सीधे मुख्य सामग्री पर जाएं

આનંદી સંગઠનના સ્થાપના દિન અને સર્જક સરૂપ ધ્રુવના જન્મદિનની સહિયારી ઉજવણીની સાંજ

- સંજય સ્વાતિ ભાવે 

આદિવાસી અને ગ્રામીણ વંચિત મહિલા સશક્તિકરણ માટે અનેક દિશામાં કાર્યરત દેવગઢ બારીયાની સંસ્થા ‘આનંદી’ ત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો.તે દિવસે પ્રખર નારીવાદી કર્મશીલ ગુજરાતી સર્જક સરૂપ ધ્રુવે સિત્યોતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો.
‘આનંદી’એ પોતાના સ્થાપના દિન અને સરૂપબહેનના જન્મદિનની ઉજવણી 19 જૂનના બુધવારે સાંજે ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના પરિસરમાં ઉત્સાહ અને આનંદપૂર્વક કરી.
પ્રગતિશીલતા નવરચનાના પગલે ચાલવામાં ટકી રહેવું પણ મુશ્કેલ બની ગયું હોય તેવા માહોલમાં ‘આનંદી’એ દેવગઢ બારીયા જેવા અભાવગ્રસ્ત વિસ્તારમાં, પ્રસિદ્ધીથી દૂર રહીને અસરકારક કામગીરી બજાવી છે.
સંસ્થાને સ્ત્રીવાદનું વૈચારિક બળ સરૂપબહેનની કવિતાઓ તેમ જ તેમનાં ગીતો અને નાટકોમાંથી મળતું રહ્યું છે. તેઓ સાંસ્કૃતિક કર્મશીલ હિરેન ગાંધીની સાથે આનંદીની તાલીમ-શિબિરોમાં માર્ગદર્શક પણ રહ્યાં છે.
સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના અવસરે સરૂપબહેનનું તેમના જન્મદિન નિમિત્તે અભિવાદન કરવામાં આનંદીના પક્ષે કૃતજ્ઞતા અને સ્ત્રીવાદી વિમર્શમાં સર્જકના પ્રદાનની સ્વીકૃતિ acknowledgement ગણી શકાય,જે એકંદર ગુજરાતે પણ કરવાની રહે.
સંસ્થાના કાર્યકર્તાઓએ ઉજવણી આતિથ્ય,ઉમંગ અને આત્મીયતાથી કરી. મહેમાનોને આવકારમાં બે-બે લાડુનું સરસ પૅકેટ આપવામાં આવ્યું.મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવા આ મજાના લાડુ રાગી,મહુઆના પાન અને ટોપરાથી બનેલા હતા.
લાડુ રતનમહાલમાં ચાલતા સંસ્થાના એકમ ‘રાસકુમ’- Raskum ની કાર્યકર્તાઓએ બનાવ્યાં હતાં.આ એકમનો હેતુ ખેતી અને જંગલ પેદાશો પર આધારિત ખાદ્ય અને અન્ય ઉત્પાદનોનાં નિર્માણ તેમ જ વેચાણ દ્વારા સ્થાનિક આદિવાસી મહિલાઓને પગભર કરવાનો છે.
ઉજવણીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાર્યરત એવા સંસ્થાના સાથીઓ અને ટેકેદારો પણ ભારે ઉનાળામાં મુસાફરી કરીને આવ્યાં હતાં.સંસ્થા માટે આસ્થા ધરાવતા કર્મશીલો અને તેના હિતચિંતકો આવવા ખાતર નથી આવ્યાં તે પણ મહેસૂસ થતું હતું. ખૂબ ગરમી અને બફારા છતાં સભાગૃહ પૂરું ભરેલું રહ્યું,અને બહાર પણ આમંત્રિતો ઊભાં હતાં.
ANANDI – Area Networking and Development Initiatives સંસ્થા મુખ્યત્વે અદિવાસી, દલિત અને અન્ય વંચિત મહિલાઓ વચ્ચે કામ કરે છે.
