सीधे मुख्य सामग्री पर जाएं

આવનારા વર્ષોમાં આયાતુલ્લા ખોમૈનીનું ભારતીય સંસ્કરણ જોવા મળે તો આશ્ચર્ય પામવું નહીં

- રમેશ વસાણી* 

સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સામંતવાદી વ્યવહાર. શિક્ષાપત્રીમાં લોકશાહીનો ખ્યાલ નથી. તેમના મુખ્ય પુસ્તક ‘શિક્ષાપત્રી’ને જોઈએ : શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી, શ્લોક-90. અતિ દલિતોએ તિલક કરવું નહી, માત્ર ચાંદલો જ કરવો, શ્લોક-45.  પતિ નપુંસક હોય તો પણ ઈશ્વર માનવો, શ્લોક- 159. વિધવા મહિલાઓએ  પતિ બુદ્ધિએ શ્રીકૃષ્ણ ભગવાનને સેવવા એટલે કે પુન:લગ્ન ન કરવા, શ્લોક-163. વિધવા મહિલાઓએ વ્રત ઉપવાસ કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું, શ્લોક-166. વિધવા મહિલાઓએ એકવાર આહાર કરવો, શ્લોક- 168. મહિલાઓએ વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહીં, અને પોતાનું રજસ્વલાપણું છૂપાવવું નહીં, શ્લોક- 173. મહિલાઓએ અસ્પૃશ્યતા પાળવી, શ્લોક-174. કોઈ પુરુષે મહિલાના મુખેથી જ્ઞાનવાર્તા સાંભળવી નહીં, શ્લોક-34. પતિ પરદેશ ગયો હોય ત્યારે પત્નીએ આભૂષણ ધારણ ન કરવા, શ્લોક-162. જન્મ તથા મરણનું સૂતક પાળવું, શ્લોક-88. વર્ણાશ્રમનો ત્યાગ ન કરવો, શ્લોક-24. જન્મથી બ્રાહ્મણ આચાર્ય પાસેથી જ દીક્ષા ગ્રહણ કરવી, શ્લોક-128. રાજાના દર્શને ખાલી હાથે ન જવું, શ્લોક-37. જે ગામમાં ઉપદ્રવ હોય તે ગામ છોડી દેવું, શ્લોક-154. ધનાઢ્ય ગૃહસ્થોએ યજ્ઞ કરવા/ ઉત્સવ કરવા અને બ્રાહ્મણોને દાન કરવું, શ્લોક-155/156. શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરવું નહી, શ્લોક-10. શિક્ષાપત્રીની પૂજા કરવી, શ્લોક-209. જે ભાઈઓ/ બહેનો શિક્ષાપત્રી પ્રમાણે વર્તે નહીં તે અમારા સંપ્રદાયની બહાર છે, શ્લોક-207.
શિક્ષાપત્રી સિવાયના સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે. બ્રહ્મા/ વિષ્ણુ/ મહેશને સહજાનંદના દાસ બતાવ્યા છે. ટૂંકમાં સ્વામિનારાયણ સાહિત્ય એટલે જૂઠાણાંની  ફેક્ટરી!
કૂવામાં હોય તેવું હવાડામાં આવે! સવાલ એ છે કે શું સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુ/ સ્વામી/ બાવાને સાંભળવાથી જ્ઞાન મળે ખરું? કોઈ મોટિવેશન મળે? મોક્ષ/ અક્ષરધામ મળે? સદ્ગતિ થાય? 
BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના સાધુ જ્ઞાનવત્સલ સ્વામીની વકૃત્વ શક્તિ સારી છે. અંગ્રેજી મિશ્રિત તેમના પ્રવચનો હરિભક્તો તાળીઓથી વધાવી લે છે. તેમના પ્રવચનોમાં અંતે તો કાલ્પનિક ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ આવે જ ! આવું જ્ઞાન ભક્તોના ગળે ઊતરે , પરંતુ હાઈકોર્ટના વકીલો/ ડોક્ટર્સ/ CA/ MBAની કોન્ફરન્સમાં આવા સ્વામીઓને શામાટે આમંત્રણ આપવું જોઈએ? એક ટ્રેન્ડ બની ગયો છે, CA, MBA, વકીલો વગેરેની કોન્ફરન્સમાં સ્વામીઓને આમંત્રણ આપવામાં આવે એટલે વટ પડી જાય!  સ્વામીઓના ગોળગોળ/ પોલાંપોલાં / અર્થહીન પ્રવચનો સાંભળી લોકો તાળીઓ પાડે ત્યારે અખા ભગત યાદ આવે: ‘ઊંઘ્યો કહે, ઊંઘ્યો સાંભળે, તેથી જડપણું બન્નેનું ન ટળે!’
25 જૂન 2024ના રોજ, કોલકાતામાં CAના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હતી, તેમાં મોટિવેશન માટે જ્ઞાનવત્સલ સ્વામીને આમંત્રણ આપેલ. સ્વામી મંચ પર આવે તે પહેલાં સ્ટેજ પરથી ઘૃણાસ્પદ ઘોષણામાં કરવામાં આવી કે “કોન્ફરન્સ હોલની પ્રથમ પાંચ હરોળમાં કોઈ મહિલાએ બેસવું નહીં, તેમણે પાછળ બેસવું!” આ જાહેરાતના કારણે ભારે ઉહાપોહ થયો!
ICAI-ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ જ્ઞાનવત્સલ સ્વામીને આમંત્રણ આપતા પહેલા શિક્ષાપત્રી વાંચી હશે ખરી? જો વાંચી હોય તો આ સંસ્થાને સમાનતા/ લોકશાહી/ માનવ ગૌરવની હાનિ દેખાઈ નહીં હોય? શું આ સંસ્થા ઊંચ-નીચના ભેદભાવમાં/ વર્ણવ્યવસ્થામાં માનતી હશે? હાસ્યાસ્પદ બાબત તો એ હતી કે જ્ઞાનવત્સલ સ્વામીએ 2047 સુધીમાં ભારતને 'વિકાસિત' અને 'વિશ્વગુરુ' બનાવવાની વાત કરી હતી! શું શિક્ષાપત્રીના જૂનવાણી વિચારોનું અનુસરણ કરવાથી ‘વિશ્વગુરુ’ બનાશે? વિકસિત થવાશે?
કોઈ પણ સ્વામિનારાયણના બાવાને સાંભળવા એટલે ભૂતકાળ તરફ પાછા જવું! નવી સંસદના ઉદ્દઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિને બોલાવવાના બદલે દેશભરમાંથી ‘ભાજપિયા બાવાઓ’ને બોલાવવામાં આવેલ ! આવનારા વર્ષોમાં આયાતુલ્લા ખોમૈનીનું ભારતીય સંસ્કરણ જોવા મળે તો આશ્ચર્ય પામવું નહીં! આપણે તાલિબાનની ઠેકડી ઉડાવીએ છીએ. તેઓ કટ્ટરપંથી છે, પરંતુ જ્યારે ભારતમાં જ્ઞાનવત્સલ સ્વામીના કારણે મહિલાઓને પાછળ બેસવું પડે તો આપણે વિશ્વગુરુ કઈ રીતે બનીશું? બાવાઓને આમંત્રણ આપનારાઓએ આત્મનિરીક્ષણ કરવાની જરુર નથી? તમામ વિદ્યાર્થીઓએ હોલની બહાર નીકળી જવાની જરુર હતી. હોલમાં સ્વામીને એકલા રાખ્યા હોત તો તેમને બ્રહ્મજ્ઞાન મળત! ગમે તેવો સંત કે સેલિબ્રિટી હોય, પણ મહિલાઓ સાથે આવું શરમજનક વર્તન કઈ રીતે માન્ય થઈ શકે?

