सीधे मुख्य सामग्री पर जाएं

પંડિત નારાયણ ખરે: ગુજરાતીઓને સંગીતના રંગે રંગનાર ગાંધીવાદી સંગીતકાર

- ગૌરાંગ જાની* 

આપણા ભારતમાં આજે અનેક ધર્મો અને સંપ્રદાયો છે. સૌ પોતપોતાના ધર્મ સંપ્રદાયમાં આસ્થા શ્રધા રાખે જ એ સ્વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીના ભારતમાં સ્વધર્મ સાથે અન્ય ધર્મોનો સ્વીકાર એક પડકાર બનતો જાય છે.પ્રત્યેક ધર્મ પોતાને જ શ્રેષ્ઠ માને છે અને પરિણામે ધર્માંધતા માનવ ધર્મ ઉપર સવાર થઈ જાય છે.એટલું જ નહિ પ્રાર્થના જેવી બાબતોમાં પણ અન્ય ધર્મ કે સંપ્રદાયની પ્રાર્થનાને કોરાણે મૂકી દઈને સ્વધર્મની પ્રાર્થના જ ઉત્તમ છે એવું માની નવી પેઢીને સર્વધર્મ પ્રાર્થનાઓથી વંચિત રાખવામાં આવે છે.આ વાતાવરણમાં મહાત્મા ગાંધીનો સર્વધર્મ પ્રાર્થનાનો અભિગમ વિસરાતો જાય છે.
શાળાઓમાં સર્વધર્મ પ્રાર્થના ભુલાતી જાય છે. સ્વતંત્રતા આંદોલનની એક સદી તરફ આપણે પ્રયાણ પ્રારંભ્યું છે ત્યારે સ્વતંત્રતા આંદોલન દરમ્યાન નાત જાત ધર્મના ભેદભાવો મિટાવવા ઈશ્વર એક જ છે એ વિચાર અને આચાર ગાંધીજીએ દેશભરમાં પ્રચલિત કર્યા. આ દિશાનું એક અવિસ્મરણીય સંભારણું એટલે 'આશ્રમભજનાવલી'.
દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે આશ્રમજીવનનો અનુભવ સાથે લઈ આવ્યા અને અમદાવાદમાં પ્રથમ કોચરબ અને પછી સાબરમતી આશ્રમ સ્થાપ્યો ત્યારે સવારની અને સાંજની સર્વધર્મ પ્રાર્થના આશ્રમવાસીઓની જીવનશૈલીનો અભિન્ન હિસ્સો હતી. પ્રાર્થના માત્ર એક ઔપચારિક્તા ન હતી પણ માનવતાની દિશા કંડારવાનું આધ્યાત્મિક સાધન હતું.આ કારણે ગાંધીજીએ પ્રાર્થના અને તેની સાથે અભિન્ન રીતે સંકળાયેલ ભારતીય સંગીતને આશ્રમના રોજિંદા જીવનમાં મહત્વનું બક્ષ્યું હતું. આજે એક સદી ઉપરાંતથી આપણે જે 'આશ્રમ ભજનાવલી'થી પરિચિત છીએ તે ગાંધીજીની ભેટ છે પણ તેનું સંપાદન પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ કર્યું હતું. તેમનો જન્મ વર્ષ ૧૮૮૯ માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના તાસગાંવમાં થયો હતો.વર્ષ ૧૯૦૭ માં કિશોર નારાયણનો ભેટો સંગીતજ્ઞ પંડિત વિષ્ણુ દિગંબર શાસ્ત્રી સાથે થયો. શાસ્ત્રીજીએ મેટ્રિકમાં ભણતા નારાયણ ખરેમાં સંગીત સાધનાના અંકુર ફૂટતાં જોયા અને નારાયણને સંગીતનો વધુ અભ્યાસ કરવાનું સૂચન કર્યું. પણ આવો ગહન અભ્યાસ કરવાનો ખર્ચ કયાંથી લાવવો? મીરજના મહારાજાએ સાત વર્ષના અભ્યાસ માટેનો તમામ ખર્ચ ઉપાડ્યો.નારાયણ ખરેની સંગીત સાધના ખરેખર રંગ લાવી અને પંડિત વિષ્ણુ દિગંબરે તેમને ગાંધર્વ મહાવિદ્યાલયના અધ્યાપક તરીકે અપનાવ્યા અને વર્ષ ૧૯૧૨ માં તેઓને વાઇસ પ્રિન્સિપાલ બનાવ્યા.
