सीधे मुख्य सामग्री पर जाएं

સ્ક્રૅપયાર્ડ થિએટરની યુવા ટીમને સલામ! આઝાદી માટેના પૅલેસ્ટાઈનના સંઘર્ષનું નાટક

- સંજય શ્રીપાદ ભાવે* 

Return to Filistin નામના માત્ર પોણા કલાકના ખૂબ ઉર્જાવાન ગતિશીલ નાટ્યપ્રયોગમાં સ્ક્રૅપયાર્ડ થિએટરની યુવા ટીમે પૅલેસ્ટાઈનની આઝાદી માટેની લાગણી અને લોહીસીંચી જદ્દોજહદને એવી રીતે બતાવી કે તેને પ્રેક્ષકો અપલક નજરે જોતા હતા.
બે યુવતીઓ અને ચાર યુવાનો એમ છ જ કલાકારોએ મુખ્યત્વે સતત બદલાતી જૂથ દૃશ્યરચનાઓ (group compsitions) અને માત્ર human props (એટલે કે કલાકાર જ નાટકના સન્નિવેશની વસ્તુ બને) દ્વારા કોઈ પણ પ્રૉપર્ટી વિના જૂજ સંવાદો તેમ જ અચૂક timing સાથેના પ્રકાશ અને ધ્વનિ (light and sound effects) ની વચ્ચે પૅલેસ્ટાઈનની વિભિષીકા-વેદનાને દુનિયાના બીજા છેડાના બસો જેટલા ખુશહાલ યુવા પ્રેક્ષકો સુધી પહોંચાડી.
બાય ધ વે,મંચ પણ કેવો? આઠ ફૂટ લાંબી અને ચાર ફૂટ પહોળી ત્રણેક ઇંચ ઊંચાઈની લાકડાની, સ્થપતિ કબીર ઠાકોરે બનાવી આપેલી એક લેવલ. તેની પર ઉછળકૂદ,ધક્કામુક્કી અને પછડાટવાળા અનેક દૃશ્યો છતાં એક પણ વખત એક પણ કલાકારનો પગ એ ‘મંચ’ ની બહાર એકપણ વાર પડ્યો નથી.
આ નાટક પૅલેસ્ટાઈનમાં ‘ફ્રીડમ થિએટર’ નામના સ્થાનિક ક્રાન્તિકારી નાટ્યવૃંદે અરેબિક-અંગ્રેજી ભાષામાં તૈયાર કર્યું હતું. 'ફ્રીડમ થિએટર’ જૂથ પૅલેસ્ટાઈનના વેસ્ટ બૅન્કમાં ઇઝરાયલી આક્રમણોને કારણે હિજરત કરનારા નિવાસીઓ માટે જેનિન શહેર અને અન્ય ત્રણ સ્થળો પર આવેલી રાહતછાવણીઓમાં સક્રિય છે.તેનાં રંગકર્મીઓ છાવણીઓના પીડિત રહિશો સાથે સંવાદ સાધીને તેમનાં વીતકો પર કામ કરે છે.
‘રિટર્ન ટુ ફિલિસ્તિન’ નાટક આવી કથાઓ પર આધારિત છે. ફ્રીડમ થિએટરના Micaela Miranda ના આલેખ અને દિગ્દર્શન હેઠળનું આ નાટક સ્ક્રૅપયાર્ડના યુવા રંગકર્મી સાવન ઝાલરિયાના રૂપાંતર અને દિગ્દર્શનમાં અંગ્રેજી-હિંદી મિશ્ર ભાષામાં 8 જૂનના શનિવારે રાત્રે ભજવાયું.નાટકનાં પ્રસંગો,પાત્રો,સ્થળ,ઉલ્લેખો,સંદર્ભો બધું જ પરોક્ષ નહીં એવું પ્રત્યક્ષ,સાંપ્રત અને પૂરેપૂરું વાસ્તવિક છે.
પૅલેસ્ટાઈનમાં કેટલાંક વર્ષોથી આઝાદી, આશા અને અભિવ્યક્તિના પ્રતીક સમા સાંસ્કૃતિક કેન્દ્ર ફ્રીડમ થિએટરને ઇઝરાયલે ગયા વર્ષે ઑક્ટોબરથી પોતાનું નિશાન બનાવ્યું છે. પહેલાં પાડેલી રેઇડમાં તેના કલાકારોની અટકાયત અને હત્યા કરી છે.
બારમી ડિસેમ્બરથી ત્રણ દિવસ દરમિયાન ઇઝરાયલ દળોએ પાડેલા દરોડામાં થિએટરને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું. પણ ફ્રીડમ થિએટર અણનમ છે.
નાટકનું વસ્તુ એવું છે કે અમેરિકામાં વસેલા પૅલેસ્ટિનિયન પરિવારમાં જન્મેલો ઝૈદ એક પણ વાર જઈને તેની માતૃભૂમિમાં જોવા તૈયાર નથી. તેની બહેન અમાલ આક્રમણકારોએ કરેલી તેના દેશની દુર્દશા વર્ણવતું એક પુસ્તક Return to Haifa આપે છે. તેના રાજકારણી-લેખક Ghassan Kanafani (1936-72) ને મોસાદે મારી નાખ્યા હતા.
