આપણને આજે વિરાસતમાં જે આધુનિક પ્રગતિશીલ ભારત મળ્યું છે, તેનું કારણ આઝાદીના આંદોલન દરમિયાન ઘટેલી બે મહાન ઘટનાઓ છે.
1. વિશ્વ વંદનીય રાજપુરુષ પંડિત જવાહરલાલ નેહરુએ મહાત્મા ગાંધીના ચરણોમાં પોતાના વ્યક્તિત્વનું કરેલું સમર્પણ.
2. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના રાજકીય વારસદાર તરીકે પંડિત જવાહરલાલ નેહરુની કરેલી પસંદગી.
ઉપરોક્ત બંને ઘટનાઓને કારણે આધુનિક પ્રગતિશીલ ભારતનું સર્જન થયું, જેનો આજે આપણે ઉપભોગ કરી શકીએ છીએ અને ભારતીય વિશ્વ માનવ તરીકે વિકસી શકીએ છીએ.
પંડિત નહેરુ ને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે તમારા જેવા વિશ્વ પ્રસિદ્ધ રાજપુરુષે પોતાના વ્યક્તિત્વનું ગાંધીજી જેવા સામાન્ય દેખાતા નેતૃત્વના ચરણોમાં સમર્પણ કેવી રીતે કર્યું?
પંડિત નહેરુ કહે છે કે હું વિદેશ અભ્યાસ કરવા ગયો ત્યારથી ભારતની આઝાદીના સપના જોતો હતો અને મારા નિરીક્ષણમાં આવ્યું હતું કે કહેવાતા ક્રાંતિકારીઓ કાયરતા પૂર્ણ હિંસક ઘટનાઓ દ્વારા આઝાદી મેળવવાના પ્રયત્નો કરતા હતા. પરંતુ હિંસક ક્રાંતિકારીઓની દરેક હિંસક ઘટના પછી સ્થાનિક રૈયત વધુ નિર્માલય બની જતી, ડરપોક બની જતી ,ભયભીત બની જતી અને પોતાના ઘરમાં પુરાઈ રહેતી. અને કહેવાતા ક્રાંતિકારીઓ કાયરતા પૂર્ણ રીતે ભૂગર્ભમાં ચાલ્યા જતા અને સ્થાનિક રૈયત અંગ્રેજોના સૈન્યના અત્યાચારની ભોગ બનતી.
આવી નિરાશા જનક પરિસ્થિતિમાં ગાંધીજી આવે છે અને તેમણે સૈન્યશક્તિની જગ્યાએ ભારતીય રૈયતમાંથી અહિંસક નાગરિક શક્તિ નિર્માણ કરવા માંડી. હિંસક ક્રાંતિકારીઓની કાયરતા પૂર્ણ ભાગેડુ વૃત્તિને કારણે જે સ્થાનિક રૈયત અંગ્રેજ પોલીસના અત્યાચારો માંથી બચવા માટે ઘરમાં ભરાઈ જતા હતા તે નીડર નાગરિક બનીને અંગ્રેજ અધિકારીઓ સામે નિર્ભયતા પૂર્વક સત્યાગ્રહ કરતાં થયા.
પંડિત નહેરુ કહે છે કે જે કાયર ક્રાંતિકારીઓની હિંસા અને તેની પ્રતિક્રિયામાં સામાન્ય જનતામાં ભય ના નિર્માણ થતા વાતાવરણથી હું હતાશ થતો હતો અને મને આ હિંસક ક્રાંતિકારીઓમાં કોઈપણ આપણા દેશને આઝાદ કરાવવાની મને આશા દેખાતી નહોતી.... તેની જગ્યાએ ગાંધીજી માંથી જે અહિંસક સત્યાગ્રહ અને સૈન્યશક્તિની જગ્યાએ નાગરિક શક્તિ નિર્માણ કરવાની વિશેષતા જોવા મળી તેનાથી હું અભિભૂત થઇ ઉઠ્યો અને મને ગાંધીજીના નેતૃત્વમાં વિશ્વાસ બેસી ગયો કે હવે દેશ ગાંધીજીના રસ્તે અવશ્ય આઝાદી પ્રાપ્ત કરશે.
મારી આ સમજણથી મે ગાંધીજીના ચરણોમાં દેશની આઝાદી માટે મારા વ્યક્તિત્વનું સમર્પણ કરી દીધું.
પંડિત નહેરુના આ સમર્પણને કારણે ગાંધીજીના સ્વાતંત્ર્ય આંદોલનને ખૂબ મોટું બળ મળ્યું.
ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનની સફળતાની આ પહેલી ઘટના છે કે જેને કારણે આપણને લોકતાંત્રિક આઝાદી મળી.
બીજી સૌથી મોટી ઘટના તે મહાત્મા ગાંધીએ પોતાના રાજકીય વારસદાર તરીકે આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે પંડિત નહેરુની કરેલી પસંદગી છે.
ગાંધીજીએ પંડિત નહેરુની પસંદગી કરી તેના મુખ્ય કારણોમાં
1. પંડિત નહેરુની વૈશ્વિક સ્વપ્નદ્રષ્ટા વિદ્વાન રાજપુરુષ તરીકેની પ્રતિભા
2. પંડિત નહેરુનું લિંગભેદ,જાતી ભેદ અને ધર્મભેદ વગરનું સર્વધર્મ સમભાવી અને ધર્મનિરપેક્ષ રાજનીતિજ્ઞ તરીકેનું ચરિત્ર
3. પંડિત નહેરુની ભારત દેશના ગરીબમાં ગરીબ છેવાડાના માણસ પ્રત્યેની સમાજવાદી પ્રતિબદ્ધતા
4. પંડિત નહેરુનું વિવેક બુદ્ધિવાદી, વૈજ્ઞાનિક અભિગમવાદી અને વૈશ્વિક માનવવાદી ચરિત્ર.
ઉપરોક્ત ચારે લક્ષણો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પંડિત નહેરુના પરિચયમાં આવવાની સાથે પામી ગયા હતા..... અને પંડિત નહેરુના આ લક્ષણોને કારણે આઝાદીના આંદોલન દરમિયાન જ ગાંધીજી પંડિત નહેરુને પોતાના રાજકીય વારસદાર તરીકે ઘોષિત કરી દીધા હતા.
પંડિત નહેરુ આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે ગાંધીજીની ઈચ્છા મુજબ નિયુક્ત થયા હતા જેને સરદાર પટેલ સહિત પ્રત્યેક કોંગ્રસીનું હૃદય પૂર્વકનું અપવાદ વગરનું સમર્થન હતું.
પંડિત નેહરુએ આઝાદ ભારતના પ્રધાનમંત્રી તરીકે 17 વર્ષ સુધીનું કરેલું સફળતાપૂર્વકનું નેતૃત્વને કારણે ભારતે સમાજ જીવનના અને રાષ્ટ્રજીવનના એકે એક ક્ષેત્રમાં બે નમુન પ્રગતિ કરી હતી. સોઇ થી લઈને વિમાન સુધીના દરેક ઉત્પાદનોમાં આત્મસ્વાવલંબન હાંસલ કરી દીધું હતું....... જમીન સુધારણાના કાયદા દ્વારા ગણોતિયા ઓને જમીન માલિક બનાવ્યા. શિક્ષણ સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ, લોકતાંત્રિક સંસ્થાઓ, બંધો, ડેરીઓ, સહકારી ચળવળ, શ્રમિક અધિકારો, મહિલા અધિકારો, સામાજિક ન્યાયના અધિકારો, દલિતો અને આદિવાસીઓનું સશક્તિકરણ જેવા અનેક પ્રગતિશીલ ઉપક્રમો સાતત્ય પૂર્વક હાથ ધર્યા. અને આધુનિક પ્રગતિશીલ ભારતનું સર્જન કર્યું.
5000 વર્ષની ભારતીય સંસ્કૃતિમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં લડાયેલો સ્વાતંત્ર સંગ્રામ અને પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં આઝાદ ભારતમાં પૂરું પડાયેલું 17 વર્ષ સુધીનું સફળત નેતૃત્વ એ બંને બાબતો ભારત દેશનું અને ભારતીય સમાજ વ્યવસ્થાનું સદભાગ્ય છે.
આ બંને મહાપુરુષોએ સ્વાતંત્ર આંદોલન દરમિયાન અને સ્વાતંત્ર્ય આંદોલન બાદ રાષ્ટ્ર વિરોધી હિન્દુ મહાસભા, સંઘ પરિવાર અને મુસ્લિમ લીગથી દેશને સફળતાપૂર્વક બચાવી લીધો જે આ બંને મહાપુરુષોની સૌથી મોટી ઉપલબ્ધિ હતી.
આમ મહાત્મા ગાંધી અને પંડિત નહેરુના સમન્વિત નેતૃત્વથી આધુનિક ભારતનું સર્જન થયું છે. જે ભારતીય સંસ્કૃતિનું સૌથી મોટું સદભાગ્ય છે.
Comments
Post a Comment
NOTE: While there is no bar on viewpoint, comments containing hateful or abusive language will not be published and will be marked spam. -- Editor