- કિશોરભાઈ ઠાકર*
પુસ્તક: વિચારદર્શન
પ્રકાર: તત્વજ્ઞાન અથવા તો વાચકો નક્કી કરે તે
લેખક :કેદારનાથજી
અનુવાદ: રમણલાલ મોદી
નવજીવન પ્રકાશન
પાના: 294
પહેલી આવૃતિનું ચોથું પુનર્મુદ્રણ :2008
કિંમત: પચાસ રૂપિયા
જેમણે 'વિવેક અને સાધના’ નામનું પુસ્તક વાંચ્યું નહિ હોય તેમને માટે આ લેખક કેદારાનાથજી અજાણ્યા હશે. તેમનો જન્મ 1884માં થયેલો આથી 1905ની “બંગભંગ’ ની ચળવળ વખતે યુવાન હતા અને રાષ્ટ્રભાવનાથી રંગાઇ ગયા હતા. સરકાર સામે હિંસક પ્રવૃતિ પણ કરેલી અને પછીથી કદાચ ગાંધીજીની અસરમાં છોડી દીધેલી. સાબરમતી આશ્રમમાં અવારનવાર ગાંધીજી સાથે રહેવા પણ આવતા.
દેશસેવાનો આદર્શ હંમેશા રાખીને મુખ્ય કાર્ય તો આધ્યાત્મિક માર્ગમાં સત્યશોધક તરીકેનું જ રહ્યું. આમ કરતા રહીને કેટલાક પ્રવચનો આપેલા, ઉપરાંત જિજ્ઞાસુઓ સાથે પ્રત્યક્ષ કે પત્ર દ્વારા સંવાદ પણ કરેલા. એ વખતે તેમણે મરાઠીમાં વ્યક્ત કરેલા વિચારોને ગ્રંથબદ્ધ કરેલા. રમણભાઈ મોદીએ ગુજરાતીમાં અનુવાદ કરીને ‘વિચાદર્શન' નામાના પુસ્તકમાં મૂક્યા છે. હવે કરીએ પુસ્તકની જ વાત.
આપણે બધાં ઇશ્વર પ્રાપ્તિની ઇચ્છાથી, પરંપરાગત સંસ્કારથી કે જિજ્ઞાસાથી કોઈને કોઈ આધ્યાત્મિક માર્ગે ડગલા તો માંડતા જ હોઈએ છીએ. કેટલાક થોડા આગળ વધે છે અને આધ્યાત્મિક્તાનાં ઊંડાણ અને ગુંચવણોને કારણે બૌદ્ધિક તર્ક કરવાની અશક્તિ કે અનિચ્છાથી કોઇ સંપ્રદાય વિશેષમાં સમર્પિત થઈ જાય છે, તેમાંના મોટેભાગના તો જે તે સંપ્રદાયમાં સૂચવાયેલા કર્મકાંડોમાં સરી પડે છે. કેટલાક તેમાં થોડા ડગલા ભર્યા પછી જ્યાં અને ત્યાં સ્થિર થઈ જાય છે તો બીજાં કેટલાક આધ્યાત્મિક માર્ગ કે ઇશ્વરનું અસ્તિત્વ તર્કસંગત ન લાગતા શરૂઆતથી જ કે તેમાં થોડાઘણા આગળ વધ્યા પછી પાછા ફરીને નાસ્તિક બની જાય છે.
એક સમૂહ એવો પણ છે કે ધર્મ કે ઇશ્વર બાબતે તટસ્થ કે ઉદાસીન છે. પરંતુ સવાલો તો દરેકના ઊભા જ હોય છે. આ દરેકના સવાલોના જવાબ કાંઈક અંશે આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે, ઇતિ મે મતિ
કેદારનાથજીને વાંચતા તેઓ દંતાલીવાળા સચ્ચિદાનંદ સ્વામીના પૂર્વસૂરી ભાસે છે. પરંતુ કેદારનાથજીનું ચિંતન વધારે ગહન છતાં સરળ અને નમ્ર તેમજ ખુલ્લાં મનનું છે. કોઈ ધર્મ કે સંપ્રદાય કે શાસ્ત્ર માટે તેમને નથી પક્ષપાત કે નથી પૂર્વગ્રહ. તેમનું ચિંતન મૌલિક છે પરંતુ માત્ર દિમાગની કસરતથી નિપજ્યું નથી, તેની પાછળ તેમના અનુભવ અને સાધનાનો નિચોડ છે. તેમના વિચારો જાણવા પુસ્તક જ વાંચવું રહ્યું. છતાં તેની કેન્દ્રવર્તી વાત જેવી પણ હું સમજ્યો છું તેવી અહીં કહેવા પ્રયત્ન કરું છું.
નાથજી (પછીથી તેઓ કેવળ ‘નાથજી’ તરીકે જ ઓળખાતા) ધ્યાન, મૌન કે ચિતવૃતિ પર કાબૂ રાખવાની વાતનો ઇન્કાર કરતા નથી. પરંતુ પોતાના અનુભવને આધારે સમજાવે છે કે ઘણી વાર ધ્યાન કે સમાધિ થવા એ આપણા ભ્રમ માત્ર હોય છે. એ જ રીતે ચિત્તવૃતિ પરનો કાબૂ તો ક્ષણિક જ હોય છે. માનો કે આ બધું આપણે પ્રાપ્ત કર્યું તો પણ નાથજીના કહેવા મુજબ આપણામાં ક્ષમા, મૈત્રી, પ્રમણિકતા, પરોપકારવૃતિ, રાષ્ટ્રભક્તિ સહિતની સામુદાયિક હિતની ભાવના, પ્રાણી માત્ર પ્રત્યે સમભાવ વગેરે જેવા સદગુણોનો પાદુર્ભાવ ના થાય તો ધ્યાન, સમાધિ, ભક્તિ કે આત્મજ્ઞાન વ્યર્થ છે.
આપણે જેને ભક્તિ માનીએ છીએ તે તો નાથજીના માનવા મુજબ બહુધા દંભ જ હોય છે. જેમાં સદગુણોનો વિકાસ કરવાનો ઉદ્દેશ નથી હોતો એવા ઈશ્વરપ્રાપ્તિના પ્રયાસો દંભમાં જ પરિણમે છે અને તેથી જ આપણે ત્યાં દંભનો પ્રભાવ અને નૈતિકતાનો અભાવ વિશેષ છે. નાથજી તેમનો પક્ષ આપણને સરળતાથી ગળે ઉતરે એવા તર્ક અને ઉદાહરણો આપીને સમજાવે છે.
આટલા સંક્ષેપમાં પુસ્તકનું હાર્દ સમજાવી શકાય તેમ નથી આથી જિજ્ઞાસુએ આ પુસ્તક તો વાંચવું જ રહ્યું ઉપરાંત ‘વિવેક અને સાધના’ પણ અવશ્ય વાંચવું એવી ભલામણ હું કરું છું (ગાંધીવાદી અને સમૂળી ક્રાંતિ જેવું ચિંતનસભર પુસ્તક લખનાર શ્રી કિશોરલાલ મશરૂવાળાના મનનું આધ્યાત્મિક બાબતે સમાધાન ‘વિવેક અને સાધના’ દ્વારા થયેલું).

---
*સ્રોત: ફેસબુક
टिप्पणियाँ