टिप्पणियाँ

ट्रेंडिंग

सागर में दलित युवाओं की हत्या, उनके परिवारों के साथ प्रताड़ना: दखल के बाद भी कितना न्याय?

- एड. मोहन दीक्षित व अन्य*  नागरिक दल द्वारा एक जांच रिपोर्ट... अगस्त 2023 में सागर जिले के बरौदिया नौनागिर गाँव में 18 वर्षीय दलित युवक नितिन अहिरवार की दबंगों द्वारा बर्बर हत्या और उसकी माँ और बहन पर हमले का मामला सामने आया था । मात्र 9 महीने बाद, नितिन के चाचा, और प्रकरण में एक मुख्य गवाह, राजेन्द्र अहिरवार, पर हिंसक हमला कर उनकी हत्या की गई । 

અમદાવાદના અખબારોની ગતિવિધિઓ વિશે: ભારોભાર અપરકાસ્ટ બાયસ, અપ્રમાણિક અરીસો

- ભાવેશ બારીયા   ‘અમદાવાદ ઇતિહાસ અને અનુસંધાન’ (1930-2013)ના સંપાદકો ડો. ભારતી શેલત અને ડો. રસેશ જમીનદાર છે. 532 પાનાના આ દળદાર ગ્રંથમાં અમદાવાદના અખબારોની ગતિવિધિઓ લેખમાં ડો. સોનલ ર. પંડ્યા લખે છે,  “22મી એપ્રિલ, 1986ના રોજ અનામત-વિરોધી આંદોલન સામે ચાલતાં તોફાનો સમયે ઉભી થયેલી રાજકીય ખટપટના પગલે ગુજરાત સમાચાર દૈનિકને આગ ચાંપવામાં આવી. તંત્રી-માલિકનો બચાવ થયો. આ બધાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, છતાં અંતે ગુજરાત સમાચાર વધુ મજબૂત બન્યું.”

कानूनी कार्रवाई है बाल विवाह के खात्मे की कुंजी: रिपोर्ट ‘टूवार्ड्स जस्टिस: एंडिंग चाइल्ड मैरेज’

- जितेंद्र परमार*  अंतरराष्ट्रीय न्याय दिवस के अवसर पर इंडिया चाइल्ड प्रोटेक्शन के अध्ययन दल की रिपोर्ट ‘टूवार्ड्स जस्टिस : एंडिंग चाइल्ड मैरेज’ ने बाल विवाह की रोकथाम में कानूनी कार्रवाइयों और अभियोजन की अहम भूमिका को उजागर किया है। असम और देश के बाकी हिस्सों से जुटाए गए आंकड़ों के अध्ययन के बाद तैयार की गई इस रिपोर्ट के नतीजे बताते हैं कि 2021-22 से 2023-24 के बीच असम के 20 जिलों में बाल विवाह के मामलों में 81 प्रतिशत की कमी आई है। नई दिल्ली में राष्ट्रीय बाल अधिकार संरक्षण आयोग (एनसीपीसीआर) के अध्यक्ष प्रियंक कानूनगो और बाल विवाह मुक्त भारत (सीएमएफआई) के संस्थापक और बाल अधिकार कार्यकर्ता भुवन ऋभु की मौजूदगी में बाल विवाह पीड़ितों द्वारा जारी की गई यह रिपोर्ट इस बात की ओर साफ संकेत करती है कि कानूनी कार्रवाई बाल विवाह के खात्मे के लिए सबसे प्रभावी औजार है। 

गौस खान की वीरता और बलिदान 1857 के विद्रोह की स्वतंत्रता की भावना और भारतीय सैनिकों के साहस का प्रतीक

- मुबीन ख़ान  गुलाम गौस खान रानी लक्ष्मीबाई की सेना में एक कुशल तोपची और एक वफादार सिपाही थे। वे अपनी अद्भुत तोप चलाने की कला और 1857 के विद्रोह में अंग्रेजों के खिलाफ लड़ाई में अपने शौर्य के लिए जाने जाते हैं।  गौस खान का जन्म झांसी के पास कैरार नगर में हुआ था। उनके परिवार का इस क्षेत्र में लंबा इतिहास रहा है। गौस खान ने युवावस्था में ही तोप चलाने का प्रशिक्षण प्राप्त कर लिया था और झांसी के राजा, श्रीमंत रघुनाथ राव की सेना में तोपची के रूप में भर्ती हुए। रानी लक्ष्मीबाई के शासनकाल में, गौस खान उनकी सेना में शामिल हो गए और जल्दी ही अपनी वीरता और कौशल के लिए ख्याति प्राप्त कर ली। 1857 के विद्रोह के दौरान, गौस खान रानी लक्ष्मीबाई के सबसे भरोसेमंद सिपाहियों में से एक बन गए। उन्होंने रानी के सैन्य अभियानों में महत्वपूर्ण भूमिका निभाई, विशेष रूप से तोपखाने के संचालन में। गौस खान की अचूक निशानाबाजी और रणनीतिक कौशल ने अंग्रेजी सेना को भारी नुकसान पहुंचाया।  3 अप्रैल 1858 को, गौस खान अंग्रेजों के खिलाफ लड़ाई में वीरगति प्राप्त कर गए। उनकी शहादत ने झांसी की रानी और उनके सैनिकों का म