આ લઘુનવલમાંનું રળિયામણું પૅલેસ્ટાઈન કલાકારો મંચ પર જીવંત કરે છે. ઉછળતો દરિયો,ડોલતાં વૃક્ષો, કિલ્લોલ કરતાં પંખીઓ જેવી અદભૂત જૂથ દૃશ્યરચના જોવા મળે છે.તેની વચ્ચે અચાનક ઇઝરાયલી હુમલાખોરોએ કરેલા ગોળીબાર અને બૉમ્બમારા સંભળાય છે.
નાટકનું દરેક દૃશ્ય જે group composition અને human props થી બન્યું છે,તેને વર્ષોથી સળગતા સંકીર્ણ ગાઝા-સંઘર્ષના ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, સંસ્કૃતિ,સમાજ,કુટુંબજીવન,ખાનપાન અને આંતરરાષ્ટ્રીય ગતિવિધીઓ જેવા પાસાં સાથે સંબંધ છે.
નાટકની શરૂઆતમાં સ્ટૅચ્યૂ ઑફ લિબર્ટી છે અને તેની સાથે અમેરિકાના રાષ્ટ્રગીતની પૅરડી છે.તેમાં મૅકડોનાલ્ડ કે.એફ.સી, સી.આઈ.એ.-એફ.બી.આઈ,મસ્ક અને ટ્રમ્પનો ઉલ્લેખ છે.તેને પગલે વિએટનામ-કોરિયા-ઇરાક-સિરિયા-પૅલેસ્ટીન છે.
ઝૈદના જન્મનાં દૃશ્ય સાથે તે ‘આરબ’ હોવા અંગેની સૂગ વ્યક્ત થતી બતાવાઈ છે.ઝૈદનો તેલ અવીવ સુધીનો વિમાનપ્રવાસ અનેક ગ્રુપ ક્મ્પોઝીશન્સથી બતાવાયો છે.એરપોર્ટના કાઉન્ટર્સ પર અને મુસાફરીમાં તેના વંશ-દેશની ઓળખ થતાં જ અપમાન છે.
તેલ અવીવ વિમાની મથકે છ કલાક પૂછપરછ બાદ તેની મુક્તિ થાય છે.જેનીન જવાનું કહેતાં કૅબવાળા મોં ફેરવે છે. એક હ્યૂમન-કૅબનો આરબ ડ્રાઇવર તેને બેસાડે છે.તે રસ્તામાં પૅલેસ્ટાઈનના વ્યતીત-વર્તમાનની લાગણીભરી વાત કરે છે.વેસ્ટબૅન્કનું સૌંદર્ય માણી રહેલું યહૂદી યુગલ ‘ગંદા આરબો’ને ધૂત્કારતું હોય છે.
જેનીન-નિવાસી મહેમૂદ ઝૈદનો સંગાથી બને છે.આ વિસ્તારમાં માથે સતત ડ્રોન છે.વૉચ ટાવર પરથી ગોળીબાર છે.માનવી-ઘડિયાળના કાંટા આખી રાત ફરતા દેખાય છે અને ગોળીબારના અવાજો વચ્ચે ઝૈદ કાંપતો રહે છે. હવે પાછા જવા ઝંખતા ઝૈદને મહમૂદ ફાઝાયેલમાં પિકનિક લઈ જાય છે.
જેનીનમાં પાછા ફરતા મહમૂદ ઝૈદને ફ્રીડમ થિએટરના જુઝારુ કલાકાર મલેક સાથે મેળવે છે.તેની સાથેના અસરકારક સંવાદ દરમિયાન આઝાદી માટેની તેની આરત ઝૈદને પ્રભાવિત કરી જાય છે.
હૉસ્પિટલના બૉમ્બ ધડાકા બાદ લાશોના ઢગલાનું બેનમૂન કમ્પોઝિશન છે. નર્સ એવી પોતાની દીકરીને ગુમાવનાર માની કરુણ એકોક્તિ છે.
થિએટર પર હુમલો થયો છે, સ્ક્રિપ્ટો બાળી નાખવામાં આવી છે. ફરી એક વાર ગોળીબાર કરનાર ઇઝરાયલી દળો પર મલેક પથ્થરો મારે છે અને પરિણામે વીંધાઈ જાય છે.તેની શહાદતનું દૃશ્ય હૃદયસ્પર્શી ગીત સાથે રજૂ થાય છે. ગીતના લેખક-કમ્પોઝર શ્રદ્ધા અને ગાયક અનન્યા છે.
નાટકના આખરી દૃશ્યમાં ઝૈદ તેની બહેનને કાગળમાં લખે છે કે તે અમેરિકા પાછો નહીં આવે: ‘મલેક કી આંખો મેં દેખા ક્યા હોતા હૈ આઝાદી કા જજબા,ક્યા હોતી હૈ વજૂદ કી અહેમિયત.તુમ વાપસ આઓ અપને મુલ્ક મેં, ફિલિસ્તિન તુમ્હારા ઇન્તેજાર કર રહા હૈ. Return to Filistin.’