તેના ધ્યેયમાં સ્થાનિક સંગઠનો તેમ જ નેતૃત્વ ઊભાં કરી તેમને મજબૂત બનાવવા, તેમનાં થકી કલ્યાણ યોજનાઓનું અમલીકરણ કરાવવું અને સશક્તિકરણના અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવાનો સમાવેશ થાય છે.
સંસ્થાના નીતાબહેન હર્ડીકરે આપેલી ટૂંકી ભૂમિકા બાદ સહુ કાર્યકરોએ ‘ગીત ગા રહે હૈ આજ હમ, રાગિણી કો ઢૂંઢતે હુએ’ ગીત ગાયું. તે પછી દૃષ્ટિ મીડિયાએ બનાવેલી ત્રણ ટૂંકી ડૉક્યુમેન્ટરી ફિલ્મ્સ બતાવવામાં આવી,જે આનંદી હેઠળ અત્યારે કાર્યરત સંગઠનોમાંથી ત્રણના કામની ઝલક આપે છે.
આ ત્રણ સંગઠનો છે : દેવગઢ મહિલા સંગઠન (દાહોદ-દેવગઢ બારીયા),માળિયા મહિલા શક્તિ સંગઠન (માળીયા-મોરબી)અને મહિલા સ્વરાજ મંચ (શિહોર-ભાવનગર).
દેવગઢ બારીયાના કામને લગતી ફિલ્મમાં જંગલ અને જમીનના અધિકાર તેમ જ નિયમ મુજબ રેશન પૂરવઠા માટેના સંઘર્ષોની વાત આવી.તદુપરાંત સ્ત્રીની ડાકણ ઠરાવીને યાતનાઓ આપવાના કુરિવાજ વિરુદ્ધ નાટક થકી ચલાવેલા જાગૃતિ અભિયાન અંગે પણ જાણવા મળ્યું.પાણી,આરોગ્ય અને બાળલગ્ન પ્રતિબંધ, વિધવા પેન્શનની દિશામાં સંગઠને કરેલી કામગીરીનો પણ તેમાં ઉલ્લેખ થયો છે.
માળિયા શક્તિ સંગઠન પરની ફિલ્મનું નામ ‘મારી વાડીમાં ઝેર નથી આપવું’ એવું છે.તેમાં માળિયા-મિયાણા પંથકમાં જમીન અને ખેતીને રાસાયણિક ખાતર તેમ જ જંતુનાશકોને કારણે નુકસાન થતું અટકાવવા માટે સંગઠને હાથ ધરેલી કામગીરીની માહિતી હતી.તેમાં ગૌમુત્ર અને છાણથી બનેલા બાયોપેટિસાઈડ અને યોગ્ય બિયારણના ઉપયોગ માટેના માર્ગદર્શન કાર્યક્રમો સાધનરૂપ બન્યા.
શિહોરના મહિલા સ્વરાજ મંચ પરની ફિલ્મના કેન્દ્રસ્થાને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પચાસ ટકા મહિલા અનામતના અધિકારને પગલે ગ્રામપંચાયતમાં મહિલા સરપંચોની ચૂંટણી અને કાર્ય એ મુદ્દો હતો.શિહોરનાં સંગઠનની મહિલાઓએ તેમાં બતાવેલી તાકાતની તેમ જ તેમના માર્ગના અવરોધો વિશે ફિલ્મમાં જોવા મળ્યું.
સંગઠનોએ અનેકવિધ ક્ષેત્રોમાં કરેલાં કામના નિર્દેશો પણ ફિલ્મ્સમાં મળ્યા.તેમાંથી કેટલાંક છે: પાણી અને અન્ન પૂરવઠો તેમ જ સુરક્ષા, રોજગાર, આરોગ્ય, જંગલ અને જમીનનો અધિકાર, શૌચાલય,રસ્તા,શિક્ષણ,બચત જૂથ,અંધશ્રદ્ધા વિરોધ,માહિતી અધિકાર, ઘરેલુ હિંસા – આ યાદી લાંબી થઈ શકે.
ફિલ્મમાં જે દૃશ્યો અને કાર્યકર્તાઓની સાથેની વાતચીત છે તેમાંથી સમજાય કે અવરોધો અનેક છે,જેમના મૂળમાં પિતૃસત્તાક,પુરુષકેન્દ્રી માનસ છે.મહિલાઓને ઘરનો ઉંબરો ઓળંગવાની મનાઈ હોય.