મહાત્મા ગાંધીને માત્ર રાષ્ટ્રપિતા તરીકે ઓળખતા લોકોને કદાચ એ ખ્યાલ નહિ હોય કે તેઓએ જીવનના અનેક ક્ષેત્રોમાં જીવંત રસ લીધો હતો અને તેમાંનું એક સંગીત પણ હતું. આપણે આઝાદ થયાં પછીના થોડા મહિના બાદ ગાયિકા એમ એસ સુભુલક્ષ્મીને સંદેશ મળ્યો કે ગાંધીજીની ઈચ્છા છે કે તેઓ 'હરી તુમ હરો...' ભજન ઓલ ઇન્ડિયા રેડિયો માટે રેકોર્ડ કરે.તેમના પતિએ સંદેશ મોકલ્યો કે હિન્દી ભાષા પર પૂરતી પક્કડ ન હોવાને કારણે સુભલક્ષ્મી ભજન ગાઈ નહિ શકે. પરંતુ ગાંધીજીના આગ્રહને કારણે એ ભજન સુભલક્ષ્મી એ જ રેકોર્ડ કર્યું. બન્યું એવું કે ગાંધીજીની હત્યા બાદ એ દિવસે રેડિયો પર આ ભજન જ્યારે સૂભલક્ષ્મીએ સાંભળ્યું ત્યારે તેમની આંખો ભીંજાઈ. આ તો ગાંધીના અંતિમ દિવસોની વાત થઈ પણ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના વેળાએ ગાંધીજીને સંગીતની અનિવાર્યતા લાગી. ગાંધીજીનું માનવું હતું કે બંગાળ અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં સંગીતનું વાતાવરણ નથી. તેઓએ કહ્યું, "જેમ આપણા ભજન કીર્તનોમાં બેતાલાપણું છે તેમ આપણા જીવન પણ અવ્યવસ્થિત અને બેતાલ બન્યા છે. જીવન વ્યવસ્થિત કરવાં હોય તો સંગીત જોઈશે".
આશ્રમમાં ભક્તિસંગીતની તાલીમ અર્થે ગાંધીજીએ પંડિત વિષ્ણુ દિગંબર. પલુસ્કરને વિનંતી કરી કે તેઓ એમના કોઈ ઉત્તમ.શિષ્યને મોકલે.બન્યું એવું કે મગનલાલ ગાંધી પંડિતજી પાસે જઈ આવ્યા અને એક ભાઈની પસંદગી થઈ પણ વાસ્તવમાં પંડિતજીએ એ ભાઈના સ્થાને નારાયણ ખરેને મોકલ્યા અને ગુજરાતનું એ સદભાગ્ય કે નારાયણ મોરેશ્વર ખરેની ભેટ મળી. આશ્રમમાં સવારના પાંચ વાગ્યાથી સંગીતના વર્ગો શરૂ થતાં. દિવસ દરમ્યાન તેઓ પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે કામ કરતા. તેમનું મોટું પ્રદાન એટલે 'આશ્રમભજનાવલી"નું સંપાદન. આશરે ૨૦૦ ભજનો તેમાં સંગ્રહિત થયા છે જેમાં હિન્દુસ્તાની ભજન, ગુજરાતી ભજન, મરાઠી ભજન, બંગાળી ભજન, અંગ્રજી ભજનનો સમાવેશ કર્યો હતો. આ ભજનોને શાસ્ત્રીય રાગોમાં સ્વરબદ્ધ પણ કર્યા. આ ભજનો પસંદ કરવામાં કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ અને વિનોબાજીએ મદદ કરી હતી.સંવત ૧૯૮૨ માં અર્થાત્ એકસો વર્ષ પૂર્વે પાંચમી આવૃતિની દસ હજાર નકલ છપાઈ હતી અને ત્યાં સુધી કુલ ૨૧,૦૦૦ નકલો છપાઈ ચૂકી હતી.