કેટલીક અન્ય દૃશ્યરચનાઓ: પૅલેસ્ટાઈન જતા ઝૈદનો સડક માર્ગે પ્રવાસ અને આક્રમણખોરોએ ઊભી કરેલી અનેક પ્રકારની નાકાબંધી,ફૂડ પૅકેટ માટે પડાપડી કરતાં ભૂખ્યા જનો.છોકરાઓ સાથે ફૂટબૉલ રમતી કિશોરી અને તેનાં સપનાંનું દૃશ્ય સ્પર્શી જાય તેવું હતું.કિશોરીના મુખે એક અરેબિક ગીત હતું,જે મંચ પરની ગુજરાતી છોકરીએ ગાયું હતું. નાટક માટેની કેવી લગન !
Human props પણ કેટલા બધા - સ્કૅનર મશીન,વિમાનની બેઠકો,કાર અને સીટબેલ્ટ,બાઇક,આખી રાત હુમલા થતા જ રહે છે તે બતાવતી ઘડિયાળ ઇત્યાદિ. કહેવું જોઈએ aerobics, athletics, gymnastics ની યાદ અપાવતો આ કપરો શારિરીક અભિનય દિવસો સુધી પરસેવો પડાવનારા રિહર્સલ પછી જ શક્ય બન્યો છે.આ નાટકના રિહર્સલ્સ સરેરાશ 43 ડિગ્રીની અઠવાડિયાની રેડ એલર્ટ હીટ વેવ સહિત આખા ઉનાળા દરમિયાન એરકંડિશન વિના ચાલ્યા હતા. ફિઝિકલ અ‍ૅક્શન અને ભાવદર્શન વચ્ચે સંતુલન કલકારોએ જાળવ્યું હતું.
નાટક માટેનું સંશોધન અને એક પછી એક સીનની રચના તો જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યાં હતાં.સંશોધનમાં મુખ્ય ફાળો‌‌‌‌‌‌‌ સૂરજનો હતો.તે દરમિયાન હાથ લાગેલી વિપુલ સામગ્રીને નાટક પછી આપવામાં આવેલી ‘ફ્રી પૅલેસ્ટાઈન’ ચળવળને લગતી પત્રિકામાં QR Code દ્વારા દર્શકોને પહોંચાડવામાં આવી . આ બાબત ટીમની આજના જમાનાની ખૂબ નોંધપાત્ર સૂઝ બતાવે છે.વળી કલિંગડની ચીરી અને કબૂતરની મુદ્રાવાળો Free Palestine સંદેશ સાથેનો બિલ્લો પણ કપડા પર લગાવવા માટે આપવામાં આવ્યો.
નાટકને ત્રણેક મિનિટનું standing ovation મળ્યું. સાવને મંચ પરના પુષ્કળ નિષ્ઠાવાન અને મહેનતુ કલાકારોનો પરિચય કરાવ્યો: અમીત, કેવીન,જયેશ, તનુષ્કા, તીર્થ અને દિવ્યાન્સી.
નાટકમાં વૈવિધ્યપૂર્ણ સંગીત ખૂબ મહત્વનું અંગ હતું જે પ્રીતેશ,લક્ષ્ય અને શૈવાલે સંભાળ્યું.તેમાં ગિટાર પર ધીમાન હતા.પ્રમાણસરનું અને ઉત્કૃષ્ટ પ્રકાશ આયોજન‌ એઝાઝનું હતું. પોસ્ટર અને ક્રિએટિવ પબ્લીસીનું કામ અનીશા અને નિલયે સંભાળ્યું હતું.
કર્ટન કૉલ દરમિયાન સાવને માહિતી આપી કે આ નાટકની સ્ક્રિપ્ટ અને મંજૂરી માટે ફ્રીડમ થિએટર ગ્રુપના આર્ટિસ્ટિક ડિરેક્ટર Mustafa Sheta ની સાથે તે સંપર્કમાં હતો.પણ ઇસરાએલ દળોએ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાંયા તેમની ધરપકડ કરી અને હવે તેમનો કોઈ સંપર્ક નથી.સાવને એમ પણ કહ્યું કે આપણે તેમની સલામતી માટે દુઆ કરીએ.
નેહા કબીરે નાટક પહેલાંની ટૂંકી વાતમાં સ્ક્રૅપયાર્ડે પૅલેસ્ટાઈનની સાથે એકજૂટ બતાવવા માટે નવેમ્બર-ડિસેમ્બરમાં ગાઝા મોનોલોગ્સ અને લેટર્સ ટુ ગાઝા કાર્યક્રમો કર્યા હતા તેનો ઉલ્લેખ કર્યો.
તેમણે ઉમેર્યું કે આ નાટક પણ પૅલેસ્ટાઈનના લોકોને એ કહેવા માટે છે કે આઝાદી-અમન-આબાદી માટેની તમારી જદ્દોજહદમાં અમે તમારી સાથે છીએ.
નિસબત ધરાવતી રંગભૂમિના ઉત્તમ દૃષ્ટાંત સમા આ નાટકના વધુ પ્રયોગો નાગરિક સમાજ જૂથો દ્વારા યોજાય તે ખૂબ ઇચ્છનીય છે.
સ્ક્રૅપયાર્ડની ટીમને સલામ !
---
*સ્રોત: ફેસબુક. ફોટોગ્રાફ્સ : નિલય બ્રહ્મભટ્ટ , કોલાજ સૌજન્ય : નીતિન કાપૂરે

