધ કર્તા વ્યક્તિઓની પસંદગી અને સ્વતંત્રતાનો સવાલ છે તેમાં પોલીસની કે અન્ય સરકારી દખલગીરી કેમ? આપણો દેશ ખુબજ ઝડપથી શહેરીકરણ અને આધુનિકરણ તરફ દોડી રહ્યો છે. શહેરીકરણ તમામ જુના સામાજિક માળખાં અને તે આધારિત માનસિકતાનો, રીતિ-રિવાજો અને ધર્મોએ પેદાકરેલા ઉંચનીચના વ્યવહારોમાંથી નાગરિકોને મુક્તિ બક્ષે છે. સને 2002 પછી ગુજરાતમાં અને 2014 પછી ભાજપ શાસિત તમામ રાજ્યો જેવા કે ગુજરાત, હરિયાણા,ઝારખંડ, હિમાચલ પ્રદેશ,મધ્યપ્રદેશ ઉત્તરાખંડ,અને યુપી વી. જેવા રાજ્યોમાં દબાણ હેઠળ ધર્મ -પરિવર્તન નામે કાયદાઓ પસાર કરીને વિધર્મી યુવક- યુવતીઓને લગ્ન કરવા સંરક્ષણ આપવાને બદલે તેને યેનકેન પ્રકારે અટકાવવાનું કાર્ય આ બધા રાજ્યોની સરકારો કરી રહી છે. અને જે તે રાજ્યોની હાઇકોર્ટ્સ રાજયોસરકારોને અનુકૂળ કાયદાકીય અનુકુળતાઓ કરી આપે છે. સર્વોચ્ચ અદાલતને આવી માનવીય પાયાની સ્વતંત્રતા ને લગતા મુદ્દાઓનો ચુકાદાઓ આપતાં સર્વોચ્ચ સમય લાગે છે .
દેશના નાગરિકો માટે આજે એક પાયાની તક આવીને ઉભી છે. જો આપણે આધુનિક શહેરીકરણ આધારિત માનવમૂલ્યો કેન્દ્રીયત નાગરિકો અને તેમના હિતોના સંવર્ધન માટેની સંસ્થાઓ બનાવવી હશે તો જે સત્તાધીશોએ પોતાના તબેલાઓમાંથી તોફાની બેકાબૂ ઘોડાઓને છુટા મૂકી દીધા છે તે બધાને વીણી વીણીને પ્રથમ ફગાવી દેવા પડશે! દેશની લોકસભાની ચૂંટણીના હજુ છ તબક્કાઓમાં નાગરિકોને મત આપવાના બાકી છે!
टिप्पणियाँ