આ હિંદુ એટલે કોણ? માત્ર હિન્દુની ઓળખથી શું કોઈ મકાન પણ ભાડે આપે છે ખરું કે? તરત જ જાતી પૂછવામાં આવશે. હકીકતમાં હિંદુ એટલે સવર્ણ હિંદુ અને હિંદુરાજ એટલે સવર્ણોનું રાજ. અને આવા હિંદુ રાજના નામે મોદીની કંપની આ દેશમાં ફરીથી મનુની બ્રાહ્મણવાદી રામરાજ્યની વ્યવસ્થા સ્થાપવા માંગે છે.
મોદી આ દેશમાં બાબાસાહેબ આંબેડકરના બંધારણથી આવેલ સમાનતાને ખત્મ કરી ગુલામીની દયા પર જીવતી સમરસતા સ્થાપવા માગે છે. અને એટલે જ તો મોદી ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત થતા જ આંબેડકરના નામની બંધારણની ફ્રેમ જેમની તેમ સલામત રાખી માત્ર બંધારણમાં હિંદુ રાજ્યનો ફોટો ફિટ કરવાનું અને બંધારણનું બિનસાંપ્રદાયિક સ્વરૂપ બદલી નાંખવાનું કારસ્તાન કરવાના છે.
હવે બીજો સવાલ આ દેશમાં મુસ્લિમો કોણ છે? શું તેઓ ઔરંગઝેબની સાથે આવેલા લોકો છે? ભારતમાં રહેતા મુસ્લિમો હિદુધર્મ નાં તરછોડાયેલા અસ્પૃશ્ય-શુદ્ર લોકો છે. જેઓ આ દેશના મૂળ માલિકો છે. તેઓ તલવારના જોરે નહિ પણ હિન્દુધર્મનાં ત્રાસથી મુસ્લિમો બન્યા છે. અને આજે પણ તેઓ હિન્દુધર્મ છોડી રહ્યા છે.
ઇતિહાસ ગવાહ છે, દેશના બહુમતિ શૂદ્રોની પાસે સમુદ્ર મંથનની મહેનત મજુરી કરાવી પ્રાપ્ત થયેલ કીંમતી ખજાનો મુઠ્ઠીભર સવર્ણ હિંદુઓએ પચાવી પાડેલો. અને કામ પત્યા પછી મહેનત કરનાર શૂદ્રોને તરછોડી દીધેલા. આજે એ જ દગાખોર સવર્ણ હિન્દુઓની મનુવાદી કંપની ભારતની SC/ST/OBC ની ૮૫ ટકા શુદ્ર પ્રજાને હિંદુ-મુસ્લિમનાં નામે ગેરરસ્તે દોરી રહ્યા છે. અને આ દગાખોર મુઠ્ઠીભર સવર્ણ હિંદુઓ ચૂંટણીનું સમુદ્રમંથન કરવા SC/ST/OBC ને છેતરી રહ્યા છે.
સમાનતા અને સરખા અધિકારો આપતા બાબા સાહેબના બંધારણનાં યુગને આ સવર્ણ હિંદુઓ કળયુગ કહે છે. અને ગોડસેવાદી સવર્ણ હિંદુઓ આ સમાનતાવાદી યુગને સમાપ્ત કરી જ્ઞાન પ્રાપ્ત કરવાના ગુન્હાસર શુદ્ર શંબુકનો શિરચ્છેદ કરનાર કાતિલ રામનું રામરાજ્ય સ્થાપવા માગે છે. અને એટલે જ તો મોદીએ અવતાર લીધો છે.
મોદી કહે છે કે, હું એક અવતારી પુરુષ છું. હિન્દુધર્મ શાત્ર લખે છે કે, કળયુગમાં ઇન્દ્ર કલીરાજા સ્વરૂપે અવતાર લેશે અને કળિયુગનો નાશ કરી દેશમાં ફરીથી સતયુગની સ્થાપના કરશે. જે સતયુગમાં માત્ર બ્રાહ્મણ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને SC/ST/OBC શુદ્રો તો માત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ની સેવા-ગુલામી કરે તેવી વર્ણવ્યવસ્થા અમલમાં લાવશે.
આ કામ કરવા માટે જ કલીરાજા બની મોદી આ પૃથ્વી પર અવતર્યા છે. શું આપણે સૌને આ દેશમાં આવું હિંદુરાજ જોઈએ છે ખરું કે?
---
*વરિષ્ઠ દલિત એક્ટીવિસ્ટ
टिप्पणियाँ