टिप्पणियाँ

ट्रेंडिंग

એક કોંગ્રેસી ખાદીધારીએ આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ની પીઠમાં છરો ભોંક્યો

- રમેશ સવાણી  ગુજરાત કોંગ્રેસના નેતાઓ/ ગાંધીવાદીઓ/ સર્વોદયવાદીઓ ભલે ખાદી પહેરે, પરંતુ તેમના રુંવાડે રુંવાડે ગોડસેનો વાસ છે ! બહુ મોટો આંચકો આપે તેવા સમાચાર મળ્યા, વધુ એક ગાંધીવાદી સંસ્થા/ વંચિતવર્ગ માટે કામ કરતી સંસ્થાની હત્યા થઈ!  ‘ખેત ભવન’માં હું ઝીણાભાઈ દરજીને મળ્યો હતો. એમણે વંચિતવર્ગની સેવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું. ઈન્દુકુમાર જાની સાથે  અહીં બેસીને, અનેક વખત લાંબી ચર્ચાઓ કરી હતી અને તેમણે આ સંસ્થાની લાઈબ્રેરીમાંથી અનેક પુસ્તકો મને વાંચવા આપ્યા હતા, જેનાથી હું વૈચારિક રીતે ઘડાયો છું. આ સંસ્થા વંચિત વર્ગના બાળકો માટે ગુજરાતમાં 18 સંસ્થાઓ ચલાવે છે; ત્યાં ભણતા બાળકોનું મોટું અહિત થયું છે. એક મોટી યુનિવર્સિટી જે કામ ન કરી શકે તે આ સંસ્થાએ કર્યું છે, અનેકને ઘડ્યા છે, કેળવ્યા છે, અનેક વિદ્યાર્થીઓને પ્રગતિ તરફ દોરી ગઈ છે. આ સંસ્થામાં એવા કેટલાંય સામાજિક/ આર્થિક લડતના દસ્તાવેજો/ પુસ્તકો છે, જેનો નાશ થઈ જશે. અહીંથી જ વંચિતલક્ષી વિકાસ પ્રવૃતિ/ વૈજ્ઞાનિક અભિગમ/ શોષણવિહીન સમાજ રચના માટે પ્રતિબદ્ધ પાક્ષિક ‘નયામાર્ગ’  પ્રસિદ્ધ થતું હતું, જેથી ગુજરાતને વૈચારિક/ પ્રગતિશિલ સાહિ

પ્રત્યુત્તર: સ્વઘોષિત ન્યાયાધીશ બની પ્રમાણપત્રો વહેંચવાનો પ્રોગ્રેસિવ ફોર્સીસ સાથેનો એલિટ એક્ટિવિઝમ?

