ચાલો, નાગરિક ધર્મ નિભાવીએ! શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ8 પ્રમુખ, તેલુગુ દેશમ પાર્ટી ને પત્ર. વિષય : ત્રણ નવા ફોજદારી કાયદાનો અમલ મોકૂફ રાખવા બાબતે સંબંધિત નાગરિકો તરફથી અપીલ...
અમે, નીચે હસ્તાક્ષર કરનારા, આનંદ અનુભવીએ છીએ કે TDP-તેલુગુ દેશમ પાર્ટી રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું નક્કી કરેલ છે.
અમે આશા રાખીએ છીએ કે TDP ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત સિદ્ધાંતોને નિશ્ચિતપણે જાળવી રાખવા માટે તકનો ઉપયોગ કરશે અને બંધારણમાં બાંયધરી આપવામાં આવેલા લોકતાંત્રિક અધિકારોના રક્ષણ માટે તેની શક્તિ મુજબ બધું જ કરશે.
અફસોસની વાત એ છે કે અત્યારે 'Bharatiya Nagarik Suraksha Sanhita, 2023', 'Bharatiya Nyaya Sanhita, 2023', and 'Bharatiya Sakshya Adhiniyam, 2023', નામના ત્રણ નવા ફોજદારી કાયદાના રૂપમાં દેશ પર એક ગંભીર ખતરો ઊભો થયો છે. 20 ડીસેમ્બર 2023ના રોજ સંસદમાં ચર્ચા કર્યા વિના ઉતાવળમાં આ કાયદાઓ બન્યા છે.
આ કાયદાઓ 1 જુલાઈ 2024 થી અમલમાં આવવાના છે અને સર તમારે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે.
અમારી મુખ્ય ચિંતા એ છે કે તત્કાલીન વર્તમાન કાયદાઓમાં કરાયેલા સુધારા એવા છે કે તે મોટાભાગે draconian-કઠોર સ્વભાવના છે. તેઓ ફક્ત જીવન અને સ્વતંત્રતા અને ગુનાહિત નુકસાનની બાબતો સાથે વ્યવહાર કરે છે જે વ્યક્તિને અન્ય બહુવિધ અને વિવિધ રીતે થઈ શકે છે. તેઓ નાગરિકોની નાગરિક સ્વતંત્રતાઓ સાથે પણ પ્રતિકૂળ અસર કરે છે, ખાસ કરીને વાણી સ્વાતંત્ર્ય, સભાનો અધિકાર, સહયોગ કરવાનો અધિકાર, પ્રદર્શન કરવાનો અધિકાર અને તેમના અન્ય નાગરિક અધિકારો કે જેને કાયદાથી ગુનો ઠરાવેલ છે.
અનિવાર્યપણે, આ નવા ફોજદારી કાયદાઓ સરકારને આપણી લોકશાહીને પોકળ બનાવવા અને ભારતને ફાસીવાદી રાજ્યમાં પરિવર્તિત કરવા માટે પૂરતી શક્તિથી સજ્જ કરે છે !
સૂચિત નવા કાયદાઓ સરકારને નાટકીય રીતે લોકશાહી વિરોધીઓ, અસંતુષ્ટો અને કાર્યકરોની ધરપકડ, અટકાયત માટે સક્ષમ બનાવશે.
નવા ફોજદારી સંહિતાના કેટલાક chilling features-ચિલિંગ લક્ષણો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે : [1] શાંતિપૂર્વક/ અહિંસક લોકશાહી આંદોલન/ કાર્યક્રમો/ ભાષણ હવે terrorism ગણાશે; [2]) હવે રાજદ્રોહની વ્યાખ્યા વિસ્તૃત બનશે. રાજદ્રોહનો નવો અવતાર કહી શકાય; [3] Selective prosecution-પસંદગીયુક્ત કાર્યવાહી થશે. વૈચારિક અને રાજકીય વિરોધીઓ પર રાજકીય રીતે પક્ષપાતી કાર્યવાહી થશે; [4] સરકારની નીતિઓનો વિરોધ કરવા ઉપવાસ કરો તો ગુનો બનશે; [5] કોઈપણ વ્યક્તિઓ એકત્ર થાય તો બળના ઉપયોગ થશે; [6] ‘પોલીસ રાજ’ને બળ મળશે. પોલીસના હુકમોનો પ્રતિકાર થઈ શકશે નહીં. પોલીસની સૂચના મુજબ બધું થશે; [7] હાથકડીનો ઉપયોગ વધારવો; [8] investigation દરમિયાન મહત્તમ પોલીસ કસ્ટડી; [9] FIRની નોંધણી પોલીસની મુનસફી પર-વિવેક પર છોડવું; [10] કેદની પીડાને વધારવી; [11] ગુનો કર્યો હોય કે ન કર્યો હોય, સરકારને તેમના બાયોમેટ્રિક્સ આપવા સરકાર ફરજ પાડશે; [12] સંઘ પરિવારની કેટલીક પ્રવૃત્તિઓને રક્ષણ મળશે.
રાષ્ટ્રના લોકતાંત્રિક માળખા માટે આ તોળાઈ રહેલ ખતરો છે; જેથી આ શંકાસ્પદ કાયદાઓના અમલીકરણને રોકવા માટે આપના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવાની અમને ફરજ પડી છે. કાનૂની નિષ્ણાતોની ટીમ દ્વારા તેની અસરોની પુનઃસમીક્ષા કરવી જોઈએ અને ભારતીય સંસદના ફ્લોર પર ચર્ચા કરવી જોઈએ.
ઉપરોક્ત ફોજદારી કાયદાઓ અમલમાં આવવામાં હજુ સત્તર દિવસ બાકી હોવાથી, અમે આપને અમારી કાયદાકીય ટીમને મળવાની આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ, જે આપને નવા ફોજદારી કાયદાઓની અસરો વિશે, નાગરિક સ્વાતંત્ર્ય પર તોળાઈ રહેલા જોખમને રોકવા માટે માહિતગાર કરી શકે.
અમે આશા રાખીએ છીએ કે આપ આ અપીલનો સકારાત્મક પ્રતિસાદ આપશો અને ઉપરોક્ત ફોજદારી કાયદાઓના અમલીકરણને રોકવા માટે જરૂરી પગલાં ભરશો.
આપ પણ આ પત્રને સમર્થન કરી શકો છો. આ છે લિન્ક
***
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ આપને હાર્દિક અભિનંદન.અમે, નીચે હસ્તાક્ષર કરનારા, આનંદ અનુભવીએ છીએ કે TDP-તેલુગુ દેશમ પાર્ટી રાષ્ટ્રીય રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું નક્કી કરેલ છે.

Comments