સ્વતંત્રતા આંદોલનના દરમ્યાન 'રઘુપતિ રાઘવ રાજારામ'ની ધુન ગાજતી થઈ એ અમદાવાદના સત્યાગ્રહ આશ્રમમાં પંડિતજીના સ્વરોથી પ્રેરિત થઈ. નરસિંહ મહેતાનું 'વૈષ્ણવ જન ...' ભજન તો પાંચ સદીઓથી જાણીતું હતું પણ પંડિત ખરેએ રાગ 'ખમાજ' દ્વારા તેનું નવસંસ્કરણ કરી ગુજરાતીઓને અને વિશ્વને ભેટ ધર્યું. વર્ષ ૧૯૨૦માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઇ.તેમાં સંગીત વિષયની પરીક્ષાઓનું કરી પંડિત ખરેને સોંપાયું હતું.વર્ષ ૧૯૨૨ માં અમદાવાદમાં સંગીતના પ્રચાર અર્થે તેમણે 'સંગીત મંડળ' ની સ્થાપના કરી. 'સંગીત બાલવિનોદ' અને 'સંગીત રાગદર્શન' ત્રણ ભાગ પ્રકાશિત કર્યા. વર્ષ ૧૯૩૫માં અમદાવાદમાં ' ગાંધર્વ મહાવિદ્યાલયનું ઉદઘાટન પંડિતજીના હાથે થયું.
નારાયણ ખરે એક ઉમદા વ્યક્તિ હતા. આશ્રમમાં જોડાયા ત્યારે તેમનો પહેરવેશ આશ્રમવાસીઓથી બિલકુલ ભિન્ન હતો પણ તેમણે આશ્રમની સાદગી અપનાવી લીધી.વર્ષ ૧૯૩૦ માં આશ્રમમાં શીતળાનો રોગ આવ્યો અને ત્રણ બાળકોના મૃત્યુ થયા.પંડિતજીના બાળકને પણ રોગ લાગુ પડ્યો પણ સાંજની પ્રાર્થનામાં પુત્રને માતા પાસે છોડી ગયા.પ્રાર્થના બાદ ખબર પડી કે પુત્રનું અવસાન થયું છે. પુત્રના મૃત્યુ બાદ ત્રીજા જ દિવસે મગનલાલ ગાંધીની પુત્રી રુકમણીના લગ્ન હતા. નારાયણ ખરેએ લગ્નમાં પુરોહિતની ભૂમિકા પણ પુત્રશોક સાથે કરી. ત્યારબાદ દાંડીયાત્રા શરૂ થવાની હતી ગાંધીજીએ પુત્રશોકમાં ડૂબેલો ખરે પરિવારને જોઈ દાંડીકૂચમાં પંડિતજી ન જોડાય એવું સૂચન કર્યું પણ પત્ની લક્ષ્મીએ જવાબ આપ્યો, "ના, હું પંડિતજીને લડતમાંથી નહિ રોકું. એ ભલે જાય. મારું દુઃખ હું ખમી લઇશ". 
દાંડીયાત્રા દરમિયાનની એક યાદગાર તસવીરમાં ગાંધીજી સાથે હાથમાં તાનપુરો લઈને 'રઘુપતિરાઘવ રાજારામ' ગાતાં અને ગવડાવતા પંડિતજીને જોઈ શકશો. દાંડીયાત્રા દરમિયાન તેમણે ગાંધીજી સાથે જેલવાસ પણ ભોગવ્યો હતો.વર્ષ ૧૯૩૩ ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પંડિતજીએ ફરીથી જેલવાસ ભોગવ્યો. બિહારના ભૂકંપ પીડિતોની સહાયતા માટે પણ તેઓએ કામ કર્યું હતું. જાણીતા ગાયિકા મધુરીબહેન તેઓના પુત્રી હતાં. વર્ષ ૧૯૩૮ માં હરીપુરા કોંગ્રેસ અધિવેશનમાં તેઓને ન્યૂમોનિયા થઈ ગયો અને એક અઠવાડિયા બાદ ૪૯ વર્ષની ઉમ્મરે તેઓનું અવસાન થયું.
---
*સમાજશાસ્ત્રી