- સાગર રબારી  મુ. શ્રી રમેશભાઈ સવાણી, આપની ખેત ભવન વિશેની પોસ્ટ બાબતે મારે કહેવું છે કે, સરકારને ખેત ભવન બક્ષિસ આપવાનું કામ શ્રી અમરસિંહભાઈ ચૌધરીએ કર્યું છે. અને, આ સ્થિતિ આવે એ પહેલા હું એમાંથી ટ્રસ્ટી તરીકે રાજીનામુ આપીને નીકળી ગયો એના માટેના જવાબદાર પરિબળો વિષે આપ વાકેફ છો?

जाति जनगणना पर दुष्प्रचार का उद्देश्य: जाति को ऐसी सकारात्मक संस्था बताना, जो हिन्दू राष्ट्र की रक्षा करती आई है

- राम पुनियानी*  पिछले आम चुनाव (अप्रैल-मई 2024) में जाति जनगणना एक महत्वपूर्ण मुद्दा थी. इंडिया गठबंधन ने जाति जनगणना की आवश्यकता पर जोर दिया जबकि भाजपा ने इसकी खिलाफत की. जाति जनगणना के संबंध में विपक्षी पार्टियों की सोच एकदम साफ़ और स्पष्ट है.

रचनाकार चाहे जैसा हो, अस्वस्थ होने पर उसकी चेतना व्यापक पीड़ा का दर्पण बन जाती है

- अजय तिवारी  टी एस इलियट कहते थे कि वे बुखार में कविता लिखते हैं। उनकी अनेक प्रसिद्ध कविताएँ बुखार की उतपत्ति हैं। कुछ नाराज़ किस्म के बुद्धिजीवी इसका अर्थ करते हैं कि बीमारी में रची गयी ये कविताएँ बीमार मन का परिचय देती हैं।  मेँ कोई इलियट का प्रशंसक नहीं हूँ। सभी वामपंथी विचार वालों की तरह इलियट की यथेष्ट आलोचना करता हूँ। लेकिन उनकी यह बात सोचने वाली है कि बुखार में उनकी रचनात्मक वृत्तियॉं एक विशेष रूप में सक्रिय होती हैं जो सृजन के लिए अनुकूल है। 

જીવનધ્યેય અનામત કે સમાનતા? સર્વોચ્ચ અદાલતનો અનામતનામાં પેટા-વર્ગીકરણનો ચુકાદો ઐતિહાસિક પરિપ્રેક્ષમાં

- માર્ટિન મૅકવાન*  તાજેતરમાં મા. ભારતીય સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના સંદર્ભમાં પેટા-વર્ગીકરણ ભારતીય બંધારણને આધારે માન્ય છે તેવો બહુમતિ ચુકાદો આપ્યો. આ ચુકાદાના આધારે ભારત બંધ સહીત જલદ પ્રતિક્રિયા જોવા મળી. ભાજપ, કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષોએ તેઓ આ ચુકાદા સાથે સહમત નથી તેવી પ્રાથમિક પ્રતિક્રિયા આપી છે. સામાજિક પ્રચાર-પ્રસાર માધ્યમોમાં આ ચુકાદા અંગેને ચર્ચા જોતાં જણાય છે કે આ ચુકાદાનો  વિરોધ કે સમર્થન શા માટે કરવાં તેની દિશા અંગે એકસૂત્રતા નથી.

कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन के संबंध में पत्र

- मुजाहिद नफीस*  सेवा में, माननीय सरवानन्द सोनेवाल जी मंत्री बन्दरगाह, जहाज़रानी भारत सरकार, नई दिल्ली... विषय- गुजरात कच्छ के कांडला पोर्ट पर बसने वाले मछुआरों के घरों को तोड़े जाने व उनके पुनर्वसन (Rehabilitation) के संबंध में, महोदय,

ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવે એવું પગલું લેવાનું કોઈ દેખીતું કારણ નથી જણાતું

- ડો. કનુભાઈ ખડદિયા*  અખબારોમાંથી માહિતી મળી કે છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 09 અને 11માં પરીક્ષાની પેટર્ન બદલવામાં આવશે. અને 20 માર્કના વસ્તુલક્ષી અને મલ્ટીપલ ચોઈસ પ્રશ્નોને બદલે 30 માર્કના પૂછવામાં આવશે. તેમજ વર્ણનાત્મક પ્રશ્નોમાં પાઠમાંથી આંતરિક વિકલ્પો આપવાને બદલે બધા પાઠો વચ્ચે સામાન્ય વિકલ્પો પૂછાશે.