Indian Expressમાં એક કોટાનો કિસ્સો છે (The boy who ran: A determined father, CCTV footage from eight stations led to runaway teen from Kota) જેમાં એક છોકરો જેની ઉમર 17 વર્ષની હતી તે 12મા ધોરણની પરીક્ષા આપવાની જગ્યાએ એ કોટાથી ભાગી ગયો. એ છોકરો 24/7 ફકત અભ્યાસ જ કરતો હતો અને એ NEETની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એ એટલો બધો ટેન્શનમાં હતો કે એના માતાપિતા જે શહેરમાં રહેતાં હતાં એનું નામ જ ભૂલી ગયો હતો. એ ભણવામાં એટલો બધો રત રહેતો કે એના કોઈ જ દોસ્ત ન હતાં કે કોઈ સામાજિક સંબંધો ન હતાં. NEETની પરીક્ષાનું હાલ શું થયું તેની વાત ફરી કોઈ વાર.
પરંતુ માતાપિતા તરફથી અભ્યાસનું જે બાળકો પર ભારણ છે એ મર્યાદા ઓળંગતું જાય છે. બાળક નાનું હોય ત્યારથી જ માતાપિતાની જિંદગી બાળકના અભ્યાસ પર જ કેન્દ્રિત હોય. સ્કૂલનું હોમવર્ક, ટ્યુશનનું હોમવર્ક , રીડિંગ , એક્સ્ટ્રા ક્લાસીસ-કોચિંગ વગેરે વગેરે. કોઈ બાળક કરાટે શીખવા જતું હોય તો કોઈ ડાન્સ તો કોઈ ડ્રોઈંગ તો કોઈ ક્રિકેટ વગેરે વગેરે... તમારા દીકરા દીકરી માનવ છે કે મશીન ? છોકરું થોડીવાર બેસે પોતાની સાથે સમય ગાળે , સ્થાયી મિત્રો બનાવે , સામાજિક સંબંધો વિકસિત કરે ... એ બધુ જવલ્લે જ થાય છે. આ જ ખૂબ મહત્વનું છે. જો એ નહીં થાય તો બાળક ગમે તેટલું તેજસ્વી હશે એ સમાજ સાથે અનુકૂલન નહીં સાધી શકે.સમાજ સાથે અનુકૂલન ન સાધી શકે તો સૌથી પહેલું તો ડિપ્રેશનમાં સરી પાડવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીન અમુક આર્થિક વર્ગમાં બાળક કશું પણ અભ્યાસ સિવાય અન્ય પ્રવૃત્તિ કરે તો ઘરના વડીલો ખાસ કરીને માતાપિતાનું મુખ્ય વાક્ય “ભણવા બેસ“ ચાલુ થઈ જાય.
આ હું મધ્યમ વર્ગ અને ઉચ્ચતર મધ્યમવર્ગની વાત કરું છું. (ગરીબનું બાળક તો અભ્યાસ થયો તોય ઠીક અને ના થયો તોય ઠીક. એના નસીબમાં આવી સાહ્યબી સ્વપ્નમાં જ હોય છે.)
ઘરનું વાતાવરણ ખૂબ જ ડિપ્રેસિંગ હોય છે. તમને નીચે જેવા કિસ્સાઓ ઘરેઘરે જોવા મળશે.
- બાળક : મારા 89% આવ્યા . પપ્પા /મમ્મી :પડોશીની દીકરીના 95%આવ્યા.
- બાળક : હું ભણીને કંટાળી ગયો છું. કશુંક મનને ગમે એવું કરવું છે. હું કે એક સંગઠન પર્યાવરણ પર કામ કરે છે તેમાં જોડાવું ?; પપ્પા /મમ્મી : તું બુદ્ધિનો બુઠ્ઠો છે ? હું તારા અભ્યાસ પાછળ લખો રૂપીઆ ખર્ચી રહ્યો છે અને તું આવી ફિઝુલ પ્રવૃત્તિ કરી પૈસા બગાડે છે ?