टिप्पणियाँ

ट्रेंडिंग

आज़ादी के बाद घुमंतू जातियों का बेड़ा गर्क कर दिया तथाकथित सभ्य सनातनी समाज ने

- डॉ बी के लोधी *  परंपरागत घुमंतू जातियाँ हिदू धर्म और संस्कृति की रक्षक रही हैं. विलियम बूथ टकर, एक ब्रिटिश ICS अधिकारी ने विमुक्त और घुमंतू जातियों के विकास और कल्याण के बहाने, साउथ अफ़्रीका की तर्ज़ पर साल्वेशन आर्मी का गठन किया था । असल उद्देश्य था इन समुदायों को ईसाईयत में परिवर्तित करना ! तमाम प्रलोभनों के बाद भी विमुक्त और घुमंतू जातियों ने ईसाई धर्म नहीं अपनाया । 

ગુજરાતમાં ગુલામીનો નવો પ્રકાર: કરાર આધારિત કર્મચારીઓનું શારીરિક, માનસિક, જાતીય શોષણ

- તૃપ્તિ શેઠ  થોડા દિવસો પહેલાં ખંડેરાવ  માર્કેટ, વડોદરા  પર જે કર્મચારીઓ 5 વર્ષથી વધારે કરાર આધારિત શરતો પર કામ કરી રહયાં હતાં તેમનો   ખૂબ મોટા પાયે દેખાવ કર્યો. લગભગ 5000 કર્મચારીઓ હશે . મોટાભાગના કર્મચારીઓ  માસિક  10000-15000 પગાર પર પોતાની ફરજ બજાવી રહયાં છે. સ્વાસ્થ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓની ફરિયાદ હતી કે કોરોનામાં કોઈ કાયમી કર્મચારી કામ કરવાં તૈયાર ન હતાં એવા પ્રતિકૂળ સંજોગોમાં , જિંદગીને હોડમાં મૂકી કામ કર્યું . પરંતુ ,કોઈ જ લાભ મળ્યો નથી. ABP news પ્રમાણે વર્ષ 2023ના ડેટા પ્રમાણે 61500 કર્મચારીઓ ગુજરાતમાં કરાર આધારિત નોકરી કરે છે. 

स्वच्छ भारत अभियान के 10 वर्ष: उत्तर प्रदेश में बेहतर स्वच्छता के लिए क्राई ने चलाया अभियान

- लेनिन रघुवंशी   चाइल्ड राइट्स एंड यू – क्राई और जनमित्र न्यास स्वच्छता ही सेवा अभियान के उत्तर प्रदेश के वाराणसी जिले भर में स्वच्छता और जागरूकता गतिविधियों की एक श्रृंखला सफलतापूर्वक आयोजित की गई। मध्य सितंबर से अक्टूबर की शुरुआत तक चलने वाली इस पहल का उद्देश्य विभिन्न समुदायों में बेहतर स्वच्छता और स्वच्छता प्रथाओं को बढ़ावा देना था। अभियान ने विशेष रूप से बच्चों के बीच जल, सफाई एवं स्वच्छता यानि वॉश जागरूकता बढ़ाने पर ध्यान केंद्रित किया, जो एक स्वच्छ और स्वस्थ वातावरण को बढ़ावा देता है।

મોદીનાં નવા સંકલ્પો... મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે?

- રમેશ સવાણી  નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/  અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !

मोदी के सत्ता में आने के बाद दंगों के पैटर्न में बदलाव भारतीय समाज व राजनीति के लिए खतरनाक संकेत है

- मनोज अभिज्ञान   नरेंद्र मोदी के सत्ता में आने के बाद से भारतीय राजनीति और समाज में कई बदलाव देखने को मिले हैं. इन बदलावों का प्रभाव केवल राजनीति तक सीमित नहीं रहा, बल्कि समाजिक ढांचे और दंगों के स्वरूप पर भी पड़ा है. जहां एक ओर बड़े पैमाने पर होने वाले दंगे कम हुए हैं, वहीं दूसरी ओर छोटे-छोटे सांप्रदायिक दंगों, मॉब लिंचिंग और राज्य द्वारा समर्थित हिंसा में वृद्धि देखी गई है. सरकार के बुलडोजर द्वारा मकान ध्वस्त करने की घटनाओं ने यह सवाल उठाया है कि जब सत्ता स्वयं ही इस तरह की कार्रवाइयों में संलिप्त हो जाती है, तो बड़े दंगों की क्या आवश्यकता रह जाती है?

જો આને જ્યોતિષ કહેવાય તો હું પણ જ્યોતિષી જ છું! અરે, કોઈ પણ વ્યક્તિ જ્યોતિષી બની શકે છે!

- રમેશ સવાણી*  લેખિકા અને એડવોકેટ પ્રતિભા ઠક્કર કહે છે: ‘રાશિભવિષ્ય તો મને કાયમ હાસ્યની કોલમ હોય એવું લાગે !’ અખબારો રાશિભવિષ્ય લોકહિત માટે નહીં પણ પોતાના અખબારનો ફેલાવો વધારવા છાપતા હોય છે. રામ-રાવણ/ કૃષ્ણ-કંસની રાશિ સરખી હતી પણ તેમની વચ્ચે કેટલો ફરક હતો?  

વન નેશન વન રાશન કાર્ડ યોજના: સ્થળાંતરીત મજૂરોને રાશન લેવા જાય તો રાશન મળતું નથી

- પંક્તી જોગ* ગુજરાતનો રાશન કાર્ડ નો અપડેટેડ ડેટા આ સાથે બિડેલ છે. તેના કેટલાક મહત્વના મુદ્દાઓ આ છે: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 માં કરેલ જોગવાઈ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહરી વિસ્તારની 50% જનસંખ્યાને સસ્તા દરે રાશન પૂરું પાડી શકાય. ગુજરાતમાં હાલમાં 77,70,470 રાશન કાર્ડ અન્ન સુરક્ષા હેઠળ આવરી લીધેલ છે તેવું NFSA પોર્ટલના RC રિપોર્ટ દ્વારા જાણવા મળે છે.