ગ્રામ પંચાયતની ચૂંટણી લડતાં અટકાવવા માટે ધામધમકી અને મારપીટ થાય.મહિલા સરપંચ વિરુદ્ધ ગ્રામપંચાયતમાં અવિશ્વાસનો ઠરાવ આવે.મહિલાને ડાકણ ઠેરવી અસહ્ય યાતના આપવામાં આવે અને તેની જમીન પણ હડપ કરવામાં આવે.
જંગલ પેદાશો કે બળતણ માટે જંગલમાં ફરતા વનવાસીઓને ફૉરેસ્ટવાળા ધાકધમકી કરે. માઇલોના માઇલો ચાલ્યાં બાદ રેશનની દુકાન આવે જે બંધ હોય,તેમાં કામ ન થાય, છેતરપિંડી થાય.
* * * * *
આનંદીના સ્થાપનાદિનની ઉજવણીનો બીજો હિસ્સો સરૂપબહેનનાં અભિવાદનનો હતો.સંસ્થાએ આ પ્રતિબદ્ધ જનવાદી કર્મશીલ કવયિત્રી, નાટ્યલેખક અને ઇતિહાસલેખકને જન્મદિવસની ભેટ તરીકે એક પુસ્તક આપ્યું.તેમાં સરૂપબહેન વિશે કર્મશીલ સાથીઓ-ચાહકોએ તેમના વિશે લખ્યું છે.
હાથબનાવટના કાગળ પર તૈયાર કરવામાં આવેલાં સર્જકની ચૂટેલી છબિઓ સાથેના મોટા કદનું આકર્ષક પુસ્તક બનાવીને ભેટ તરીકે આપવાનો ઉપક્રમ અપનાવવા જેવો છે.
પુસ્તકના લેખકોમાં રોહિત પ્રજાપતિ, સાહિલ પરમાર,નેહા શાહ, દિનાઝ કલવચવાલા,નેહા શાહ, હિરેન ગાંધી અને મનીષી જાનીનો સમાવેશ થાય છે.
સરૂપબહેને સ્ત્રી-સંવેદના અને આંદોલનનાં તેમણે લખેલાં ગીતો ‘આનંદી’ના કાર્યકરો ગાતાં આવ્યાં છે.કાર્યક્રમ દરમિયાન પણ સરૂપબહેનની ‘રોજની રામાયણ’ રચના સંસ્થાની બહેનોએ ઉમંગથી ગાઈ.
તેમાં સ્ત્રીની રોજબરોજની આખીય જિંદગીની તકલીફોને ‘રામાયણ’ તરીકે વણી લેવામાં આવી છે. આ ગીત સરૂપબહેને આનંદીના કાર્યકરો સાથેની નાટ્યશિબિર દરમિયાન રચ્યું હતું.
સરૂપબહેને તેમના વિચારપ્રેરક વ્યાખ્યાનમાં નારીવાદી ચળવળના ઇતિહાસ અને વર્તમાન અંગે વાત કરી.તદુપરાંત તેમણે અત્યારના કપરા સંજોગોમાં સંઘર્ષમાં આગળ વધવા માટે નવાં માધ્યમોના ઉપયોગ તેમ જ સ્ટડી સર્કલ અને ફિલ્મ સ્ક્રીનિન્ગ જેવા ઉપક્રમો થકી વૈચારિક સજ્જતા કેળવવાનું સૂચન ભારપૂર્વક કર્યું.
કાર્યક્રમમાં ઉપસ્થિત તેમ જ ફેસબુક લાઇવ જોનારા સંસ્થાના સહુ કાર્યકરો માટે સરૂપબહેનનું વ્યાખ્યાન ખૂબ મહત્વનું લાગ્યુ.
કાર્યક્રમને અંતે લોકનાદના ચારુલ-વિનયે ‘વી ધ પીપલ’ ગીત સહુને ગવડાવ્યું.
નારીવાદની આપણા સમયની બે અભિવ્યક્તિ સમાં ‘આનંદી’ અને સરૂપબહેનને મુબારક !
---
સ્રોત: ફેસબુક

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.