- બાળક :મને વિજ્ઞાન પ્રવાહ નથી ફાવતું . મને કોઈ જ સમજ જ પડતી નથી. પપ્પા /મમ્મી : તારાથી કશું જ નહીં થાય! એકદમ આળસુ છે. તમારું જનરેશન એકદમ દિશાવિહીન છે.
- બાળક : મમ્મી હું તારા વગર રહી નહીં શકું . મમ્મી :ત્યાં જ રહે અને અભ્યાસ કર. તારે ડૉક્ટર બનવાનું છે કે આઈઆઈટીમાં એડમિશન લેવાનું છે. નહિતર તારા કાકાના દીકરાની જેમ પાપડ વેચીશ.
- બાળક : સર, મને સમજ નથી પડી. સર : ટ્યુશનમાં આવવાનું શરૂ કરી દે. બાળક :પણ મને એક નાની સરખી વાતમાં જ સમજ નથી પડી. સર. :સામુ બોલે છે , ડોબા ? તને તો પાયાનું જ્ઞાન પણ નથી.
માતાપિતા ખૂબ જ મહત્વકાંક્ષી બની ગયાં છે. તમારું બાળક એ બાળક છે જીવતું જાગતું અરમાન થી ભરેલું! એ તમારી મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટેનું મશીન નથી. એ કોઈ રોબોટ નથી કે તમારી મહત્વકાંક્ષા માટે એનું બાળપણ , એની કિશોરાવસ્થાનું ખૂન કરી દે. જે માતાપિતા બાળકને અભ્યાસના નામે સતત દબાણમાં રાખે છે તે બાળકના બાળપણ અને કિશોરવસ્થાનું ખૂન કરે છે. એ ગુનેગાર છે. બાળકને કોઈ સામાજિક પ્રસંગમાં જવાનું હોય તો માતપિતાનું pet sentence “તારે ભણવાનું છે. તું નહીં આવે." તમે એને વિવિધ પ્રસંગોમાં નહીં લઈ જાવ , એને મિત્રો બનાવવાનો અને મિત્રતાં વિકસિત કરવાનો સમય નહીં આપો તો એ ભવિષ્યમાં ડિપ્રેશનમાં જવાના 80% chanches છે.
આ બાળકો એટલા બધાં તણાવમાં હોય છે કે એમની સાથે કશું અઘટિત બને તો પણ માતાપિતા સાથે ચર્ચતા નથી કે માબાપ એમની મહત્વકાંક્ષામાં એટલા બધાં રત હોય છે કે બાળકોની પરિસ્થતિનો ખ્યાલ જ આવી શકતો નથી. મોટી સંખ્યામાં બાળકોનું કોચ દ્વારા, ટ્યૂટર દ્વારા શારીરિક અને જાતીય શોષણ થતું હોય છે પણ એ બોલી જ શકતાં નથી. એ પાછળ પડી જાય છે. માતાપિતાએ ભણવા સિવાય બાળકો સાથે એવો સંબંધ જ વિકસિત કર્યો નથી કે બાળક આવીને પોતાની વાત ખુલ્લા દિલે કહી શકે.
એક છોકરો અને છોકરી બંને 12મા ધોરણમાં એક ટ્યુશન ક્લાસમાં જતાં હતાં. એ બંને બાળકો અભ્યાસમાં મધ્યમ કહી શકાય તેવા હતાં. પણ એમના ટ્યુશનના શિક્ષકો “તું આ નહીં કરી શકે, તું તે નહીં કરી શકે“ કરી એનો આત્મવિશ્વાસ એકદમ નિમ્ન કક્ષાએ પહોંચાડી બંનેનું જાતીય શોષણ લાંબા સમય સુધી કર્યું. એ બાળકોના મિત્રોએ એના માતાપિતાને ચેતવ્યા. પણ સાંભળે જ ના ને . છોકરીઓએ આત્મહત્યા કરી લીધી. હવે માતાપિતા શિક્ષકને સજા કરાવવા દોડી રહયાં છે. “કોણ દોષિત છે?"
---
*સ્રોત: ફેસબુક
Comments
Post a Comment
NOTE: While there is no bar on viewpoint, comments containing hateful or abusive language will not be published and will be marked spam. -- Editor