FCRA: असहमति पर चोट के अपने एजेंडे पर लौटी मोदी सरकार

- संविधान लाइव  हालिया लोकसभा चुनावों के नतीजों के बाद कुछ सरकार विरोधी उत्साही समूहों को लगने लगा था कि मोदी 3.0 में बीते दो कार्यकाल जैसी धार नहीं होगी। साथ ही मोदी सरकार को एनडीए सरकार की मूल अवस्था में लौटने की भविष्यवाणियां भी की जाने लगी थीं। उनके लिए 13 जुलाई का दिन एक बड़े सेटबैक की तरह है। अंबानी परिवार की भव्य शादी पर बिखरे मीम से लेकर संविधान हत्या दिवस की शाब्दिक बाजीगरी के बीच आखिर मोदी सरकार ने अपने मूल एजेंडे का हल्का सा अंदाजा दे दिया है। 

નરેન્દ્ર મોદીએ હવે એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે હવે તે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી

- રમેશ ઓઝા  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એક વાત ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે હવે તે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી. આ કડવી ગોળી છે, પણ ખાવી પડે એમ છે. જ્યારે પોતાનું રાજપાટ ૩૦૩માંથી નીચે આવીને ૨૪૦ પર વેતરાઈ ગયું ત્યારે તેમની પાસે વડા પ્રધાન નહીં બનવાનો અને કોઈનીય સામે નહીં ઝૂકવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે ઝોળી ઉઠાવીને જતા રહેવાની જગ્યાએ પદને વ્હાલું ગણ્યું તો સાંભળવું તો પડશે અને મનમાની પણ નહીં કરી શકાય. સ્વમાનપૂર્વક જતા રહેવાનો વિકલ્પ નહીં સ્વીકારીને પોતાનાં સ્વમાન સાથે તેમણે પોતે સમાધાન કર્યું છે.

ભારતની પ્રથમ મહિલા ડોકટર કાદંબીની ગાંગુલી સામે બ્રિટિશરોનો પૂર્વગ્રહ હતો: તેની સામે ઝઝૂમ્યા ફ્લોરેન્સ નાઇટિંગેલ

- ગૌરાંગ જાની  લેખનું શીર્ષક જોઇને તમને પ્રશ્ન થશે કે પ્રથમ મહિલા ડોકટર તો આનંદીબાઈ જોશી છે તો કાદંબિનીનું નામ કેમ ? તમારી શંકા સાચી છે પણ હકીકત એ છે કે આનંદીબાઇ(૧૮૬૫ - ૧૮૮૭) પ્રથમ મહિલા જેઓને મેડીસીનમાં પ્રથમ ડિગ્રી અને તે પણ અમેરિકામાં મળી પણ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેઓ ડોકટર તરીકે પ્રેક્ટિસ ના કરી શક્યા .જ્યારે કાદંબિની ગાંગુલી (૧૮૬૧ - ૧૯૨૩ )વ્યાવસાયિક રીતે ડોકટર તરીકે સૌ પ્રથમ કારકિર્દી બનાવનાર ભારતીય મહિલા હતા .વર્ષ ૨૦૧૬ માં ફિલ્મ સર્જક અનંત મહાદેવને રૂખમાબાઈ( દીવાદાંડી માં તેમના વિશે લેખ કર્યો છે) પર ફિલ્મ બનાવી અને તેમને ભારતના પ્રથમ વ્યવસાયિક ડોકટર તરીકે નવાજ્યા ત્યારે બંગાળમાં તેનો વિરોધ થયો કેમકે વાસ્તવમાં કાદમ્બીની જ પ્રથમ મહિલા ડોકટર કહેવાય જેમણે ડોકટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.